દસ્તાવેજોની નોંધણીમાં વિલંબ નહીં થાય, સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં થતી લાલિયાવાડીનો આવશે અંત – amount given for online token will be compared with registration amount at sub registrar offices

0


હાઈલાઈટ્સ:

  • શહેરની સબ રજિસ્ટ્રાર ઓફિસમાં ટોકનની થતી હતી હેરાફેરી.
  • સરકારે આ લાલિયાવાડી અટકાવવા માટે લીધો મહત્વનો નિર્ણય.
  • ટોકન અને નોંધણી સમયની વિગતો હવેથી ચકાસવામાં આવશે.

અમદાવાદ- શહેરની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં ઓનલાઈન ટોકન લેવા બાબતે ગંભીર પ્રકારની હેરાફેરી થતી હતી, જેના કારણે મોટી સંખ્યામાં લોકોને ઓનલાઈન ટોકન મેળવવામાં અને દસ્તાવેજ રજિસ્ટ્રેશન કરાવવામાં ભારે વિલંબ થતો હતો. અમદાવાદ શહેરની વિવિધ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજની નોંધણી માટે કેટલાક લોકો દ્વારા સામાન્ય રકમ ભરીને ઓનલાઈન ટોકનનો સ્લોટ બુક કરવામાં આવતો હતો. એક જ વ્યક્તિ દ્વારા એકથી વધારે ટોકન મેળવવામાં આવતી હતી.

ઓનલાઈન ટોકન લેતી વખતે જે રકમ દર્શાવવામાં આવી હોય તે અને વેચાણ દસ્તાવેજની રકમમાં મોટો તફાવત હોવા છતાં રજિસ્ટ્રારો દ્વારા વેચાણ સહિતના અન્ય દસ્તાવેજોની નોંધણી કરવામાં આવતી હતી. સરકારનું આ બાબતે ધ્યાન જતાં કડક પગલા લેવામાં આવ્યા છે. હવે ઓનલાઈન ટોકન લેતી વખતે વેચાણ દસ્તાવેજની જે રકમ દર્શાવી હશે, વેચાણ દસ્તાવેજ વખતે તે જ રકમ હોવી જરૂરી છે નહીં તો દસ્તાવેજોની નોંધણી નહીં થાય અને ઓનલાઈન ટોકન ફરીથી મેળવવવાની રહેશે.

સાયન્સ સિટીની એક્વાટિક ગેલેરીમાં નવું આકર્ષણ, દક્ષિણ આફ્રિકાથી લવાયા પાંચ પેંગ્વિન

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં વેચાણ દસ્તાવેજ સહિતના અન્ય દસ્તાવેજ નોંધાવવા માટે ઓનલાઈન ટોકન મેળવવાની વ્યવસ્થા છે. આ ટોકન મેળવવા માટે વેચાણ દસ્તાવેજની રકમ સહિતની વિગતો આપીને સ્લોટ બુક કરાવવાનો હોય છે. ટોકનમાં જે દિવસ અને સમય આપવામાં આવ્યો હોય ત્યારે જઈને દસ્તાવેજની નોંધણી કરાવવાની હોય છે. અમુક કચેરીઓમાં ટોકન માટે પણ એક અઠવાડિયાથી પંદર દિવસ સુધીનું વેટિંગ આવે છે. આની પાછળનું કારણ અમુક લોકોની ગેરપ્રવૃત્તિ જવાબદાર છે.

ઘણાં લોકો 500-1000 આપીને ઓનલાઈન ટોકન ખરીદી લેતા હોય છે અને પછી જે લોકોને દસ્તાવેજની ઉતાવળ હોય તે આ ટોકન ખરીદીને પોતાના દસ્તાવેજની નોંધણી કરાવતા હોય છે. રાજ્ય સરકારના નોંધણી સર નિરીક્ષક દ્વારા 30મી નવેમ્બરના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. તેમાં લખવામાં આવ્યુ હતું કે, સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં ઈ-ચલણ આધારે ઓનલાઈન અપોઈન્મેન્ટ લેવામાં આવે છે. ઘણીવાર પક્ષકાર દ્વારા અન્ય પક્ષકારના નામનું ઈ-ચલણ રજૂ કરવામાં આવે છે. આ કારણોસર સાચા પક્ષકારોને સમયસર ટોકન નથી મળતા અને ગેરપ્રવૃત્તિ કરનારા લોકોને પ્રોત્સાહન મળે છે.
કોરોનાના નિયમોનો ભંગ કરનારા એક લાખથી વધારે લોકોની અત્યાર સુધી ધરપકડ થઈ
ઉલ્લેખનીય છે કે હવે જ્યારે દસ્તાવેજ રજૂ કરવામાં આવશે ત્યારે દસ્તાવેજ અને ઈ-ચલણની વિગત ચકાસવાની રહેશે. બન્ને વિગતો એકસમાન હશે તો જ નોંધણી થશે. ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી આ પ્રકારની લાલિયાવાડી ચાલી રહી હતી, જેમાં વચેટિયાઓને કમિશન પણ મળતુ હતું. સરકારે આ પ્રવૃત્તિઓ પર બ્રેક મારવાનો પ્રયત્ન કર્યો છે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here