શિવશક્તિ સહયોગ સેવાશ્રમ ટ્રસ્ટ દ્વારા આંખોનો અને ડાયાબિટીસ તપાસનો કેમ્પ યોજાવામાં આવ્યો હતો

0

સંસ્થા દ્વારા અસહાય દિકરીઓ ના સમુહલગ્ન પણ કરાવામાં આવે છે

સેવાભાવી સંસ્થા શ્રી શિવશક્તિ સહયોગ સેવાશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટી દ્વારા  આજે શનિવાર ના દિવસે મફત આંખોની તપાસ, ચશ્મા વિતરણ અને ડાયાબીટીસની તપાસ અર્થે કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમા વલસાડ ની જાણીતી આર.એન.સી હોસ્પિટલના ડોક્ટરોએ તથા ડાયાબીટીસ તપસ માટે ડો. કેતન ભાઈએ ખુબજ સુંદર સેવા આપી હતી. આ કેમ્પમાં 250 થી વઘારે દર્દીઓએ આ સેવાનો લાભ લીઘો હતો તેમજ 150 થી વઘારે જરૂરતમંદો ને મફત ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતા. અને દરેક દર્દીઓ નુ ડાયાબીટીસ પણ તપાસવામાં આવ્યુ હતુ.

સાથે સાથે આંખના ટીપા(ડ્રોપ્સ) પણ વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ મોતિયાબિંદના ઓપરેશન ના જરૂરતમંદ દર્દીઓને મફત મોતિયાનું ઓપરેશન કરાવી આપવામા આવશે. સંસ્થા ના પ્રમુખ શ્રી ટ્રષ્ટીઓ તથા કમિટી સભ્યોએ કાર્યક્રમ ને સફળ બનાવવા ઉભાપગે સેવા બજાવી હતી. સમર્પણ ગ્રૃપ ના સેવાભાવી સભ્યો તથા અન્ય સેવાભાવી ભક્તોએ પણ હાજર રહી સેવામાં સહકાર આપ્યો હતો. પઘારેલા દરેક લાભાર્થી દર્દીઓએ સંસ્થાના આ સેવા કાર્ય ને દિલથી પ્રશંસા કરી આત્મ સંતોષ માન્યો હતો સંસ્થા વતી પ્રમુખ શ્રી મણીભાઈ પટેલે આર.એન.સી હોસ્પિટલ તથા સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. સેવામા આવેલ દરેક ડોક્ટરોએ પણ સંસ્થાની વ્યવસ્થા અને કામગીરી ને બીરદાવી હતી કાર્યક્રમ ના અંતમાં દરેક સેવાભાવી ડોક્ટરના પ્રિતિ ભોજન બાદ સેવાકાર્ય સફળ રીતે સંપન્ન થયુ હતુ.સંસ્થા દ્વારા થતા અનેક સેવા કાર્યોમાં અસહાય દિકરીઓ ના સમુહલગ્ન પણ કરવામાં આવે છે. આવતી 16 જાન્યુઆરી ના સમૂહ લગ્ન નુ આયોજન કરવામાં આવશે પરંતુ કોરોના જેવી બિમારી કે અન્ય બિમારી અથવા સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે તારીખમાં ફેરફાર થઈ શકે છે કંઈ ફેરફાર થશે તો પ્રમુખશ્રી તથા ટ્રષ્ટીઓ દ્વારા નક્કી કરી જાણ કરવામાં આવશે કોઈ પણ કાર્યક્રમ ની તારીખનો ફેરફાર કરવો ટ્રસ્ટ ને આઘીન રહેશે

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here