પેન્‍શનરોના આવકવેરામાં કપાત કરી લેવામાં આવશે

0

જિલ્લા કચેરી વલસાડ મારફત પેન્‍શન મેળવતા પેન્‍શેનરોએ નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન જે પેન્‍શનરોની આવક આવકવેરાને પાત્ર થતી હોય તેઓએ તેમના વિકલ્‍પ પસંદગી (નવો વિકલ્‍પ/ જૂનો વિકલ્‍પ) તથા એડવાન્‍સ ટેક્ષ ચલણ/ બચત/ રોકાણની વિગતો આધાર સહિત આકારણી પત્રક તા.૧૫/૧૨/૨૦૨૧ સુધીમાં અચુક રજુ કરવાનું રહેશે. જે પેન્‍શેનરો દ્વારા ઉપરોક્‍ત જણાવેલ વિગતો તેમજ આકરણી પત્રક જમા કરાવવામાં નહીં આવે તેઓનો કપાત કરવાપાત્ર આવકવેરો તેમના પેન્‍શનમાંથી માહે ડિસેમ્‍બર-૨૦૨૧ થી ફેબ્રુઆરી-૨૦૨૨ સુધીનાં સમયગાળા દરમિયાન કપાત કરી લેવામાં આવશે. જેની પેન્‍શનરોને નોંધ લેવા જિલ્લા તિજોરી અધિકારી વલસાડ દ્વારા જણાવાયું છે.

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here