કોરોનાના નિયમોનો ભંગ કરનારા એક લાખથી વધારે લોકોની અત્યાર સુધી ધરપકડ થઈ – more than one lakh people arrested so far for flouting covid rules

0


હાઈલાઈટ્સ:

  • અમદાવાદ શહેર પોલીસે આપ્યો ચોંકાવનારો આંકડો.
  • અત્યાર સુધી 1 લાખ અમદાવાદીઓની ધરપકડ થઈ.
  • માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરે કારણોસર કેસ થયા.

અમદાવાદ- કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને અત્યારે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. આ વેરિયન્ટ વધારે પ્રમાણમાં ફેલાય નહીં તે માટે તમામ સરકારો પ્રયત્ન કરી રહી છે. આ સ્થિતિ દરમિયાન અમદાવાદથી એક ચિંતાજનક આંકડો સામે આવ્યો છે. આંકડાઓ દ્વારા જાણવા મળ્યું છે કે કોરોના મહામારીની શરુઆત થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધી ગાઈડલાઈનનો ભંગ કરવા બદલ ધરપરડ કરવામાં આવેલા લોકની સંખ્યા એક લાખ થઈ ગઈ છે.

અમદાવાદ શહેરના પોલીસ વિભાગ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, કોરોનાના નિયમોનો ભંગ કરવા બદલ 1,00,090 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરવું, માસ્ક ન પહેરવા, કર્ફ્યુના કલાકો દરમિયાન બહાર ફરવું, લોકડાઉનના સમયે બહાર નીકળવું વગેરે પ્રવૃત્તિઓને કારણે સજા કરવામાં આવી છે. આ આંકડો 24 જૂન, 2020થી 3 ડિસેમ્બર, 2021 સુધીનો છે. આંકડા પરથી કહી શકાય કે કોરોના મહામારીની શરુઆત થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધી દરરોજ સરેરાશ 191 લોકોની ધરપકડ થઈ છે.

દુબઈથી 30 લોકો અને યુકેથી અમદાવાદ આવેલી યુવતી કોરોના સંક્રમિત, વધુ તપાસ શરુ

એક પોલીસ અધિકારી જણાવે છે કે, અમે કોરોનાના નિયમોનો ભંગ કરવા બદલ 91,031 કેસ દાખલ કર્યા છે, જેમાં સરકારી આદેશોની અવગણના કરવી, જાણીજોઈને અથવા અજાણ્યામાં સંક્રમણ ફેલાવવું, ગેરકાયદેસર રીતે એકત્રિત થવું વગેરેને સમાવેશ થાય છે. અમુક કેસ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત દાખલ કરવામાં આવ્યા છે. ટુંકમાં કોરોનાના નિયમોનો ભંગ કરવા બદલ ઓછામાં ઓછા એક લાખ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

અધિકારીએ વધુમાં જણાવ્યું કે, મોટાભાગના લોકોની ધરપકડ કર્ફ્યુનું ઉલ્લંઘન કરવા બદલ અથવા સોશિયલ-ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ કરવા બદલ કરવામાં આવી છે. લોકોને આજે પણ રાતે બહાર ફરવાની આદત છે અને પોલીસને ચકમો આપીને તેઓ ગર્વ અનુભવતા હોય છે. પરંતુ જો પોલીસ તેમને પકડે તો ભાવુક થઈને બહાના બનાવતા હોય છે, જેમ કે બીમાર સ્વજન પાસે જતા હતા, વગેરે. પરંતુ અમને ખબર હોય છે કે મોટાભાગના લોકો ખોટું બોલતા હોય છે.

પત્નીની હત્યા કરી પિતાએ પુત્રને કહ્યું-તારી માતા કોઈ સાથે ફોન પર વાત કરતી હતી ને મેં…
અમુક લોકોની ધરપકડ માસ્ક ન પહેરવા બદલનો દંડ ના ભર્યો હોવાને કારણે કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, રાજ્ય સરકાર અત્યારે ઓમિક્રોન સામે લડવાની તૈયારી કરી રહી છે ત્યારે અમે સુનિશ્ચિત કરીશું કે કોરોનાના નિયમોનું પાલન ચુસ્તપણે કરવામાં આવે.



Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here