shamita shetty: Bigg Boss 15: બેભાન થઈને ઢળી પડી શમિતા શેટ્ટી, તેને ઊંચકીને ભાગ્યો કરણ કુંદ્રા – bigg boss 15 shamita shetty fainted in the show after a fight with devoleena bhattacharjee

0


હાઈલાઈટ્સ:

  • બિગ બોસ 15ના ધરમાં દેવોલીના ભટ્ટાચાર્જીની શમિતા શેટ્ટીએ ઉડાવી મજાક
  • ભડકેલી દેવોલીના ભટ્ટાચાર્જીએ શમિતા શેટ્ટીને સમજી-વિચારીને બોલવા કહ્યું
  • બિગ બોસ 15ના બોય્ઝ ઉમર રિયાઝ, કરણ કુંદ્રા અને પ્રતીક વચ્ચે થઈ હાથાપાઈ

બિગ બોસ 15ના અપકમિંગ એપિસોડમાં કન્ટેસ્ટન્ટ્સ વચ્ચે જોરદાર ઝઘડો થતો જોવા મળશે, જ્યારે તેઓ ટાસ્ક જીતવાનો પ્રયાસ કરશે. નોન-વીઆઈપી કન્ટેસ્ટન્ટ, જેઓ વીઆઈપી સભ્યોની વિરુદ્ધમાં હતા, તેઓ પ્રાઈઝ મની બચાવવા માટે એકબીજા સાથે બાખડતા દેખાશે. અપકમિંગ એપિસોડના પ્રોમો પ્રમાણે, ઉમર રિયાઝ, કરણ કુંદ્રા અને પ્રતીક સહેજપાલ વચ્ચેની લડાઈ ઉગ્ર રૂપ ધારણ કરશે.

BB 15: શોમાં રાખી સાવંતના પતિએ આપેલી દરેક માહિતી ખોટી? સામે આવી અસલિયત!


જો કે, દેવોલીના ભટ્ટાચાર્જી અને શમિતા શેટ્ટી વચ્ચેનો ઝઘડો પણ સીમા બહાર જશે. જે અન્ય ઘરવાળા અને દર્શકોને આંચકો આપશે. અપકમિંગ એપિસોડના પ્રોમો પ્રમાણે, શમિતા વીઆઈપી સભ્યો સાથે ખૂબ ખરાબ રીતે વાત કરે છે અને આ વાતથી દેવોલીના ઉશ્કેરાઈ જાય છે. તે એક્ટ્રેસને તેનું અપમાન ન કરવાની ચેતવણી આપે છે. બંને એકબીજાની નજીક આવી જાય છે અને એકબીજા સાથે વાકયુદ્ધ કરે છે. શમિતા દેવોલીનાની મજાક ઉડાવે છે અને કહે છે ‘તારું મગજ ક્યાં છે ડાર્લિંગ’. બાદમાં તે ખરાબ શબ્દનો ઉપયોગ કરે છે, તેનાથી દેવોલીના ભડકે છે અને શમિતાની પાછળ જઈને સમજી વિચારીને બોલવા માટે કહે છે.

Indian Idol 12 ફેમ સવાઈ ભાટ ગરીબીમાં જીવવા મજબૂર, નથી કમાણીનો કોઈ સ્ત્રોત
બંને હાથાપાઈ કરવાનો પ્રયાસ કરે છે પરંતુ ઘરવાળા તેમને અટકાવી લે છે. નિશાંત દેવોલીનાને અટકાવે છે જ્યારે કરણ કુંદ્રા અને તેજસ્વી શમિતા શેટ્ટીને રોકે છે. દેવોલીના શમિતા પર બૂમો પાડે છે અને કહે છે ‘તારી શેટ્ટીગિરિ અહીંયા જ કાઢી દઈ’. આ દરમિયાન શમિતા કરણ કુંદ્રાના હાથમાં બેભાન થઈને ઢળી પડે છે. કરણ તરત જ તેને ઊંચકીને મેડિકલ રૂમમાં લઈ જાય છે. ત્યારે રશ્મિ દેસાઈ કહે છે ‘જો ટીકાને ન સંભાળી શકતી હોય તો કોઈની પણ ન કર’.

બોય્ઝ વચ્ચે પણ ઝઘડો થાય છે. ઉમર પ્રતીકનો શર્ટ ફાડી નાખે છે તો કરણ કુંદ્રા ગુસ્સામાં નિશાંત ભટ્ટ પર કિચડ ફેંકે છે. આ સિવાય નોન-વીઆઈપી સભ્યો સાથે મળીને વીઆઈપી મેમ્બર્સને પરેશાન કરે છે. તેઓ રૂમમાં બેસે છે, જમે છે અને કોઈ પણ આદેશનું પાલન કે ઘરનું કામ કરવાનો ઈનકાર કરે છે.





Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here