રસ્તા પર ઢોર બાંધનારા પશુપાલકો સામે કાર્યવાહી શરૂ કરાઈ, 152 વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ – police complaint file against 152 for tying cattle on road

0


હાઈલાઈટ્સ:

  • શહેરના અમુક રસ્તાઓ પર રખડતા ઢોરને કારણે ટ્રાફિક થાય છે.
  • CNCD દ્વારા રખડતા ઢોર પકડવાની કાર્યવાહી સઘન બનાવાઈ.
  • રસ્તા પર ખીલા મારીને ઢોર બાંધનારાઓ સામે પોલીસ ફરિયાદ.

અમદાવાદ- શહેરના અમુક રસ્તા એવા હોય છે જ્યાં બારેમાસ ઢોર ફરતા હોય છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉભી થાય છે અને વાહનચાલકોએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. શહેરમાં રખડતા ઢોરની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સરકાર દ્વારા આકરા પગલા લેવામાં આવી રહ્યા છે. હવે તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં રોડ પર ખીલા લગાવીને ઢોર બાંધનારા પશુપાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.

અમદાવાદ શહેરના કેટલ ન્યુશન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ(સીએનસીડી)ના અધિકારી નરેશ રાજપૂતના જણાવ્યા અનુસાર, હાઈકોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને સીએનસીડી ખાતાએ રખડતા ઢોર પકડવાની કાર્યવાહી સઘન બનાવી છે. ભૂલાભાઈ પાર્ક, લાટીબજાર, એસ.ટી.સ્ટેન્ડથી મજૂરગામનો રસ્તો, ઈન્ડિયા કોલોની, બાપુનગર અને વિરાટનગર સહિના વિસ્તારોમાં મોટાભાગે પશુપાલકો રસ્તા પર જ પોતાના ઢોરને બાંધી રાખતા હોય છે, જેના કારણે વાહનચાલકો અને રસ્તા પરથી પસાર થતા લોકોને મુશ્કેલી ઉભી થતી હોય છે. તંત્ર દ્વારા હવે આ પશુપાલકોને સમજાવવામાં આવશે અને જો નહીં માને તો પોલીસ ફરિયાદ અને દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાત સરકારે 8 ટાઉન પ્લાનિંગ સ્કીમને આપી મંજૂરી

પ્રાપ્ત જાણકારી અનુસાર, નવેમ્બર મહિનામાં સીએનસીડી વિભાગે 1984 રખડતા ઢોર પકડીને પૂર્યા હતા. તેમાંથી 228 ઢોક છોડાવવા આવેલા પશુપાલકો પાસેથી 14.30 લાખ રુપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ સિવાય રોડ ઉપર ઢોર રખડતા મૂકનારા અને ઢોર પકડવાની કામગીરીમાં અડચણો ઉભી કરનારા 152 પશુપાલકો સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.

મધરાતે વરસાદ સાથે તોફાની પવન ફુંકાતા અમદાવાદીઓની ઊંઘ ઉડી, શહેર બન્યું ઠંડુગાર
સીએનસીડી વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, ઢોર પૂરવાના ડબામાંથી પશુપાલકો તેમને જરૂર હોય તેવા જ ઢોરને લઈ જતા હોય છે. પરિણામાં તંત્રના ડબામાં બિનઉપયોગી ઢોરની સંખ્યા વધી જતી હોય છે. આ ઢોરને રાજ્યની અલગ અલગ પાંજરાપોળમાં મોકલવામાં આવે છે. નવેમ્બર મહિનામાં 1476 ઢોરને પાંજરાપોળ મોકલવા પડ્યા હતા, તેની પાછળ મ્યુનિસિપાલિટીને ખાસ્સો ખર્ચ કરવો પડ્યો હતો.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here