‘કોણ કહે છે કે લોકસભા આકર્ષક સ્થળ નથી?’, શશિ થરુરે શેર કરી મહિલા સાંસદો સાથેની સેલ્ફી – shashi tharoor shares selfie with 6 woman mps caption creates controversy

0


હાઈલાઈટ્સ:

  • આજથી સંસદમાં શિયાળુ સત્રની શરુઆત થઈ ગઈ.
  • શશિ થરુરે સોશિયલ મીડિયા પર શેર કરી એક સેલ્ફી.
  • સેલ્ફીમાં શશિ થરુરની સાથે છ મહિલા સાંસદ પણ હતા.

નવી દિલ્હી- સંસદના શિયાળુ સત્રની શરુઆત સોમવારથી થઈ ગઈ છે. આજનો દિવસ ઘણો ખાસ હતો, કારણકે કૃષિ કાયદા પાછા લેવાનું બિલ સંદસમાં પસાર કરવામાં આવ્યું. સરકાર અને વિપક્ષ વચ્ચે ડિબેટ પણ થઈ. આ દરમિયાન એક ચર્ચા શશિ થરુરની એક ટ્વિટને કારણે પણ શરુ થઈ છે. ઉલ્લેખનીય છે કે શશિ થરુરે છ મહિલા સાંસદો સાથેની એક સેલ્ફી સોશિયલ મીડિયા શેર કરી છે. આ ટ્વિટને કારણે સત્તાધારી પાર્ટીએ નિશાન સાધ્યું છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે, શશિ થરુરની આ ટ્વિટ મહિલાઓ પ્રત્યેની કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે.

શશિ થરુરે સોમવારના રોજ સંસદ ભવનથી એક તસવીર શેર કરી છે. આ ટ્વિટની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, કોણ કહે છે કે લોકસભા કામ કરવા માટે આકર્ષક સ્થળ નથી? આજે સવારે છ મહિલા સાથી સાંસદો સાથે. આ ટ્વિટની સાથે તેમણે સુપ્રિયા સુલે, પ્રિનીત કોર, મિમિ ચક્રવર્તી, નુસરત જહાં, સુમતિને ટેગ કર્યા છે. જો કે, ટ્વિટની લોકોએ ટીકા કરતા તેમણે માફી પણ માંગી હતી.

સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ શરુ થયા પછી શશિ થરુરે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, મહિલા સાંસદોની પહેલ પર આ સેલ્ફી લેવામાં આવી છે. મહિલા સાંસદોએ જ મને આ અંદાજમાં ટ્વિટ કરવાની સલાહ આપી હતી. મારા આ કેપ્શનને કારણે જો કોઈની લાગણીઓ દુભાઈ હોય તો હું માફી માંગુ છુ. ઉલ્લેખનીય છે કે માત્ર ભાજપના નેતાઓ જ નહીં પણ અન્ય લોકોએ પણ આની ટીકા કરી છે. એક ટ્વિટર યુઝરે લખ્યું છે કે, મહિલાઓ લોકસભાને આકર્ષક બનાવવા માટેનો સુશોભનનો સામાન નથી, તે સાંસદ છે અને તમે અપમાન કરી રહ્યા છો.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here