એક દિવસમાં ત્રણ દારૂની ગાડી ઝડપાતા ખેપીયાઓમાં ફફડાટ મચી ગઈ.

0

જેમાં બે વાપી ટાઉન પોલીસ અને એક વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેસનમાં ગુનો નોંધાયો છે

વલસાડ જીલ્લાના વાપીમાં એક જ દિવસમાં ત્રણ દારૂ ની ગાડી ઝડપાતા ખેપીયાઓમાં ફફડાટ મચી ગઈ છે. જેમાં બે વાપી ટાઉન પોલીસ અને એક વાપી જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. વાપી ટાઉન પોલીસને ગુરુવારે બાતમી મળતા કોપરલી ચારરસ્તા પર વોચ ગોઠવી હતી ત્યારે બાતમી વાડી ઇકો ગાડી નં જીજે-૧૯-એટી-૩૯૫ આવી પોહ્ચતા તેને રોકી તપાસ કરતા ઇકો ગાડી માંથી રૂ.૨૫૦૦૦ નો દારુ મળી આવ્યો હતો કાર, મોબાઈલ અને દારુ મળી કુલ રૂ.1,૭૫,૭૭૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.સાથેજ આરોપી ઇકો કાર ચાલક દુર્ગાસંકર આંગાશચંદ્ર જૈન ઉ.વ ૫૨ રહે શાંતિ નગર કડોદરા સુરતની અટકાયત કરી વધુ તપાસ વાપી ટાઉન પોલીસ કરી રહી છે.

બીજા કેસમાં વાપી ટાઉન પોલીસ કર્મીને બાતમી મળતા વાપી ગોલ્ડકોઈન સર્કલ પર વોચ ગોઠવી હતી જેમાં બાતમી વાડી વેગનાર કાર નં GJ-05-BZ-1727 આવી પોહ્ચતા તલાશિ લેતા દારૂની બાટલી નંગ 59 જેની કિંમત રૂ.૩૫,૬૦૦ સાથે મોબાઈલ અને વેગનાર કાર મળી કુલ રૂ.1,૪૦,૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તાપસ હાથ ધરી છે.

ત્રીજા કેસમાં વાપી જી.આઈ.ડી.સી પોલીસે રૂ.૧૦૦૦ નો દારુ વાહન ચેકિંગ દરમિયાન ઝડપી પડ્યો હતો. વૈશાલી ઓવરબ્રિજથી ગીરીરાજ હોટેલ તરફ જતા સર્વિસ રોડ પર પોલીસે કિયા સોનેટ કાર નં MH-47-AU-4460 જેની કિંમત રૂ.10 લાખને અટકાવી તપાસ કરતા ગાડીમાં થી રૂ.૧૦૦૦ નો દારુ  કબ્જે કરી અંદર બેસેલા ૪ ઈસમો ને પોલીસ સ્ટેશન લઇ જઈ કાર્યવાહી કરી હતી. મુંબઈ ની કોલેજ માં MSC કરી રહેલા ઈસમો ને ફોટોગ્રાફી નો શોખ હોવાથી દમણ ફરવા આવ્યા હતા અને જતી વખતે સાથે રૂ.૧૦૦૦ ના દારુની ખરીદી કરી હતી. આ કેસની તપાસ જી.આઈ.ડી.સી પોલીસના અહે.કો અમરત નારણ કરી રહ્યા છે.

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here