Sayantani ghosh: એક્ટ્રેસ સયંતની ઘોષે પરિવારની હાજરીમાં સાદગીથી કર્યા લગ્ન, લાલ સાડીમાં સુંદર લાગતી બંગાળી દુલ્હન – actress sayantani ghosh and fiance anugrah tiwari ties knot in presence of family and friends

0


હાઈલાઈટ્સ:

  • લાલ રંગની બનારસી સાડીમાં સુંદર લાગતી હતી સયંતની ઘોષ.
  • એક્ટ્રેસ અને સયંતનીની ખાસ ફ્રેન્ડ બરખા સેનગુપ્તા પણ લગ્નમાં સામેલ થઈ હતી.
  • લગ્નના આગલા દિવસે સયંતની અને અનુગ્રહે સગાઈ કરી હતી.

સીરિયલ ‘તેરા યાર હૂં મેં’માં દલજીતના રોલમાં જોવા મળતી એક્ટ્રેસ સયંતની ઘોષ પરણી ગઈ છે. સયંતનીએ કોલકાતામાં ફિઆન્સે અનુગ્રહ તિવારી સાથે લગ્ન કર્યા છે. અનુગ્રહ અને સયંતનીએ માત્ર પરિવારજનો અને અંગત મિત્રોની હાજરીમાં સાદગીથી લગ્ન કરી લીધા છે.

નાનીએ આપેલી સાડી પહેરીને એક્ટ્રેસ સયંતની ઘોષે કરી સગાઈ, હલદી સેરેમની પણ સાદગીથી પૂરી થઈ

sayantani wedding1

લગ્નમાં સયંતનીએ લાલ રંગની બનારસી સાડી પહેરી હતી. માથામાં લાલ રંગનો ચાંદલો અને તેની આસપાસ સફેદ રંગના ટપકાં કર્યા હતા. લાલ સાડીમાં સયંતની ખૂબ જ સુંદર લાગતી હતી. અનુગ્રહે લગ્નમાં ધોતી અને એમ્બ્રોઈડરી કરેલા કુર્તો પહેર્યો હતો.

સયંતની અને અનુગ્રહના લગ્નની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સયંતનીએ પણ કેટલીક તસવીરો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી છે. જેમાં મિસ્ટર અને મિસિસ તિવારીની જોડી સુંદર લાગી રહી છે. સયંતનીએ તસવીરો શેર કરતાં લખ્યું, “આ રીતે જોતજોતામાં હું મિસમાંથી મિસિસ બની ગઈ.”

રવિવારે સવારે સયંતનીની હલદી સેરેમની તેના ઘરે જ પરિવારની હાજરીમાં યોજાઈ હતી. સયંતનીએ કોલકાતા ટાઈમ્સને જણાવ્યું કે, “જે ક્ષણે મેં શંખા પોલા (બંગાળમાં પરિણીત સ્ત્રીઓ દ્વારા પહેરાવામાં આવતી લાલ અને સફેદ રંગની બંગડી) પહેર્યા ત્યારે મને લાગ્યું કે કંઈક બદલાઈ રહ્યું છે. મેં સ્ક્રીન પર ભજવેલા અલગ-અલગ પાત્રો માટે પહેલા શંખા પોલા પહેર્યા છે પરંતુ આ વખતે જુદો જ અહેસાસ થયો. મને લાગે છે કે, બંગાળી દુલ્હન લાલ બનારસી સાડી, શંખા-પોલા, કપાળમાં ચંદન અને માથામાં સિંદૂર સાથે સુંદર લાગે છે.”

barkha sayantani wedding

ટીવી એક્ટ્રેસ બરખા સેનગુપ્તા સયંતનીની ખાસ બહેનપણી છે. ત્યારે બરખા પોતાની દીકરી મીરા સાથે સયંતની અને અનુગ્રહના લગ્નમાં સામેલ થઈ હતી. બરખાએ નવદંપતી સાથેની તસવીર શેર કરતાં તેમને શુભેચ્છા આપી છે. તસવીરમાં બરખાની દીકરી મીરાને પણ જોઈ શકાય છે.

પવનદીપ રાજનને પસંદ નથી કરતાં અરુણિતા કાંજીલાલના પેરેન્ટ્સ, મ્યૂઝિક વિડીયો છોડવાનું શું છે કારણ?

sayantani shankah pola

લગ્ન પહેલા સયંતનીએ પોતાના શંખ-પોલા અને બ્રાઈડલ મેકઅપની ઝલક સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને બતાવી હતી. લગ્ન માટે તૈયાર થયેલી સયંતની ખૂબ જ સુંદર લાગી રહી હતી.

સયંતની અને અનુગ્રહે લગ્નના આગલા દિવસે જ સગાઈ કરી હતી. ત્યારે તેણે સગાઈ બાદ ટાઈન્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં કહ્યું હતું, “હું અને અનુ (અનુગ્રહ) ખૂબ જ ઉત્સાહિત હતા. આ આનંદની લાગણી હતી. મેં રિંગ સેરેમનીમાં જે સાડી પહેરી હતી એ મારી દિદા (નાની)એ આપેલી ભેટ હતી. દિદાનું નિધન 2020માં થયું હતું એટલે તેમની યાદગીરી તરીકે મેં મારા ખાસ દિવસે તેમણે આપેલી સાડી પહેરવાનું નક્કી કર્યું. મને વિશ્વાસ છે કે તેઓ જ્યાં હશે ત્યાંથી અમને આશીર્વાદ આપી રહ્યા હશે. મેં જે બાલા (બંગડી) પહેર્યા હતા તે પણ એમણે આપેલી ભેટ હતી. બાકીની જ્વેલરી મારા પેરેન્ટ્સે આપેલી ભેટ છે. રિંગ સેરેમની દરમિયાન અનુ ઈમોશનલ થઈ ગયો હતો. તેના પિતાનું થોડા વર્ષો પહેલા નિધન થયું હતું અને તે તેમને યાદ કરીને ભાવુક થયો હતો. મારી મમ્મીની આંખમાં આંસુ હતા પણ હર્ષનાં.”

રસપ્રદ વાત એ છે કે, સયંતની રીલ અને રિયલ લાઈફ બંનેમાં દુલ્હન બની છે. સીરિયલમાં તેના પાત્ર દલજીતના પણ લગ્ન થઈ રહ્યા છે ત્યારે તેના માટે ડબલ ખુશીનો મોકો બની ગયો છે.

Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here