BB 15: રાખીના પતિની હરકતોથી અસહજ થઈ તેજસ્વી, કરણ કુન્દ્રાને કરી ફરિયાદ – bigg boss 15 tejaswi prakash complains about ritesh’s behaviour to karan kundra

0


હાઈલાઈટ્સ:

  • બિગ બોસ 15માં થઈ રાખી સાવંત અને તેના પતિની એન્ટ્રી.
  • રાખીના પતિ રિતેશની હરકતથી અસહજ થઈ તેજસ્વી પ્રકાશ.
  • તેજસ્વીએ કહ્યું, રિતેશની બોડી લેંગ્વેજ મને ઠીક નથી લાગતી.

રાખી સાવંત અને તેના પતિ રિતેશની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી પછી ભલે બિગ બોસની 15મી સીઝન રસપ્રદ બની ગઈ હોય, પરંતુ ઘરના અમુક સભ્યોને રિતેશનું વર્તન પસંદ નથી આવી રહ્યું. તેજસ્વી પ્રકાશની વાત કરીએ તો રિતેશની અમુક હરકતને કારણે તે અસહજ અનુભવ કરી રહી છે. તેણે રિતેશની ફરિયાદ કરણ કુન્દ્રા આગળ કરી. કરણ કુન્દ્રા પણ ફરિયાદ સાંભળીને ચોંકી ગયો છે.

લેટેસ્ટ એપિસોડમાં જ્યારે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા બેડરુમ એરિયામાં બેઠા હતા તો અભિનેત્રીએ આ વાત શેર કરી હતી. તેજસ્વીએ કહ્યું કે, તે રિતેશને કારણે અસહજ અનુભવ કરી રહી છે. તેજસ્વીની સ્થિતિ જોઈને એકવાર પ્રતીકે પણ કહ્યુ હતું કે જો આવી કોઈ વાત છે અને તેને મદદ જોઈએ છે તો તે રિતેશ સાથે વાત કરી શકે છે.

આમિર ખાને પૂર્વ પત્ની કિરણ રાવ સાથે મળીને ઉજવ્યો દીકરા આઝાદનો બર્થ ડે, સામે આવી તસવીરો

તેજસ્વીએ કરણને કહ્યું કે, એ જીજા(રિતેશ) જ્યારે પહેલા દિવસે આવ્યો હતો ત્યારે તેણે મારી સાથે વાત કરવાનો ઘણો પ્રયત્ન કર્યો, તે વારંવાર નજીક આવી રહ્યો હતો. તે સમયે પ્રતિક કિચનમાં હતો તો તેણે મને કહ્યું કે, તેજસ્વી જો કોઈ પણ પોઈન્ટ પર તુ આ જીજાથી અસહજ અનુભવે તો મને તરત કહેજે. તે ઘણો વિચિત્ર હતો. તેની બોડી લેંગ્વેજ પણ યોગ્ય નહોતી. રિતેશે વાત કરતી વખતે મારો હાથ પકડવાનો પણ પ્રયત્ન કર્યો. અને પછી આ જ લોકો કલ્ચર અને સંસ્કારની વાત કરે છે.

દીકરી આરાધ્યાને અવારનવાર ટાર્ગેટ કરતાં ટીકાખોરોને અભિષેક બચ્ચને આપ્યો પડકાર
તેજસ્વીની વાત સાંભળીને કરણ તેને કહે છે, રાખીને તો હાથ નથી લગાવતો આ…આટલું જ નહીં, કરણ કુન્દ્રાએ તેજસ્વીને સપોર્ટ કરવા બદલ પ્રતીકના પણ વખાણ કર્યા. ઉલ્લેખનીય છે કે તેજસ્વીને માત્ર રિતેશથી જ પ્રોબ્લમ નથી, આ પહેલા વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીથી આવેલા અભિજીત બિચુકલેથી પણ તે ડરી ગઈ હતી. તેજસ્વીએ કહ્યુ હતું કે, અભિજીત મહિલાઓથી નફરત કરે છે અને હોમોફોબિક છે. માટે તેને અભિજીતથી ડર લાગે છે. તેજસ્વી કહે છે કે, માટે જ હું રિતેશ અને અભિજીતથી દૂર રહુ છું.

ઉલ્લેખનીય છે કે અઠવાડિયા દરમિયાન ઉભા થયેલા વિવાદાસ્પદ મુદ્દાઓ અને ઘટનાઓની ચર્ચા વીકેન્ડ કા વાર એપિસોડમાં સલમાન ખાન કરે છે. હવે આગામી વિકેન્ડ કા વાર એપિસોડમાં સલમાન ખાન આ મુદ્દે શું પ્રતિક્રિયા આપે છે અને તેના પર રાખી અને રિતેશનો જવાબ શું હશે તે જોવાની વાત છે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here