પિતાના પગલે ચાલશે પારિતોષ, અનુપમાની જેમ કિંજલ સાથે પણ થશે વિશ્વાસઘાત – anupamaa parutosh will have extra marital affair with anuj kapadia’s siter

0


હાઈલાઈટ્સ:

  • ટુંક સમયમાં અનુપમામાં થવાની છે નવા પાત્રની એન્ટ્રી.
  • પારિતોષ અનુજ કપાડિયાની બહેન સાથે અફેર ચલાવશે.
  • અનુપમાની જેમ કિંજલે પણ વિશ્વાસઘાત સહવો પડશે.

ટીવીની લોકપ્રિય સીરિયલની વાત કરવામાં આવે તો તેમાં અનુપમાનું નામ ચોક્કસપણે લેવામાં આવે છે. આ સીરિયલ અત્યારે દર્શકોના દિલ પર રાજ કરી રહી છે. સીરિયલમાં અવારનવાર નવા નવા ટ્વિસ્ટ આવતા રહે છે, જેના કારણે દર્શકોનો રસ જળવાઈ રહે છે. ટુંક સમયમાં સીરિયલમાં એક નવા કેરેક્ટરની એન્ટ્રી થવાની છે. રાજન શાહીની આ સીરિયલમાં અનેરી બાજાની એક મોટા ટ્વિસ્ટ સાથે આવશે. અનેરી શૉમાં અનુજની બહેનના રોલમાં જોવા મળશે. અનેરીનું અનુજની સાથે સાથે શાહ પરિવાર સાથે પણ ખાસ કનેક્શન જોવા મળશે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, સીરિયલમાં હવે પારિતોષ અને અનુજની બહેનનો લવ એન્ગલ દર્શાવવામાં આવશે. કાવ્યાને કારણે પારિતોષ અને કિંજલના સંબંધમાં પહેલાથી ખટરાગ આવી ગયો છે. કાવ્યા પારિતોષને કિંજલથી દૂર થવાની અને મૂવ ઓન કરવાની સલાહ આપે છે. પારિતોષના અનુપમા સાથેના વર્તનને કારણે કિંજલ પણ તેનાથી ખુશ નથી. આવી સ્થિતિમાં પારિતોષનું એક્સ્ટ્રા મેરિટલ અફેર દર્શાવવામાં આવે તો નવાઈ નહીં.

અનુપમા બાદ કાવ્યાને પણ ડિવોર્સ આપશે વનરાજ! ચોંકી જશે શાહ પરિવારના સભ્યો
ઉલ્લેખનીય છે કે પારિતોષ પોતાના પિતા વનરાજને આઈડલ માને છે અને તેમના પગલે ચાલવાનો પ્રયત્ન કરે છે. તેનો સ્વભાવ પણ વનરાજ જેવો જ છે. તો હવે વનરાજ અનુપમાના હોવા છતાં કાવ્યા સાથે રિલેશનશિપમાં હતો તેમ પારિતોષ પણ કિંજલના હોવા છતાં અન્ય મહિલા સાથે અફેર ચલાવશે. સીરિયલમાં કિંજલને એક પ્રેમાળ અને સેન્સિટિવ યુવતી દર્શાવવામાં આવી છે. હવે પોતાના જીવનમાં આવનારા આટલા મોટા તોફાનનો સામનો કિંજલ કેવી રીતે કરશે તે જોવાની વાત છે.

ત્રણ શરતોનું પાલન કરનારા મહેમાનોને જ કેટરીના અને વિકીના લગ્નમાં મળશે એન્ટ્રી

અત્યારે સીરિયલમાં બા અને બાપુજીની 50મી લગ્નજયંતિની ઉજવણી ચાલી રહી છે. કાવ્યા શાહ હાઉસ બા અને બાપુજીના નામે કરે છે, ત્યારે વનરાજ કાવ્યાને છૂટાછેડા આપવાની વાત કરે છે. વનરાજ હવે કાવ્યા સાથે રહેવા નથી માંગતો. જો કે વનરાજની બહેન ડોલી અનુપમાને વિનંતી કરશે કે તે વનરાજને સમજાવે અને આ છૂટાછેડાને અટકાવે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here