neil bhatt: ‘વિરાટ-પાખી’ને આશીર્વાદ આપવા રિસેપ્શનમાં આવ્યાં રેખા, ‘ગુમ હૈ કિસી કે પ્યાર’ની ટીમ પણ સામેલ થઈ – legendry actress rekha attendes aishwarya sharma and neil bhatt’s wedding reception

0


હાઈલાઈટ્સ:

  • નીલ અને ઐશ્વર્યાને આશીર્વાદ આપવા આવ્યાં અભિનેત્રી રેખા.
  • ગોલ્ડન રંગની કાંજીવરમ સાડીમાં સુંદર લાગતાં હતાં રેખા.
  • નીલ અને ઐશ્વર્યાએ રિસેપ્શનમાં રોમેન્ટિક ડાન્સ કર્યો હતો.

સીરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ના એક્ટર નીલ ભટ્ટ અને એક્ટ્રેસ ઐશ્વર્યા શર્માએ 30 નવેમ્બરે ઉજ્જૈનમાં પરિવારની હાજરીમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ કપલે મુંબઈ આવીને ઈન્ડસ્ટ્રીના ફેન્સ માટે રિસેપ્શનનું આયોજન કર્યું હતું. 2 ડિસેમ્બરે નીલ અને ઐશ્વર્યાનું રિસેપ્શન યોજાયું હતું. નીલ અને ઐશ્વર્યાના રિસેપ્શનમાં જાણીતા અભિનેત્રી રેખાએ હાજરી આપતાં ફંક્શનમાં ચાર ચાંદ લાગ્યા હતા. સદાબહાર અભિનેત્રી રેખાએ નીલ અને ઐશ્વર્યાને સુંદર ભેટ પણ આપી હતી.

‘વિરાટ’ અને ‘પાખી’એ પરિવારની હાજરીમાં ધામધૂમથી કર્યા લગ્ન, ‘સઈ’એ પાઠવ્યા અભિનંદન

પોતાના રિસેપ્શનમાં રેખાને આવેલાં જોઈને પહેલા તો ઐશ્વર્યાને વિશ્વાસ ન થયો પણ બાદમાં તે અને નીલ જઈને રેખાને પગે લાગ્યા હતા. ત્યારબાદ રેખાએ બંનેને આલિંગન આપ્યું હતું. રેખાએ કપલને અભિનંદન પાઠવીને તેમની સાથે વાતો કરી હતી.

નીલ અને ઐશ્વર્યાના રિસેપ્શનમાં રેખા ગોલ્ડન રંગની કાંજીવરમ સાડી પહેરીને આવ્યા હતા. અંબોડામાં વેણી, હેવી જ્વેલરી અને માંગ ટીકામાં રેખાનો લૂક આકર્ષક હતો. ઉલ્લેખનીય છે કે, રેખા સીરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ના સૂત્રધાર હતા. તેમણે શો માટે પ્રોમો પણ શૂટ કર્યો હતો. રસપ્રદ વાત તો એ છે કે, રેખા અને રણધીર કપૂરની ફિલ્મ ‘રામપુર કા લક્ષ્મણ’ના ગીતનું નામ પણ ગુમ હૈ કિસી કે પ્યાર મેં છે.

રેખાની હાજરીથી રિસેપ્શનમાં રોનક આવી હતી. હાજર રહેલા મહેમાનો પણ રેખાને જોઈને આનંદિત થઈ ગયા હતા. તેમની સાથે ફોટો પણ પડાવ્યા હતા. સીરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર કે’માં કરિશ્માનો રોલ કરતી એક્ટ્રેસ સ્નેહા ભાવસારે પણ રેખા સાથે તસવીરો ખેંચાવી હતી. સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતાં તેણે લખ્યું, “લેજેન્ડરી રેખાજીને મળીને ખૂબ આનંદ થયો. હું આભારી છું.”

એક્ટ્રેસ દીપિકા સિંહ પણ નીલ અને ઐશ્વર્યાના રિસેપ્શનમાં હાજર રહી હતી. ત્યારે તેણે રિસેપ્શનની વિવિધ તસવીરો અને વિડીયો શેર કરતું રીલ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું છે. જેમાં નવદંપતી, રેખા સહિત અન્ય મહેમાનો સાથેની ઝલક જોવા મળે છે. દીપિકાએ આ વિડીયો શેર કરતાં લખ્યું, “તમને બધો જ પ્રેમ, કાળજી, ખુશીઓ અને આજીવન સચવાઈ રહે તેવો સંબંધ મળે તેની શુભેચ્છા પાઠવું છે. લગ્ન માટે અભિનંદન નીલ અને ઐશ્વર્યા.” અભિનેત્રી નીલુ વાઘેલાની ઝલક પણ દીપિકાએ શેર કરેલા રીલમાં જોવા મળે છે.

