Anupamaa: ‘અનુપમા’માં થશે જાણીતી ટીવી એક્ટ્રેસની એન્ટ્રી, અનુજ કપાડિયા સાથે હશે ખાસ સંબંધ! – actress aneri vajani to enter tv show anupamaa will she play anuj kapadia’s ex-girlfriend’s role

0


હાઈલાઈટ્સ:

  • હાલ અનુપમા અને વનરાજ સહિત આખો શાહ પરિવાર બા-બાપુજીના ફરી લગ્ન કરાવી રહ્યા છે.
  • બા-બાપુજીની 50મી વેડિંગ એનિવર્સરીના સેલિબ્રેશનમાં અનુજ પણ સામેલ થયો છે.
  • વનરાજના વર્તનથી નારાજ કાવ્યા લગ્નમાં અનુપમાનું અપમાન કરશે.

પોપ્યુલર ટીવી સીરિયલ ‘અનુપમા’ વિવિધ ટ્વિસ્ટ અને ટર્ન આવતા રહે છે. દર્શકોનો રસ જળવાઈ રહે તે માટે સીરિયલના મેકર્સ નવા ટ્વિસ્ટની સાથે નવા પાત્રોની એન્ટ્રી પણ કરાવતા રહે છે. અનુજ અને ગોપી કાકાની એન્ટ્રી બાદ હવે સીરિયલમાં વધુ એક નવી એન્ટ્રી થવાની છે. સ્વાભાવિક છે કે શોમાં નવી એન્ટ્રી જબરદસ્ત ટ્વિસ્ટ પણ લાવશે.

શાહ પરિવારે ધામધૂમથી કરાવ્યા બા-બાપુજીના લગ્ન, અનુપમાએ ‘નવદંપતી’ને આપ્યા આશીર્વાદ

સીરિયલમાં હાલ બા-બાપુજી એટલે લીલા અને હસમુખ શાહની 50મી વેડિંગ એનિવર્સરીનું સેલિબ્રેશન બતાવામાં આવી રહ્યું છે. વનરાજ-અનુપમા સહિત આખો શાહ પરિવાર મળીને બા-બાપુજીના ફરી લગ્ન કરાવી રહ્યો છે. મહેંદી, હલદી જેવી સેરેમની બાદ ધામધૂમથી બા-બાપુજીના લગ્ન થવાના છે. બાએ જૂની કડવાશ ભૂલીને અનુજને પણ તેમની ખુશીઓમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે. બા અને વનરાજે અનુજને ખુલ્લા દિલથી અનુપમાના મિત્ર તરીકે સ્વીકારી લેતાં તે ખૂબ ખુશ છે.

સીરિયલના આગામી એપિસોડમાં જોશો કે, મહેંદી સેરેમની દરમિયાન શાહ પરિવારના પુરુષો અને અનુજ મળીને કવ્વાલી કરે છે. આ દરમિયાન અનુજને એક ફોન કૉલ આવે છે અને આ ફોન દ્વારા જ અનુપમાની જિંદગીમાં નવો ટ્વિસ્ટ આવવાનો છે. એક તરફ અનુજ અનુપમાને છેલ્લા 26 વર્ષથી ખૂબ પ્રેમ કરે છે ત્યારે બીજી તરફ અનુપમા તેને માત્ર સારો મિત્ર માને છે. જોકે, બાપુજીએ અનુપમાને અનુજને તેના જીવનમાં મિત્રતાથી ઉપરનું સ્થાન આપવાની વાત કરી હતી. અનુજને પ્રેમી તરીકે જોવાની વાત બાપુજીએ કર્યા બાદ અનુપમાના મનમાં તેના માટે કંઈક તો થઈ રહ્યું છે પરંતુ તે સમજી નથી શકતી.

