Anupamaa: હોસ્પિટલના બિછાને અનુજ, શું વનરાજના કારણે થઈ તેની આ હાલત?, કેમ માગી અનુપમાની માફી? – anuj kapadia land up in hospital and vanraj apologizes anupamaa major upcoming twist in the show

0


હાઈલાઈટ્સ:

  • સોશિયલ મીડિયા પર અનુજ કપાડિયાની કેટલીક તસવીરો વાયરલ થઈ છે.
  • તસવીરોમાં અનુજ કપાડિયા હોસ્પિટલમાં દાખલ થયેલો જોવા મળે છે.
  • અનુજની આ હાલત જોઈને અનુપમા ખૂબ દુઃખી થઈ જાય છે.

ટીવી સીરિયલ ‘અનુપમા’ પોતાની વાર્તા દ્વારા દર્શકોને જકડી રાખવામાં સફળ રહી છે. એટલે જ તો મોટાભાગે ટીઆરપી ચાર્ટમાં ટોપ પર જોવા મળે છે. શોમાં આવતા ટ્વિસ્ટ અને ડ્રામા દર્શકોને બાંધી રાખે છે. તાજેતરમાં જ શોમાં બતાવવામાં આવ્યું કે બા-બાપુજીની 50મી વેડિંગ એનિવર્સરી પર તેમના ફરીથી લગ્ન કરાવામાં આવ્યા. લગ્ન શાંતિથી પૂરા થયા બાદ મોટો ટ્વિસ્ટ આવ્યો. વનરાજને ગુમાવાના ડરથી કાવ્યાએ ઘર ફરી બા-બાપુજીના નામે કરી દીધું. પરંતુ કાવ્યાએ ઘર પડાવી લેવાની જે હરકત કરી હતી તેનાથી નારાજ વનરાજે તેને ડિવોર્સ આપવાનો નિર્ણય લીધો હતો.

‘અનુપમા’માં થશે જાણીતી ટીવી એક્ટ્રેસની એન્ટ્રી, અનુજ કપાડિયા સાથે હશે ખાસ સંબંધ!

ડિવોર્સ પેપર જોઈને ચોંકી ગયેલી કાવ્યા પોતાના લગ્ન બચાવા માટે યેનકેન પ્રયત્નો કરી રહી છે. વનરાજને સાથે વિતાવેલી ક્ષણો યાદ કરાવે છે પરંતુ વનરાજની આંખમાંથી તે ઉતરી ગઈ છે. આગામી એપિસોડમાં તમે જોશો કે વનરાજ કાવ્યાને ડિવોર્સ પેપર પર સહી કરવા માટે દબાણ કરશે. પરંતુ કાવ્યા ના પાડશે અને ઘરેલુ હિંસાનો કેસ કરવાની ધમકી આપશે. વનરાજ અને કાવ્યાના ડિવોર્સ થશે કે કેમ તે આગામી એપિસોડમાં ખબર પડી જ જશે પરંતુ તેનાથી પણ મોટો ટ્વિસ્ટ શોમાં આવવા જઈ રહ્યો છે.

anupama1

anupama

સોશિયલ મીડિયા પર શોના અપકમિંગ એપિસોડની કેટલીક તસવીરો વાયરલ થઈ છે. જેમાં અનુજ કપાડિયા હોસ્પિટલમાં જોવા મળી રહ્યો છે. અનુજના મોઢા પર ઓક્સિજન માસ્ક છે અને માથામાં પાટો બાંધેલો છે. બેભાન અવસ્થામાં તે હોસ્પિટલના બિછાને છે. અનુજની આ હાલત જોઈને અનુપમા ચિંતામાં દેખાઈ રહી છે.

anupama3

સામે આવેલી બીજી એક તસવીરમાં વનરાજ અનુપમાની સામે હાથ જોડીને બેઠેલો દેખાય છે. આ પરથી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે કે, શું વનરાજ અનુપમાની માફી માગીને તેને પોતાની જિંદગીમાં પાછી લાવવા માગે છે? સામે આવેલી તસવીરો શોમાં આવનારા મોટા ટ્વિસ્ટનો અણસાર આપી રહી છે.

anupama 2

એક તરફ અનુપમા અનુજ તરફ આકર્ષાઈ રહી છે. અનુજની ભલમનસાઈ તેને વધુને વધુ તેની તરફ ખેંચી રહી છે. એવામાં વનરાજ પરિવારને આગળ ધરીને અનુપમાને પોતાની જિંદગીમાં પાછી આવવા માટે મનાવશે?

એક્ટ્રેસ સયંતની ઘોષે પરિવારની હાજરીમાં સાદગીથી કર્યા લગ્ન, લાલ સાડીમાં સુંદર લાગતી બંગાળી દુલ્હન

જોકે, અનુપમા વનરાજ પાસે પાછી નહીં જાય તેવું લાગી રહ્યું છે કારણકે શોના મેકર્સે અનુજ અને અનુપમાની લવસ્ટોરી આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. ત્યારે જોવાનું એ રહેશે કે અનુજને હોસ્પિટલમાં જોઈને અનુપમાને તેના માટેના પ્રેમનો અહેસાસ થશે કે હજી ફેન્સને #MaAnના એક થવા માટે રાહ જોવી પડશે?

મીડિયા રિપોર્ટ પ્રમાણે, શોના મેકર્સ અનુજ અને અનુપમાના રોમેન્ટિક સીન માટે એક ઓરિજિનલ સાઉન્ડ ટ્રેક બનાવાની તૈયારી કરી રહ્યા છે. તમે જોયું હશે કે, અનુજ-અનુપમાની કોઈ ખાસ ક્ષણ આવે ત્યારે બેકગ્રાઉન્ડમાં કોઈ ફિલ્મનું ગીત વાગે છે. પરંતુ હવે અનુજ-અનુપમાની ખાસ ક્ષણમાં સ્પેશિયલ તેમના માટે તૈયાર કરવામાં આવેલું ગીત વાગશે. ત્યારે અનુજ-અનુપમાના ફેન્સ માટે પણ આ ગીત ખાસ બની રહેશે તે નક્કી.

જણાવી દઈએ કે, રાજન શાહીની આ સીરિયલમાં અનુપમાના રોલમાં રૂપાલી ગાંગુલી, અનુજના રોલમાં ગૌરવ ખન્ના, વનરાજના રોલમાં સુધાંશુ પાંડે અને કાવ્યાના રોલમાં મદાલસા શર્મા જોવા મળે છે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here