husband killed wife in vatva: પત્નીની હત્યા કરી પિતાએ પુત્રને કહ્યું-તારી માતા કોઈ સાથે ફોન પર વાત કરતી હતી ને મેં… – huband killed his wife over she talking on mobile with someone in ahmedabad

0


| I am Gujarat | Updated: Dec 4, 2021, 9:35 PM

વટવા વિસ્તારમાં રહેતા પતિએ તેની પત્નીની હત્યા કરી નાખી. હત્યા બાદ આરોપી પિતાએ તેના પુત્રને કહ્યુ કે, તારી માતા કોઈ સાથે ફોન પર વાત કરી રહી હતી. ગુસ્સો આવતા બંને વચ્ચે ઝઘડો થયો હતો

 

હાઈલાઈટ્સ:

  • પુત્ર રાત્રે પોતના બ્લોક નીચે મિત્રો સાથે વાત ચીત કરી રહ્યો હતો
  • પાડોશીએ તેને ફોન કર્યો અને કહ્યું કે, તેના માતા-પિતા ઝઘડી રહ્યા છે
  • પુત્ર ઘરમાં પહોંચ્યો તો તેની માતાને તપાસી તો તે કંઈ બોલી રહી નહોતી

અમદાવાદઃ પતિ-પત્ની વચ્ચે વાદ-વિવાદ અને ઝઘડો થવાના કિસ્સા દિવસે ને દિવસે વધી રહ્યા છે. આવી સામાન્ય વાતમાં પતિએ તેની પત્નીની હત્યા કરી નાખી હોવાનો કિસ્સો અમદાવાદના વટવા વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીં એક પતિએ તેની પત્નીને મોત ઘાટ ઉતારી દીધી હતી. વાતની જાણ પુત્રને થતા તે ઘરે દોડી આવ્યો હતો. જો કે, એ સમયે ખૂબ જ મોડુ થઈ ગયુ હતુ અને માતાનું મૃત્યુ થઈ ગયુ હતુ. આ મામલે વટવા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વટવા વિસ્તારમાં ગજેન્દ્ર ગડકર નામના ચાર માળીયા આવેલા છે. અહીં રહેતો શાહરૂખ શેખ કેટરિંગમાં મજુરી કામ કરે છે. તેના પિતા સલીમભાઈ ડુંગળી બટાવા વેચવાવાળાના ત્યાં નોકરી કરી છે. શાહરૂખ તેના માતા-પિતા અને એક નાનો ભાઈ તથા એક બહેન સાથે રહે છે. તેના માતા પિતાએ વર્ષો પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતા. પણ બુધવારનો દિવસ આ પરિવાર માટે અપશુકનિયાળ સાબિત થયો. શાહરૂખ જમીને રાત્રે તેના બ્લોકના નીચેના ભાગે ગયો હતો. તે તેના મિત્રો સાથે નીચે હતો અને વાતોચીતો કરી રહ્યો હતો.
શાક વધારે રસાવાળું બનાવ્યું તો પતિએ ઢીબી નાખી, પત્નીએ કરી પોલીસ ફરિયાદ
ત્યારે પોડાશીએ શાહરૂખને ફોન કરીને કહ્યું કે, તે જલ્દી ઘરે આવી જાય, કારણ કે તેના માતા-પિતા ઝઘડો કરી રહ્યા છે. આ વાત સાંભળતા જ તે દોડીને ઘરે પહોંચ્યો હતો. તેણે ઘરમાં જોયું તો વાતાવરણ શાંત હતુ. તેની માતા પેટના ભાગે ઊધી પડી હતી. એટલે શાહરૂખે તેને તપાસી પણ તે કંઈ બોલી નહીં. બાદમાં તેણે તેની માતાને બેડ પર ખસેડવાનો પ્રયાસ કર્યો તો તેના કાન અને નાકમાંથી લોહી નીકળવા લાગ્યુ.
ચાંદખેડાની ચતુર પોલીસે આ રીતે સ્કૂલ બેગ લઈને જતા બૂટલેગરોને પકડી પાડ્યા
ત્યારે શાહરૂખના પિતાએ ત્યાં હાથ જોડીને ઊભા હતા અને કહેવા લાગ્યા કે, તારી માતા કોઈ સાથે ફોન પર વાત કરી રહી હતી. આ વાતથી તેમને ગુસ્સો આવ્યો અને તેઓનો ઝઘડો થયો હતો. એટલે તેણે પત્નીની હત્યા કરી નાખી હતી. પિતાએ જ તેની માતાની નિર્મમ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. શાહરૂખે તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. બાદમાં ઘટનાની જાણ વટવા પોલીસને થઈ હતી. જે બાદ વટવા પોલીસે હત્યા કરનારા આરોપી પતિ સામે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મૌની રોય અને અનુપ્રિયા ગોયંકાનો કાતિલ અંદાજ

આસપાસના શહેરોના સમાચાર

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ

Web Title : huband killed his wife over she talking on mobile with someone in ahmedabad
Gujarati News from I Am Gujarat, TIL NetworkSource link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here