નેશનલ હાઈવે નં 48 ઉપર મિક્સસર ટ્રક ડિવાઇડર કુદાવી મહારાષ્ટ્ર તરફ જઈ રહેલ ટ્રક સાથે અથડાઇ.

0

પ્રાપ્ત માહિતી અનુસાર નેશનલ હાઈવે નંબર 48 ઉપર સીમેન્ટ કોન્ક્રીટનો માલ ભરેલ મિક્સર ટ્રક મળસ્કે 3 વાગ્યાના સમયે મુંબઇથી અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન અચાનક ડ્રાઈવરને ઝોકું આવી જતાં સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સામેની સાઈડ ટ્રક પલ્ટી મારી ઘસડાઈને મોડાસાથી ઘઉં ભરેલ ટ્રક મનોર (મહારાષ્ટ્ર) તરફ જઈ રહેલ ધડાકાભેર અથડાઇ હતી અને ટ્રક સર્વિસ રોડની ગ્રીલ તોડી ગટર ઉપર પલ્ટી થઈ ગઈ હતી.

જેમાં મોડાસાના ટ્રકના ક્લીનરને પગમાં ફ્રેકચર થવા પામેલ, સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટનાને લઈને હાઈવે અને સર્વિસ રોડ ઉપર ટ્રાફિક જામ થઇ હતી. વાપી ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી સવારના 9:30 વાગ્યા સુધી ખાડેપગે ઉભા રહી બંને ટ્રકને ખસેડવાની કામગીરી હાથ ધરી છે

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here