Taarak mehta ka ooltah chashmah on KBC: KBCમાં ‘તારક મહેતા..’ની ટીમ: બેસાડવાની સગવડ કરવામાં બિગ બી ગૂંચવાયા, જેઠાલાલે બધું થાળે પાડ્યું – taarak mehta ka ooltah chashmah team reaches to kaun banega crorepati 13 had fun with amitabh bachchan

0


હાઈલાઈટ્સ:

  • શાનદાર શુક્રવારના એપિસોડમાં KBC 13 ના મંચ પર આવશે ‘તારક મહેતા…’ના કલાકારો.
  • અમિતાભ બચ્ચન સામે પોતાના લગ્નની વાત કાઢશે પોપટલાલ.
  • જેઠાલાલને બાપુજીએ અમિતાભ બચ્ચન સામે કહ્યું- અક્કલ વગરનો ઢાંઢો.

ક્વીઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’માં અવારનાવર સેલિબ્રિટી ગેસ્ટ આવતાં રહે છે. જેને લઈને દર્શકોમાં ખાસ્સો ઉત્સાહ પણ જોવા મળે છે. આ વખતે શોના હોસ્ટ અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેસવા માટે એક-બે નહીં કલાકારોની આખી ફોજ આવવાની છે. સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમમાંથી 21 લોકો ‘કૌન બનેગા કરોડપતિ’ના સેટ પર પહોંચ્યા છે ત્યારે તેમને બેસવાની સમસ્યા ઊભી થઈ જાય છે.

નાનીએ આપેલી સાડી પહેરીને એક્ટ્રેસ સયંતની ઘોષે કરી સગાઈ, હલદી સેરેમની પણ સાદગીથી પૂરી થઈ

‘કૌન બનેગા કરોડપતિ’માં આ વખતે શાનદાર શુક્રવારના એપિસોડમાં જેઠાલાલ (દિલીપ જોષી), બાપુજી (અમિત ભટ્ટ), બબીતાજી (મુનમુન દત્તા), પોપટલાલ (શ્યામ પાઠક), ટપ્પુ (રાજ અનડકત), સોનુ (પલક સિદ્ધવાની), અંજલી (સુનૈના ફોજદાર), માધવી (સોનાલિકા જોષી), ભીડે (મંદાર ચાંદવાડકર), કોમલ (અંબિકા રંજનકર), ડૉ. હાથી (નિર્મલ સોની), તારક મહેતા (શૈલેષ લોઢા), રોશન સિંહ સોઢી (બલવિંદર સૂરી), રોશનભાભી (જેનિફર મિસ્ત્રી), ઐય્યર (તનુજ મહાશબ્દે) વગેરે જેવા શોના કલાકારો અને પ્રોડ્યુસર આસિત કુમાર મોદી સહિતની ટીમ જોવા મળશે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની આખી કાસ્ટમાંથી જેઠાલાલ અને બાપુજી ઉપરાંત પોપટલાલ અને આસિત કુમાર મોદી હોટ સીટ પર બેસે છે. બાકીની કાસ્ટ ઓડિયન્સમાં બેઠેલી જોવા મળે છે. ચેનલ દ્વારા આ સ્પેશિયલ એપિસોડના બે પ્રોમો શેર કરવામાં આવે છે. જેમાં અમિતાભ બચ્ચન સાથે કલાકારો મજાક અને રમૂજ કરતાં જોવા મળે છે.

એક પ્રોમો સામે આવ્યો છે જેમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની આખી કાસ્ટનું સ્વાગત કર્યા બાદ અમિતાભ બચ્ચન કહે છે કે, તમે 21 લોકો છો? આ લોકોને બેસાડવા ક્યાં તેની મૂંઝવણ બિગ બીને છે ત્યારે જેઠાલાલ મુશ્કેલી દૂર કરી આપે છે. તે કહે છે, ‘બે જણ તો અહીં (હોટસીટ પર) બેસી જશે. જ્યારે બાકીના નીચે પંગત લગાવીને બેસી જશે.’ આ સાંભળીને અમિતાભ બચ્ચનના મોંમાંથી નીકળે છે, ‘હે! ભગવાન’. આ જ પ્રોમોમાં આગળ પોપટલાલ પોતાના લગ્નની વાત કરે છે. સાથે જ કહે છે તેને જમવાનું બનાવતા આવડે છે અને લોકડાઉનમાં તો કચરા-પોતા કરતાં પણ શીખી ગયો. આ સાંભળીને બિગ બી તેને શાબાશી આપે છે.

‘અનુપમા’માં થશે જાણીતી ટીવી એક્ટ્રેસની એન્ટ્રી, અનુજ કપાડિયા સાથે હશે ખાસ સંબંધ!

બાદમાં અમિતાભ બચ્ચન બ્રેક લેવાની વાત કરે છે ત્યારે જેઠાલાલ જઈને નાસ્તાથી ભરેલી આખી ટ્રોલી લઈને આવે છે. આ જોઈને બિગ બી હસી પડે છે. ત્યારબાદ ગોકુલધામના રિવાજ પ્રમાણે, સૌ ગોકુલધામવાસીઓ કેબીસીના મંચ પર ગરબા રમે છે.

બીજો એક પ્રોમો સામે આવ્યો છે જેમાં અમિતાભ બચ્ચનને જેઠલાલા પૂછે છે કે, તે તો અભિષેકને ઠપકો નહીં આપતા હોય ને? ત્યારે બિગ બી કહે છે કે, “નાનો હતો ત્યારે ઠપકો આપતો હતો પણ હવે મોટો થઈ ગયો છે તો નથી લડતો.” આ દરમિયાન બાપુજી જેઠાલાલ સામે જોઈને મોં બગાડે છે. પછી અમિતાભ જેઠાલાલને સવાલ કરે છે કે, તમારા બાપુજી લડે છે તમને? ત્યારે જેઠાલાલ સંકોચમાં આવીને ના પાડે છે. જે બાદ બાપુજી જેઠાલાલને ‘અક્કલ વગરનો ઢાંઢો’ કહે છે, જે સાંભળીને અમિતાભ બચ્ચન હસી પડે છે.

શોના સામે આવેલા પ્રોમો પરથી ચોક્કસ કહી શકાય કે આ વખતનો શાનદાર શુક્રવારનો એપિસોડ ધમાકેદાર અને હાસ્યથી ભરપૂર બની રહેવાનો છે.

Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here