સાત મહિના પહેલા કોરોનામાં મૃત્યુ પામનાર મહિલા પર મૂકાયો લાખોની છેતરપિંડીનો આરોપ – seven months after covid death woman booked for cheating

0


હાઈલાઈટ્સ:

  • કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન મહિલાએ જીવ ગુમાવ્યો.
  • સબસિડીની લાલચમાં 24 લોકો પાસેથી 47 લાખ રુપિયા લીધા હતા.
  • મૃત્યુના સાત મહિના પછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી.

અમદાવાદ- કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યો હતો. બીજી લહેર દરમિયાન જીવ ગુમાવનારા એક મહિલાનો નોંધપાત્ર કિસ્સો સામે આવ્યો છે. મૃત્યુના સાત મહિના પછી મહિલા સામે છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ મહિલા પર આરોપ છે કે, તેમણે સરકારી યોજના અંતર્ગત હાઉસિંગ સબસિડી આપવાનું વચન આપીને 24 લોકો પાસેથી 47 લાખ રુપિયા પડાવ્યા હતા. તેમણે પૈસા લીધા પણ વચન પાળ્યું નહીં, માટે શનિવારના રોજ તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ઈસનપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆર અનુસાર, નિશા શાહ વટવા વિસ્તારમાં જાહેર વિતરણની દુકાન ચલાવતા હતા. ફરિયાદ અનુસાર તેમણે 24 લોકોને આશ્વાસન આપ્યુ હતું કે તે પોતાનું ઘર બનાવવા માટે સબસિડી લેવામાં મદદ કરશે. અને આ કામ બદલ તેમણે પૈસા પણ લીધા હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર જાન્યુઆરી 2019થી માર્ચ 2021 દરમિયાન તેમણે પૈસા લીધા હતા. તે સમયે કોરોના મહામારીની શરુઆત નહોતી થઈ.

જામનગરના ઓમિક્રોન પોઝિટિવના પત્ની અને સાળા સંક્રમિત, 85 લોકોનો વિસ્તાર સીલ

મે મહિનામાં જ્યારે તેમણે જીવ ગુમાવ્યો ત્યારે તેમની ઉંમર 55 વર્ષની હતી. તેમના મૃત્યુ પછી 24 લોકોએ વ્યક્તિગત રીતે તેમના દીકરી હેલીને પૈસા બાબતે પૂછપરછ કરી હતી. એ તમામ લોકોને હેલીએ જવાબ આપ્યો હતો કે તેમને માતાના આ પ્રકારના નાણાંકીય વ્યવહારની કોઈ જાણ નથી. વટવામાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતા ગુલાબ ટંકારિયાએ મૃતક નિશા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

માસ્ક ન પહેરવા બદલ દોઢ વર્ષમાં વસૂલાયો 294 કરોડનો દંડ, 41.60 લાખ લોકોને કરાયા દંડિત
ઈસનપુર પોલીસ સ્ટેશનાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં ગુલાબે કહ્યું છે કે જાન્યુઆરી 2019માં તેમને નિશા શાહની દુકાન વિષે માહિતી મળી હતી. એક વાર નિશા શાહે ગુલાબને કહ્યુ હતું કે જો તે પોતાનું ઘર ઈચ્છતા હોય તો તેણી મદદ કરી શકે છે. નિશા શાહે 3.50 લાખ રુપિયાની સરકારી સબસિડી અપાવવાનો દાવો કર્યો હતો. આટલું જ નહીં વટવા વિસ્તારમાં પિર ગેબનશાહની દરગાહ પાસે ઘર બનવાની વાત પણ કરી હતી. આ માટે નિશા શાહે ગુલાબ પાસેથી 70,000 રુપિયા લીધા હતા.

ગુલાબ કટારિયાએ નિશા શાહને જાન્યુઆરી અને જૂન 2020 દરમિયાન આ 70,000 રુપિયા ચૂકવ્યા અને રસીદ પણ મેળવી હતી. જ્યારે તે નિશા શાહને ફેબ્રુઆરીમાં મળ્યા તો તેમણે કહ્યુ હતું કે એપ્રિલ અથવા મે 2021 સુધીમાં તે સબસિડી અપાવી દેશે. જ્યારે સબસિડી બાબતે કોઈ અન્ય જાણકારી સામે ના આવી તો ગુલાબે નિશા શાહની દુકાનની મુલાકાત લીધી અને તેમના મૃત્યુના સમાચાર મળ્યા. ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે અન્ય 23 પીડિતો પણ સાથે ગયા હતા.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here