Arunita kanjilal: પવનદીપ રાજનને પસંદ નથી કરતાં અરુણિતા કાંજીલાલના પેરેન્ટ્સ, મ્યૂઝિક વિડીયો છોડવાનું શું છે કારણ? – did arunita kanjilal quit second music video because her parents not want her to work with pawandeep rajan

0


હાઈલાઈટ્સ:

  • અરુણિતા કાંજીલાલની મમ્મીને નથી ગમતો પવનદીપ રાજન?
  • મ્યૂઝિક વિડીયો છોડવાનો નિર્ણય અરુણિતાએ પરિવારના કહેવા પર લીધો છે?
  • એક્ટિંગ કરવામાં સહજ ના હોવાનું કહીને અરુણિતાએ મ્યૂઝિક વિડીયો છોડ્યો હતો.

‘ઈન્ડિયન આઈડલ 12’ ફેમ અરુણિતા કાંજીલાલ માત્ર 18 વર્ષની છે. આ શો ચાલતો હતો ત્યારે જ કો-કન્ટેસ્ટન્ટ પવનદીપ રાજન સાથે અરુણિતાના અફેરના સમાચાર મીડિયામાં વહેતા થયા હતા. આ સમાચાર જાણીને અરુણિતાના પેરેન્ટ્સને ચિંતા થાય તે સ્વાભાવિક છે. હવે ચર્ચા છે કે, અરુણિતાની મમ્મી આ અહેવાલોથી ખૂબ નારાજ થઈ હતી. હકીકતે શો વખતે પણ તેમને પવનદીપ રાજન ખાસ પસંદ નહોતો. આ વાતની હકીકત જાણવા માટે અમારા સહયોગી ઈટાઈમ્સે અરુણિતાને મેસેજ કર્યો હતો. અરુણિતા કાંજીલાલે રાજ સૂરાનીનો મ્યૂઝિકલ પ્રોજેક્ટ છોડી દીધો છે. આ પાછળનું કારણ શું છે તે જાણવાનો પ્રયત્ન ઈટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ અરુણિતાનો મોબાઈલ સવારથી બંધ હતો.

અભિષેક બચ્ચનના કરિયર માટે ઐશ્વર્યા રાયે આપ્યું બલિદાન, એક્ટરે ખુલાસો કરતાં કહ્યું- ‘તેનો ઋણી છું’

બાદમાં વોટ્સએપ કૉલ કર્યો ત્યારે એક મહિલાનો ગુસ્સામાં અવાજ સંભળાયો અને તેમણે કહ્યું કે, ‘તમે આ રીતે તેને સીધો ફોન ના કરી શકો. સોનીમાંથી તેના મેનેજર સૂરજને ફોન કરો.’ થોડી મિનિટો બાદ ઈટાઈમ્સ દ્વારા મોકલવામાં આવેલા વોટ્સએપ મેસેજમાં બ્લૂ ટીક આવી ગઈ હતી. એટલે અરુણિતા અથવા તો તેના પરિવારે મેસેજ જોઈ લીધો હતો પરંતુ જવાબ નહોતો આપ્યો.

દેખીતી રીતે જ આમાં પેરેન્ટ્સ દીકરીને કંટ્રોલ કરી રહ્યા છે. ડાયરેક્ટર રાજ સૂરાનીએ અરુણિતાને પવનદી સાથે ત્રણ મ્યૂઝિક વિડીયો માટે સાઈન કરી ત્યારે પણ પેરેન્ટ્સની દખલગીરી રહી હશે. જોકે, ‘ઈન્ડિયન આઈડલ 12’ના ફિનાલે વખતે કોન્ટ્રાક્ટ સાઈન થયો ત્યારે અરુણિતાના પિતાએ રાજ સૂરાની સાથે સ્પષ્ટતા કરી હતી કે, અરુણિતા ઈન્ટીમેટ સીન નહીં કરે. ત્યારે રાજે તેમને કહ્યું હતું કે, અરુણિતાના માતાપિતા ગીત શૂટ થાય ત્યારે હાજર રહી શકે છે.

અરુણિતાના ગાર્ડિયન દ્વારા એક યુવાન છોકરીને તેની મેનેજર તરીકે રાખવામાં આવી હતી. તેને રાજના પહેલા મ્યૂઝિક વિડીયોના શૂટિંગ દરમિયાન સેટ પર મોકલવામાં આવી હતી. ઈટાઈમ્સ ટીવી પાસે માહિતી છે કે, અરુણિતાની ગાર્ડિયન મુંબઈમાં રહે છે અને તેના અત્યાર સુધીના અસાઈમેન્ટ્સ માટેની વાતચીત હોય કે તેને લગતું બીજું કંઈ કામ તે જ સંભાળે છે.

