‘છોટી સરદારની’માં જોવા નહીં મળે ‘પરમ સિંહ ગિલ’, આ કારણે શૉને કહ્યું અલવિદા – unhappy with his role shehzada dhami left the tv serial chhoti sardarni

0


હાઈલાઈટ્સ:

  • છોટી સરદારની શૉમાં હવે જોવા નહીં મળે શેહઝાદા ધામી.
  • સીરિયલમાં પરમ સિંહ ગિલના રોલમાં જોવા મળતો હતો.
  • પોતાના રોલથી ખુશ નહોતો શેહઝાદા, જણાવી આપવિતી.

ટીવીની લોકપ્રિય સીરિયલની વાત કરવામાં આવે તો તેમાંથી એક છે છોટી સરદારની. પરંતુ છોટી સરદારનીના ફેન્સ માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ શૉના એક્ટર શહઝાદા ધામી પોતાના રોલથી ખુશ નથી અને તેણે આ શૉને ગુડબાય કહી દીધું છે. શહઝાદા ધામી છોટી સરદારનીમાં પરમ સિંહ ગિલનો રોલ કરતો હતો, પરંતુ હવે તે સીરિયલમાં જોવા નહીં મળે. તેનું કહેવું છે કે તેને પોતાના રોલથી ઘણી આશાઓ હતી પરંતુ તેણે વિચાર્યુ હતું તે પ્રમાણે કંઈ ના થયું.

ઉલ્લેખનીય છે કે છોટી સરદારની સીરિયલમાં 16 વર્ષનો લીપ બતાવવામાં આવ્યો છે. શૉની નવી સ્ટોરી નિમૃત કૌર આહલુવાલિયા અને માહિર પંધીની આસપાસ ફરતી જોવા મળશે. શાહઝાદા આ શૉમાં મોટા થઈ ચુકેલા પરમનો રોલ કરતો હતો, અને આ વર્ષે જુલાઈ મહિનામાં શૉ સાથે જોડાયો હતો. પરંતુ હવે તેણે શૉ છોડી દેવાનો નિર્ણય લીધો છે. આ વિષે વાત કરતાં શાહઝાદાએ કહ્યું કે, હા, હું આ શૉ છોડી રહ્યો છું કારણકે હું મારા રોલ અને ટ્રેકથી ખુશ નથી. મને વચન આપવામાં આવ્યુ હતું તે પ્રમાણે નથી થઈ રહ્યું. મેં વિચાર્યુ હતું કે મોટા પરમનો રોલ પણ તેવો જ હશે જેવો નાના પરમનો હતો. તે શૉનું એક મહત્વનું પાત્ર હતો. પરંતુ અભિનેતા તરીકે મારી પાસે કોઈ સ્કોપ નથી. મારી આશા પ્રમાણે કામ નથી, માટે હું ખુશ નહોતો. 3 ડિસેમ્બરના રોજ શૂટિંગનો અંતિમ દિવસ છે.

‘ગદર 2’નું શૂટિંગ થયુ શરૂ, અમીષા પટેલે શેર કર્યો ફિલ્મના મૂહૂર્ત શોટનો ફોટો

શહઝાદા ધામી જણાવે છે કે, હવે હું એવો પ્રોજેક્ટ કરવા માંગુ છું જેમાં સ્ટોરી મારા પાત્ર સાથે સંકળાયેલી હોય. સ્પષ્ટ શબ્દોમાં કહું તો એવો પ્રોજેક્ટ કરવા માંગુ છુ જેમાં લીડ રોલ મળે. એક વાર છોટી સરદારની માટે શૂટિંગ સમાપ્ત થઈ જશે, પછી હું કામ શોધવાની શરુઆત કરી દઈશ. પોતાના એક્ટિંગ કરિયર વિષે વાત કરતાં તેણે જણાવ્યું કે, હું મુંબઈ પૈસા માટે નહીં પણ એક્ટિંગ કરવા માટે આવ્યો હતો. એક્ટિંગ મારું પેશન છે. જો કોઈ સીનમાં તમારી પાસે ડાયલોગ જ નહીં હોય તો તેનો કોઈ અર્થ નથી. મારે પૈસા માટે નહીં પણ એક્ટિંગ કરવા માટે કામ કરવું છે. મારે સીનમાં સાઈડમાં ઉભા નથી રહેવું. હું સારું કામ કરવા માંગુ છું.

કેટરિના-વિકીના લગ્નમાં આવશે PMOના પાંચ અધિકારી, સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત!
ઉલ્લેખનીય છે કે શહેઝાદા ધામીએ ટીવી સીરિયલ જાદુ હૈ જિન્ન સાથે ટીવીની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તે પંજાબનો નિવાસી છે અને પોતાની ઓળખ બનાવવા તેમજ સારા કામની શોધમાં મુંબઈ આવ્યો હતો.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here