સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાય રહી છે.

0

પારડી તાલુકા માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નો ધમધમાટ

સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાય રહી છે. અને પરિણામો પણ 21 મી ડિસેમ્બરે જાહેર થશે. જેને લઈ ગુજરાત ના દરેક ગામો, સરકારી અધિકારીઓ, તાલુકા અને મામલતદાર કચેરીઓમાં આ ચૂંટણી ને લઈ ચહલ પહલ વધી ગઈ છે.

    તા. 29 મી નવેમ્બર થી 4થી ડિસેમ્બર ફોર્મ ભરવાની તારીખ નિર્ધારિત કરાઈછે. કેટલાય તાલુકામાં સમાવિષ્ટ ગ્રામ પંચાયતોના સરપંચ તથા સભ્યોએ મામલતદાર કચેરી તથા તાલુકા ખાતે પોતાના ફોર્મ ભરીને ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગયા છે.

1.ખડકી 2. બગવાડા 3. તિઘરા 4. સરોધી 5. ડુગરી 6. તરમાલિયા 7. ટુકવાડા 8. સોનવાડા 9. અબાચ 10. રાબડી 11. પચલાઈ 12. અરનાલા 13. પાટી 14. રેટલાવ 15. સારણ 16. કિકરલા , 17.ઓરવાડ , 18. મોતીવાડા જેવા 18 ગામો ના ફોર્મ પારડી મામલતદાર કચેરી ખાતે જ્યારે બાકીના 28 જેટલા ગામો ના ફોર્મ તાલુકા પંચાયત ખાતે થી ભરવામાં આવશે.

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here