ચારરસ્તા નજીક સર્વિસ રોડ ઉપરથી યુવકનો મોબાઈલ ઝૂંટવી મોબાઈલ સ્નેચરો ફરાર.

0

બે ઈસમો સ્કૂટી ઉપર આવી મોબાઈલ ઝૂંટવી ભાગી ગયા

ઉદવાડા ખાતે રહેતા જયેશ રાઠોડ વાપી સ્થિત એક કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા સવારે 8 વાગ્યે આવ્યા હતા ત્યાર બાદ તેમના પિતાનો ફોન આવતા તે મોબાઈલ ઉપર વાતો કરતા ચારરસ્તા થી સર્વિસ રોડ થઈ ગુંજન તરફ જઈ રહ્ય હતા ત્યારે અચાનક પાછળથી બે ઈસમો સ્કૂટી ઉપર આવી જયેશ રાઠોડનો મોબાઈલ ઝૂંટવી ભાગી ગયા હતા જોકે જયેશ રાઠોડને કાઈ ખબર પડે તે પહેલા જ ટ્રાફિક નો લાભ લઈ બંને ઈસમો ત્યાંથી ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટનાને પગલે જયેશ રાઠોડે વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં અરજી કરી છે અને આગળની વધુ તપાસ ઉદ્યોગનગર પોલીસ કરી રહી છે.

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here