વાપી તાલુકામાં ૭૦,૦૦૦ થી વધુ લાભાર્થીઓ માટે કોવિડ-૧૯ ૨સીનો ડોઝ ઉપલબ્‍ધ.

0

તા.૪થી ડિસેમ્‍બરે વાપી તાલુકામાં કોવિડ-૧૯ રસીકરણ મેગા ડ્રાઇવ યોજાશે.

કોરોનાની મહામારીમાં કોરોના જેવા ગંભીર રોગથી બચવા હાલ કોવિડ  ૧૯ ૨સીક૨ણ જ એક માત્ર ઉત્તમ ઉપાય છે. કોરોના સામે લડવાની શક્‍તિમાં વધારો કરી શકાય તે માટે ૧૮ કે તેથી વધુ ઉંમરનાં તમામ નાગરિકોએ કોરોના વિરોધી રસી લેવી જરૂરી છે. હાલની સ્‍થિતીએ વલસાડ જિલ્લામાં પ્રથમ ડોઝ તથા બીજા ડોઝની કામગીરીમાં ઉત્તરોતર વધારો થઇ રહયો છે.

તા. ૦૪/૧૨/૨૦૨૧ નાં રોજ વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં કોરોના સુરક્ષાચક્ર સલામત કરવા ખાસ કોવિશિલ્‍ડ અને કોવેક્‍સીન રસીક૨ણ મેગા ડ્રાઇવ કરવાનું આયોજન કરવામાં આવ્‍યુ છે. જેમાં પ્રથમ ડોઝનાં બાકી રહેલા તમામ તથા જે વ્‍યક્‍તિએ કોવેક્‍સીનનો પ્રથમ ડોઝ લીધેલ હોય અને ૨૮ દિવસ પુર્ણ થયા હોય તેમજ કોવિશિલ્‍ડનો પ્રથમ ડોઝ લીધો હોય અને ૮૪ દિવસ પુર્ણ થયા તેવા તમામ ગ્રામીણ તેમજ શહેરી વિસ્‍તારોનાં લાભાર્થીઓ, નોકરી  ધંધા અર્થે આવેલ પરપ્રાંતિયો, કંપનીમાં નોકરી કરતાં કર્મચારીઓને લાભ લેવા માટે જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્‍ય તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે. આ મેગા ડ્રાઇવ માટે વાપી તાલુકામાં કોવિડ -૧૯ ૨સીક૨ણ ૭૦ હજારથી વધુ લાભાર્થીઓ માટે ડોઝ ઉપલબ્‍ધ કરાવાયો છે. આ રસીક૨ણ માટે લોકોમાં જાગૃતતા લાવી રસીકરણનો વ્‍યાપ વધારવા માટે તાલુકા પંચાયત, પ્રાથમિક શિક્ષણ, આઇ.સી.ડી.એસ. તેમજ પંચાયત વિભાગ ઉપરાંત ખાનગી હોસ્‍પિટલો અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ પણ આ મેગા ડ્રાઇવમાં જોડાશે. વધુમાં વાપી ખાતે આવેલી કંપનીઓમાં કોવિડ  ૧૯ રસીક૨ણના બીજા ડોઝ માટે વધુ કર્મચારીઓ બાકી હોય અને તેમને કંપની ખાતે રસીકરણ કેન્‍દ્રની જરૂર જણાય તો વલસાડ જિલ્લા આરોગ્‍ય તંત્રનો સંપર્ક સાધવા જણાવાયું છે.

 તા. ૦૪/૧૨/૨૦૨૧ને શનિવારના રોજ વાપી તાલુકાનાં અંદાજીત ૭૦ હજારથી વધુ કોવિડ-૧૯ ૨સીક૨ણ કેન્‍દ્રો જેવા કે, સબસેન્‍ટરો, પ્રા.આ.કેન્‍દ્રો , આંગણવાડી કેન્‍દ્રો , સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર, સબ ડિસ્‍ટ્રીક્‍ટ હોસ્‍પિટલ ખાતે ૭૦ હજારથી વધુ લાભાર્થીઓને કોવિડ-૧૯ ૨સીક૨ણથી સુરક્ષિત ક૨વાનું આયોજન હાથ ધરવામાં આવનાર હોય, પાત્રતા ધરાવતાં લાભાર્થીઓ વધુમાં વધુ લાભ લઇ પોતે, પોતાના પરિવા૨ તથા સમાજને સુરક્ષિત કરવા માટે જિલ્લા કલેક્‍ટર તથા જિલ્લા વિકાસ અધિકારી વલસાડ દ્વારા અપીલ ક૨વામાં આવી છે. ઉપરોક્‍ત કોવિડ- ૧૯ વેક્‍સિનેશન સેન્‍ટરોની યાદી જિલ્લા પંચાયત, વલસાડનાં વેબ સાઇટ પર પણ ઉપલબ્‍ધ કરવામાં આવી હોવાનું મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.

What’s your Reaction?
+1
1
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here