અજાણ્યા શખ્સોની મિત્રતા મોંઘી પડી, 3 શખ્સોએ MP લઈ જઈને બોપલના યુવકની હત્યા કરી – three so called friends robed and killed software engineer from bopal in mp

0


હાઈલાઈટ્સ:

  • બોપલ વિસ્તારમાં રહેતા સોફ્ટવેરિ એન્જિનિયરની કરપીણ હત્યા.
  • અંકિત મહેતાની ત્રણ શખ્સો સાથે એક મંદિરમાં મિત્રતા થઈ હતી.
  • પૈસા ટ્રાન્સફર થયા હોવાને કારણે બોપલ પોલીસને હિન્ટ મળી.

અમદાવાદ- શહેરના બોપલ વિસ્તારમાં રહેતા 39 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરની મધ્યપ્રદેશના વિદિશામાં ત્રણ લોકો દ્વારા હત્યા કરવામાં આવી હોવાની જાણકારી સામે આવી છે. આ ત્રણ લોકોએ બે મહિના પહેલા બોપલના આ શખ્સ સાથે મિત્રતા કરી હતી. 20મી નવેમ્બરના રોત આ હત્યા કરવામાં આવી અને ત્યારપછી મૃતદેહને અવાવરું જગ્યાએ ફેંકી દેવામાં આવ્યો હતો. આ જાણકારી અમદાવાદ ગ્રામ્ય પોલીસ તરફથી મળી છે. ગુમ થયેલ વ્યક્તિની ફરિયાદની તપાસ કરતી વખતે તેમને હત્યાની ખબર પડી હતી.

જામનગરના ઓમિક્રોન પોઝિટિવના પત્ની અને સાળા સંક્રમિત, 85 લોકોનો વિસ્તાર સીલ

બોપલ પોલીસની જાણકારી અનુસાર, મૃતકની ઓળખ 39 વર્ષીય અંકિત મહેતા તરીકે થઈ છે. તે એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. 23મી નવેમ્બરના રોજ અંકિતના પરિવારે પોલીસને ફરિયાદ કરી હતી કે અંકિતનો કોઈ અતોપતો નથી. બોપલ પોલીસ જ્યારે તેને શોધી રહી હતી ત્યારે જાણવા મળ્યું કે તેનો મોબાઈલ ફોન ચાલુ છે અને યુપીઆઈ અકાઉન્ટમાંથી છ લાખ રુપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. લોકેશનને ટ્રેસ કરીને પોલીસ મધ્ય પ્રદેશના છત્રપુરમાં રહેતા તેના મિત્ર વાસુ સૈની સુધી પહોંચી.

પોલીસ પૂછપરછમાં વાસુ સૈનીએ કબૂલાત કરી કે અન્ય બે મિત્રો અમિત સની અને સમ્રાટ સૈનીની મદદથી 20મી નવેમ્બરના રોજ અંકિતની ગળુ દબાવીને હત્યા કરી હતી. બોપલ પોલીસે અંકિત વિષે જાણકારી મેળવવા માટે વિદિશા પોલીસનો સંપર્ક કર્યો. વિદિશા પોલીસના અધિકારીઓએ બોપલ પોલિસને જણાવ્યું કે, તેમને 20મી નવેમ્બરના રોજ એક મૃતદેહ મળ્યો હતો અને તેમણે આકસ્મિક મૃત્યુનો કેસ દાખલ કર્યો હતો. પોસ્ટમોર્ટમ કર્યા પછી મૃતદેહનો દાહ સંસ્કાર કરવામાં આવ્યો હતો.

સાત મહિના પહેલા કોરોનામાં મૃત્યુ પામનાર મહિલા પર મૂકાયો લાખોની છેતરપિંડીનો આરોપ
મધ્યપ્રદેશના સાગર જિલ્લામાંથી અમિતની ધરપકડ કરવામાં આવી છે જ્યારે સમ્રાટ હજી પણ ફરાર છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓએ પોલીસને જણાવ્યું કે તેમણે અંકિત મહેતા સાથે મંદિરમાં મિત્રતા કરી હતી. તે પોતાના જીવનની અંગત સમસ્યાઓને કારણે ચિંતામાં રહેતો હતો, માટે તેમણે ઉજ્જૈનના મંદિરમાં બાય રોડ જવાની સલાહ આપી હતી. તેમણે કાર ભાડે કરી હતી અને પછી અમદાવાદથી મધ્યપ્રદેશ લઈ ગયા હતા. તેમણે અંકિત પાસેથી બેન્ક અકાઉન્ટની માહિતી મેળવી અને પછી મફલરથી ગળુ દબાવીને હત્યા કરી. બોપલ પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને તપાસ શરુ કરી છે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here