Penguins at science city aquatic gallery: સાયન્સ સિટીની એક્વાટિક ગેલેરીમાં નવું આકર્ષણ, દક્ષિણ આફ્રિકાથી લવાયા પાંચ પેંગ્વિન – five south african penguins gets new home at science city’s aquatic gallery

0


હાઈલાઈટ્સ:

  • દક્ષિણ આફ્રિકાના પેંગ્વિન લુપ્ત થવાના આરે છે. વિશ્વભરના દેશોમાં માનવ દેખરેખ હેઠળ તેમનું સંવર્ધન થઈ રહ્યું છે.
  • 2026 સુધીમાં દક્ષિણ આફ્રિકાની પ્રજાતિના પેંગ્વિન લુપ્ત થઈ જશે તેવું અનુમાન છે.
  • દક્ષિણ આફ્રિકાના પેંગ્વિન માટે અતિશય ઠંડું વાતાવરણ જરૂરી નથી.

અમદાવાદ: વિદેશના દરિયાકાંઠે અને બર્ફીલા પ્રદેશોમાં જોવા મળતાં પેંગ્વિન પક્ષી હવે સાયન્સ સિટીની એક્વાટિક ગેલેરીમાં જોવા મળશે. દક્ષિણ આફ્રિકાના દરિયાકાંઠા વિસ્તારમાં વસતાં પાંચ પેંગ્વિનને શનિવારે સાયન્સ સિટીની એક્વાટિક ગેલેરીમાં પોતાનું નવું ઘર મળ્યું હતું. જેનું ઉદ્ઘાટન રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. અધિકારીઓના કહેવા અનુસાર, પેંગ્વિનોને ક્વોરન્ટીન કરાયા હતા તેમજ તેઓ અહીંના વાતાવરણ સાથે અનુકૂલન સાધે તેની પણ કાળજી લેવામાં આવી હતી.

કોરોનાના નિયમોનો ભંગ કરનારા એક લાખથી વધારે લોકોની અત્યાર સુધી ધરપકડ થઈ

સાયન્સ સિટીના સિનિયર કર્મચારીએ કહ્યું, “એક્વાટિક ગેલેરીમાં થયેલો આ નવો ઉમેરો લોકોમાં આકર્ષણ વધારશે સાથે જ સમુદ્રમાં કેટલી જૈવ વિવિધતા સચવાયેલી છે તે મુલાકાતીઓ જાણી શકશે.”

સામાન્ય રીતે પેંગ્વિન્સ દક્ષિણ ધ્રુવીય વિસ્તારોમાં રહે છે. એન્ટાર્કટિકાના દરિયાકાંઠા, સાઉથ આફ્રિકા, સાઉથ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના કેટલાક વિસ્તારો અને ગેલાપાગોઝ સહિતના કેટલાક ટાપુઓ પર પેંગ્વિન્સ જોવા મળે છે.

સાયન્સ સિટીની એક્વાટિક ગેલેરીમાં લાવવામાં આવેલા પેંગ્વિન દક્ષિણ આફ્રિકા (Spheniscus demersus)ના છે. આ પ્રજાતિ સામાન્ય રીતે દક્ષિણ આફ્રિકામાં જ જોવા મળે છે. જોકે, તેમને કાળજી અને યોગ્ય દેખરેખ મળે તો વિશ્વના કોઈપણ ખૂણામાં ઉછેરી શકાય છે. આફ્રિકન પેંગ્વિનની વસ્તી ઝડપથી ઘટી રહી છે અને લુપ્ત થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. 2026 સુધીમાં આફ્રિકન પેંગ્વિનની પ્રજાતિ લુપ્ત થઈ જશે તેવું અનુમાન છે.

“પેંગ્વિનો માત્ર ઠંડા વાતાવરણમાં જ જીવતાં રહી શકે છે તેવી ગેરમાન્યતા પ્રવર્તે છે. આ વાત માત્ર એન્ટાર્કટિકાની પેંગ્વિનની પ્રજાતિ માટે જ સાચી છે. આફ્રિકાના પેંગ્વિન ટેમ્પરેચર ક્લાઈમેટમાં રહી શકે છે અને અહીં એક્વેરિયમ ખાતે અમે તેમના રહેઠાણનું તાપમાન 18 ડિગ્રી સેલ્સિઅસની આસપાસનું રાખી રહ્યા છીએ”, તેમ અધિકારીએ જણાવ્યું.

એલન મસ્કની ‘સ્ટારલિન્ક’ની ભારતમાં થશે એન્ટ્રી, લાયસન્સ માટે તૈયારી શરું કરી

ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલી મંત્રી જીતુ વાઘાણીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું, “આફ્રિકન પેંગ્વિનની આ પ્રજાતિ લુપ્ત થવાના આરે છે અને વિશ્વભરમાં માનવ દેખરેખ હેઠળ તેનું સંવર્ધન થઈ રહ્યું છે. સાયન્સ સિટીમાં પાંચ પેંગ્વિન લવાયા છે અને અહીં તેમનું યોગ્ય સંવર્ધન થશે તેવી આશા છે. ગુજરાતની ભાજપ સરકાર પર્યાવર અને કુદરતી ઈકો સિસ્ટમને સુરક્ષિત રાખવા માટે હંમેશા કાર્યરત રહી છે અને તે દિશામાં સતત પ્રયાસ કરવામાં આવે છે. તેના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજ્ઞાન અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવાય તેવા હેતુથી સાયન્સ સિટી 2.0નું લોકાર્પણ કર્યું હતું.”Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here