થોડા દિવસ પહેલા જ અરુણિતાએ ધડાકો કરતાં કહ્યું હતું કે, તે પવનદીપ સાથે બીજા મ્યૂઝિક વિડીયોમાં કામ નહીં કરે. અરુણિતાએ બીજું ગીત રેકોર્ડ કરી દીધું છે. ગીતના શૂટિંગ માટે તેણે રિહર્સલ પણ કર્યા હતા. અરુણિતા મ્યૂઝિક વિડીયોનું શૂટિંગ નહીં કરે તે વાત પણ રાજને તેના પરિવારે કોઈના દ્વારા કહેવડાવી હતી. આ વાત પહેલા ગીત માટેની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ એ પહેલા જ કહી દેવામાં આવી હતી. મહત્વનું છે કે, પ્રેસ કોન્ફરન્સમાં અરુણિતા હાજર રહી હતી.

ઈટાઈમ્સ ટીવીને મળેલી જાણકારી અનુસાર, છેલ્લે જ્યારે રાજ અને અરુણિતાની મુલાકાત થઈ હતી ત્યારે તેમણે અરુણિતાને સમજાવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વ્યર્થ ગયો. ત્રણ સોન્ગનું પેકેજ જેનું બીજું નહીં ત્રીજું ગીત પણ અરુણિતા રેકોર્ડ કરી ચૂકી છે અને રાજ તેનો અવાજ બાકીના બંને ગીતોમાં રાખવાનો છે. તેમ છતાં અરુણિતા મ્યૂઝિકલ પેકેજ છોડવાની જિદ્દ પર અડેલી રહી હતી ત્યારે રાજે વારંવાર આ પાછળનું કારણ પૂછતાં તેણે કહ્યું કે, ‘તેનો પરિવાર પણ નથી ઈચ્છતો કે તે આ પ્રોજેક્ટ કરે.’ જોકે, રાજ સાથેની વાતચીતના અંતે અરુણિતાએ વિચારીને જવાબ આપીશ તેમ કહ્યું હતું.

બીજા મ્યૂઝિક વિડીયો માટે પવનદીપ સામે કોઈ નવી યુવતીને લેવામાં આવી છે અને તેની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે ભવિષ્યમાં ક્યારેય કોઈ મ્યૂઝિક વિડીયોમાં દેખાવાના પરિવારના નિર્ણયને અરુણિતા વળગી રહેશે કે પછી રાજના વિડીયો માટે જ આ નિર્ણય લેવાયો હતો?

KBCમાં ‘તારક મહેતા..’ની ટીમ: બેસાડવાની સગવડ કરવામાં બિગ બી ગૂંચવાયા, જેઠાલાલે બધું થાળે પાડ્યું

આ વિશે વાત કરવા રાજનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, “જો અરુણિતા પર્ફોર્મ જ નથી કરવા માગતી તો તેણે વિદેશમાં શો કેમ કર્યા? એવું લાગે છે કે, આ વિડીયોમાં એક્ટિંગ ના કરવાનો નિર્ણય તેણીના પરિવારનો હતો. હું ચોક્કસથી નિરાશ થયો છું.”

જ્યારે સૂરજનો સંપર્ક કરવામાં આવ્યો અને તેને પૂછવામાં આવ્યું કે, અરુણિતા પવદીપની સાથે મ્યૂઝિક વિડીયોમાં કામ ન કરવું પડે એટલે છોડી રહી છે? અરુણિતાની મમ્મીને પવનદીપ સામે વાંધો હતો અને તેની સાથે ઉડેલી અફેરની અફવાને લીધે આ નિર્ણય લેવાયો છે? ત્યારે જવાબ આપતાં તેણે કહ્યું, “આવું કશું જ નથી. અરુણિતા એક્ટિંગ કરવામાં સહજ નથી અને એ દિશામાં જવા પણ નથી માગતી. તે માત્ર સિંગિંગ પર ધ્યાન આપવા માગે છે. રાજની કંપનીએ તેને અમુક પ્રકારની એક્ટિંગ કરવાનું કહ્યું અને તેણે પ્રયાસ પણ કર્યો પરંતુ આ તેના માટે ખૂબ મુશ્કેલ હતું. એટલે જ તેણે આમાંથી પાછળ ખસવાનો નિર્ણય કર્યો છે. જોકે, તે રિપ્રાઈઝ વિડીયોમાં જોવા મળશે જેમાં માત્ર ઊભા રહીને ગાવાનું છે અને એક્ટિંગ સ્કીલની જરૂર નથી. આ વિડીયોમાં તે પવનદીપ સાથે દેખાશે.”

Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here