હવે મીડિયા રિપોર્ટ પ્રમાણે, સીરિયલમાં એક્ટ્રેસ અનેરી વજાનીની એન્ટ્રી થવાની છે. અનેરી વજાની શોમાં અનુજ કપાડિયાની એક્સ-ગર્લફ્રેન્ડ તરીકે આવશે તેવી ચર્ચા ચાલી રહી છે. અનુજ કપાડિયાની આ ગર્લફ્રેન્ડ અમેરિકાની છે અને તે ભારત આવશે. તેણે અનુજને ખૂબ પ્રેમ કર્યો હતો પરંતુ અનુજ તેને ક્યારેય પ્રેમ ના કરી શક્યો. અનુપમાનું સ્થાન તે બીજા કોઈને ના આપી શક્યો. ત્યારે મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અનેરી વજાની શોમાં આવશે પરંતુ લવ ગુરુ તરીકે. અનુજ-અનુપમાને એક કરવામાં મહત્વનો રોલ કરશે.

આમિર ખાને પૂર્વ પત્ની કિરણ રાવ સાથે મળીને ઉજવ્યો દીકરા આઝાદનો બર્થ ડે, સામે આવી તસવીરો

જોકે, અન્ય એક મીડિયા રિપોર્ટમાં એવો પણ દાવો થઈ રહ્યો છે કે, અનેરી અનુજ કપાડિયાની બહેનના રોલમાં શોમાં એન્ટ્રી કરશે. ગોપી કાકા બાદ અનુજનો મજબૂત સહારો તેની બહેન છે, જેનો રોલ અનેરી વજાની ભજવશે. શોમાં અનેરી વજાનીની એન્ટ્રી થવાની છે તે નક્કી છે પરંતુ તે પૂર્વ પ્રેમિકા બનીને આવશે કે બહેન બનીને તે આગામી એપિસોડમાં જોવાનું મજેદાર બની રહેશે.

એક્ટ્રેસ વજાની અનેરીએ શોમાં પોતાની એન્ટ્રીની વાત કન્ફર્મ કરતાં અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીને જણાવ્યું કે, “હું રાજન શાહીને મળવા ગઈ અને એક જ કલાકમાં તેમણે મને ‘અનુપમા’ માટે ફાઈનલ કરી દીધી. અમે સાથે કામ કરવા માટે ઉત્સુક હતા અને ખુશ છું કે આખરે અમારી ઈચ્છા ફળી. હકીકતે ‘મેં ઔર પ્યાર હો ગયા’માં લીડ રોલ માટે ઓડિશન આપ્યું હતું પરંતુ એ પ્રોજેક્ટમાં પછી કામ ના કરી શક્યા અને મને ‘નિશા ઔર ઉસકે કઝિન્સ’માં રોલ મળ્યો. આ શો ખૂબસૂરત હતો. કહેવાય છે ને કે જે થાય છે તે સારા માટે હોય છે.” જોકે, અનેરીએ પોતાનો રોલ શું હશે તેના વિશે સ્પષ્ટતા કરી નથી.

અનુજ અને અનુપમાની જોડી દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. તેઓ લગ્ન કરી લે તેવું દર્શકો પણ ઈચ્છી રહ્યા છે. ત્યારે તેમની આ ઈચ્છા સીરિયલના મેકર્સ ક્યારે અને કેવી રીતે પૂરી કરશે તે આગામી એપિસોડમાં ખબર પડશે.

જણાવી દઈએ કે, સીરિયલમાં અનુપમાનો રોલ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી કરે છે જ્યારે અનુજનો રોલ એક્ટર ગૌરવ ખન્ના કરે છે. રૂપાલી અને ગૌરવ ઉપરાંત સીરિયલમાં સુધાંશુ પાંડે, મદાલસા શર્મા, અરવિંદ વૈદ્ય, અલ્પના બુચ, પારસ કલનાવત, અનઘા ભોંસલે, નિધિ શાહ, આશિષ મહેરોત્રા વગેરે જેવા કલાકારો છે.

Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here