neil bhatt: આજે ઐશ્વર્યા શર્મા સાથે નીલ ભટ્ટના લગ્ન, ઓન-સ્ક્રીન પત્ની ‘સઈ’ નહીં આપે હાજરી – ayesha singh will not attend neil bhatt and aishwarya singh’s wedding

0


હાઈલાઈટ્સ:

  • ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં નીલ ભટ્ટની પત્નીની ભૂમિકા ભજવી રહી છે આયેશા સિંહ
  • આયેશા સિંહે કહ્યું ‘નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા પ્રેમમાં વધારે મજબૂત થયા છે’
  • આયેશા સિંહ ઉર્ફે સઈએ સોશિયલ મીડિયા પર થતી ટ્રોલિંગ વિશે કરી વાત

નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા, કે જેઓ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં એક્સ-લવર્સનો રોલ નિભાવી રહ્યા છે, તેઓ રિયલ લાઈફમાં આજે (30 નવેમ્બર) ઉજ્જૈનમાં લગ્ન કરવાના છે. જો કે, સીરિયલમાં નીલ ભટ્ટની પત્નીનું પાત્ર ભજવી રહેલી સઈ ઉર્ફે આયેશા સિંહ લગ્નમાં હાજરી આપવાની નથી.

આયેશા સિંહે આ વિશે વાતચીત કરતાં કહ્યું હતું કે, ‘હું નીલ અને ઐશ્વર્યા માટે ખુશ છું. તેઓ બંને પ્રેમમાં છે અને હવે લગ્ન કરવા જઈ રહ્યા છે. તે સુંદર છે અને તેઓ નવી જર્નીની શરૂઆત કરવાના હોવાથી તેમને શુભેચ્છા પાઠવું છું. હું તેમના લગ્નમાં હાજરી નહીં આપી શકું પરંતુ બાદમાં થનારા વેડિંગ સેલિબ્રેશનનો ચોક્કસથી ભાગ બનીશ’, તેમ આયેશાએ કહ્યું હતું.

ફ્રેન્ડ થકી પતિ સાથે શ્રદ્ધા આર્યાની થઈ હતી મુલાકાત, એક્ટ્રેસે જણાવી રોમેન્ટિક લવ સ્ટોરી
જ્યારથી નીલ અને ઐશ્વર્યાએ તેઓ પ્રેમમાં હોવાની જાહેરાત કરી હતી અને તેમની લગ્નની તારીખ નજીકમાં હતી, ત્યારે શોના દર્શકોએ બંનેને ટ્રોલ કર્યા હતા, ખાસ કરીને ઐશ્વર્યાને. હકીકતમાં, તેને ઘણી અપમાનજનક પોસ્ટમાં ટેગ કરવામાં આવી હતી અને ટ્રોલ બાબતે પોતે શું અનુભવે છે તે વ્યક્ત કરતાં તેણે પોસ્ટ પર શેર કરી હતી.

જ્યારે આયેશાને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, ‘ફેન્સ શોના દરેક પાત્રો સાથે સંકળાયેલા છે. લોકો ઓનલાઈન જે મંતવ્યો રજૂ કરે છે, તેમને આમ કરવાનો અધિકાર છે. પરંતુ તેમણે તે નમ્રતાથી કરવું જોઈએ. અને અંગત પસંદ તો અંગત હોય છે, આજે તેમની છે કાલે મારી હશે. આ સિવાય હું ટ્રોલિંગને સહેજ પર પ્રોત્સાહન આપતી નથી. હું મારા ફેન્સને ઓનલાઈન વિનંતી કરતી રહું છું કે, તેમણે પોતાના મંતવ્યો રજૂ કરતી વખતે થોડા નમ્ર રહેવું જોઈએ’.

રાખી સાવંતને શમિતા શેટ્ટીથી લાગી રહ્યો છે ડર! પતિ રિતેશ સાથે છે તેનું કનેક્શન!
નીલ અને ઐશ્વર્યા ઓનલાઈન જે રીતે ટ્રોલ થઈ રહ્યા છે, ત્યારે શું આયેશા પોતાના અંગત જીવનને જાહેર કરતાં પહેલા બેવાર વિચાર કરશે? ‘ના, મને તેના વિશે જરાય ડર લાગતો નથી. હું તેનાથી પ્રભાવિત થતી નથી કારણ કે, હું મારા વિશે ઓનલાઈન થતી કોઈ પણ પ્રકારની ખરાબ ટિપ્પણીઓ પર ધ્યાન આપતી નથી. હું નેગેટિવ કોમેન્ટ વાંચતી જ નથી. તમે જે કરશો તે કોઈને તો નહીં જ ગમે તેવું હંમેશા થશે. નીલ અને ઐશ્વર્યાની વાત કરું તો, મેં સેટ પર હંમેશા તેમને ખુશ જોયા છે અને તેઓ તેમના સંબંધોને તેમજ જીવનની નકારાત્મકતાને જે રીતે સંભાળી રહ્યા છે તે જોઈને મને ખુશી થાય છે. તેઓ પ્રેમમાં વધારે મજબૂત થયા છે’, તેમ તેણે કહ્યું હતું.

વર્ક ફ્રંટની વાત કરીએ તો, ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’નો ભાગ બનીને આયેશા સિંહ ખુશ છે. પરંતુ તે બોલિવુડમાં પણ કામ કરવાનું ગમશે તેમ તેણે કહ્યું હતું. ‘મને કોઈ દિવસ બોલિવુડનો ભાગ બનવાનું ગમશે. ત્યાં ફ્રેશર્સ માટે ઘણી સારી તક છે. ઘણા એવા ટેલેન્ટેડ રાઈટર્સ અને ડિરેક્ટર્સ છે જેમની સાથે કામ કરવા માગીશ. જો મને તક મળશે, તો તેનો સ્વીકાર ચોક્કસથી કરીશ’.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here