એક્ટર યશ પંડિતે પણ રેખા સાથેની તસવીર શેર કરીને તેમને મળી શકવાની ખુશી વ્યક્ત કરી હતી. તેણે લખ્યું, “સૌથી સારા કલાકારો પૈકીના એક રેખાજીને મળીને ગર્વ અનુભવું છું. તેઓ ખૂબ ઉમદા વ્યક્તિ પણ છે.”

નીલ અને ઐશ્વર્યાના રિસેપ્શનમાં સીરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ની આખી ટીમ હાજર રહી હતી. એક્ટ્રેસ સ્નેહા ભાવસારે નીલ-ઐશ્વર્યાના રિસેપ્શનની ઝલક બતાવતા વિવિધ વિડીયો અને તસવીરો શેર કર્યા છે. નીલ અને ઐશ્વર્યાએ રિસેપ્શનમાં કેક કાપી હતી જેનો વિડીયો શેર કરતાં તેણે લખ્યું, ‘પ્રેમની જીત થાય છે.’ વિડીયોમાં સ્નેહા શોના અન્ય કલાકારો સાથે મસ્તી અને વાતો કરતી જોવા મળે છે.

લગ્નમાં પૂર્વ પ્રેમીઓનું મોં જોવા નથી માગતી કેટરિના, સલમાન બાદ રણબીર કપૂરને પણ ના બોલાવ્યો!

સ્નેહાએ એક તસવીર મિસ્ટર અને મિસિસ ભટ્ટ સાથે પણ શેર કરી હતી. તસવીરમાં સ્નેહા કપલને બુકે આપતી જોવા મળે છે. સ્નેહાએ તસવીરો શેર કરતાં લખ્યું, “બધાઈ હો.” ત્યારે ઐશ્વર્યાએ પોસ્ટ પર કોમેન્ટ કરીને તેનો આભાર માન્યો હતો.

આ સિવાય સ્નેહાએ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ની બાકીની કાસ્ટ સાથે પણ તસવીરો શેર કરી હતી. જેમાં સઈનો રોલ કરતી એક્ટ્રેસ આયશા સિંહ પણ જોવા મળે છે. આયશાએ નીલ અને ઐશ્વર્યા સાથે પોઝ આપ્યો હતો. ગ્રે રંગના લહેંગામાં આયશા ખૂબ જ સુંદર લાગતી હતી.

રિસેપ્શનમાં નીલ અને ઐશ્વર્યાના લૂકની વાત કરીએ તો, નીલે બ્લૂ રંગનો સૂટ પહેર્યો હતો. જ્યારે ઐશ્વર્યાએ બ્લૂ રંગનું સ્લીવલેસ ગાઉન પહેર્યું હતું. રિસેપ્શનમાં કપલે કેક કાપ્યા બાદ એકબીજાને કિસ કરી હતી. રિસેપ્શનમાં મિસ્ટર એન્ડ મિસિસ ભટ્ટે રોમેન્ટિક ડાન્સ કર્યો હતો. આ પણ તેઓ મન મૂકીને નાચતાં જોવા મળ્યા હતા.

એક્ટ્રેસ કિશોરી શહાણેએ નીલ અને ઐશ્વર્યાની ગ્રાન્ડ એન્ટ્રીનો વિડીયો પણ શેર કર્યો હતો. જેમાં કપલ મહેમાનોની વચ્ચે થઈને આવે છે અને તેમના પર ફૂલ વરસાવામાં આવી રહ્યા છે. તેઓ સૌનું અભિવાદન ઝીલે છે. કિશોરીએ આ વિડીયો શેર કરતાં લખ્યું, “અને આખરે એ સાંજ આવી ગઈ. પ્રેમાળ કપલ નીલ અને ઐશ્વર્યાની રિસેપ્શન સેરેમની.”

વિનિત રાણા

એક્ટર વિનીત રાણા પણ નીલ અને ઐશ્વર્યાના રિસેપ્શનમાં હાજર રહ્યો હતો. તેણે પણ કપલ સાથે તસવીર શેર કરી છે. ઉલ્લેખનીય છે કે નીલ અને ઐશ્વર્યાની મુલાકાત આ જ સીરિયલના સેટ પર થઈ હતી. કો-એક્ટર્સથી શરૂ થયેલી સફર જીવનસાથીમાં પરિણમી છે.

Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here