ચુંટણી પ્રચાર વખતે બીજી પાર્ટીને કેમ સપોર્ટ કર્યો કહી વાપીમાં યુવકને માર્યો

0

ચા પીવાના બહાને એકાંતમાં બોલાવી બીજી પાર્ટીને સપોર્ટ કેમ કર્યો કહી માર માર્યો

વાપી ગીતાનગરમાં રહેતા અરબાઝ નામના યુવકે ટાઉન પોલીસ મથકમાં લેખિતમાં ફરિયાદ કરી જણાવ્યું કે, ગુરૂવારે સાંજે તે એક મિત્રના મોબાઇલની દુકાન ઉપર હાજર હતો. તે સમયે એક ઓળખીતો તેની પાસે આવ્યો હતો. અને ચાલ ચા પીવા જઇએ કહી તેને સરદાર માર્કેટ તરફ લઇ ગયો હતો. જ્યાં પહેલાથી હાજર ચારથી પાંચ લોકોએ અરબાઝ સાથે બોલાચાલી કરી હતી અને પાલિકાની ચૂંટણીમાં સામેવાળી પાર્ટીને કેમ સપોર્ટ કર્યો કહી તેને માર માર્યો. સારવાર માટે અરબાઝને જનસેવા હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે લેખિત ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે. બે દિવસ પૂર્વે ચૂંટણીની અદાવતમાં ઘર સામે ફટાકડા ફોડી માર મારવાની ઘટના બની હતી. જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here