pm modi meets vladimir putin: ‘મારા પ્રિય મિત્ર વ્લાદિમીર પુતિન’ કહીને PM મોદીએ કર્યું સ્વાગત, આ મુદ્દાઓ પર કરી ચર્ચા – pm modi meets russian president vladimir putin, talks about various agendas

0


હાઈલાઈટ્સ:

  • પીએમ નરેન્દ્ર મોદીએ રશિયાના પ્રેસિડેન્ટ પુતિનનું ઉમળકાભેર સ્વાગત કર્યું
  • પીએમ મોદી અને પુતિન વચ્ચે અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ
  • પીએમ મોદી અને પુતિન વચ્ચે અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ

રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન આજે ભારતની મુલાકાત દરમિયાન હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદી સાથે વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ ભારત અને રશિયા વચ્ચેની મિત્રતાની પ્રશંસા કરી હતી, સાથે જ કોરોનાની લડાઈ, આર્થિક ક્ષેત્રે મૂડી રોકાણ, સંરક્ષણ ક્ષેત્રે, અફઘાનિસ્તાન વગેરે મુદ્દાઓ પર પીએમ મોદીએ પુતિન સાથે ચર્ચાઓ કરી હતી.

પીએમ નરેન્દ્ર મોદીએ મારા પ્રિય મિત્ર વ્લાદિમીર પુતિન એમ સંબોધન કરીને 21મા ભારત- રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં પુતિનનું સ્વાગત કર્યું હતું. અને સાથે કહ્યું હતું કે, હું જાણું છું કે વિતેલા બે વર્ષ દરમ્યાન કોરોના કાળમાં આ તમારી બીજી વિદેશ યાત્રા છે. ભારત પ્રત્યે તમારો જે લગાવ છે, તમારી જે વ્યક્તિગત કટિબધ્ધતા છે એ તેનું આ પ્રકારનું એક પ્રતિક છે. ભારત- રશિયા વચ્ચેના સંબંધોનું કેટલું મહત્વ છે તે આનાથી સ્પષ્ટ થાય છે. અને તે માટે હું આપનો ખૂબ જ આભારી છું.

આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું હતું કે, કોવિડના પડકારો હોવા છતાં ભારત અને રશિયાના સંબંધોની ગતિમાં કોઈ ફેરફાર થયો નથી. આપણી વિશિષ્ટ અને વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી સતત મજબૂત થતી ગઈ છે. કોવિડ વિરૂધ્ધ લડાઈમાં પણ બંને દેશો વચ્ચે બહેતર સહયોગ રહ્યો છે. રસીના ટ્રાયલ્સ હોય, કે ઉત્પાદન હોય, કે પછી માનવીય સહાયતા હોય, અથવા એકબીજાના નાગરિકોને દેશમાં પરત ફરવા માટેની વ્યવસ્થા હોય.

ભારત એક મોટી તાકાત અને અમારું જૂનું મિત્ર છે: પુતિન

પીએમ મોદીએ જણાવ્યું કે, વર્ષ 2021માં આપણા દ્વિપક્ષી સંબંધો અનેક પાસાઓની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. આ વર્ષે 1971ના શાંતિ, મૈત્રી અને સહયોગના પાંચ દાયકાના કરાર અને આપણી વ્યૂહાત્મક ભાગીદારીને બે દાયકા પૂરા થઈ રહ્યા છે. આ ખાસ વર્ષમાં તમારી સાથે ફરીથી મળવાનું થયું તે મારા માટે ઘણાં આનંદની વાત છે, કારણ કે આપણી વ્યૂહાત્મક ભાગીદારીમાં વિતેલા 20 વર્ષમાં જે નોંધપાત્ર પ્રગતિ થઈ છે તેના સૂત્રધાર તમે જ રહ્યા છો.

વિતેલા અનેક દાયકામાં વૈશ્વિક સ્તરે અનેક મૂળભૂત પરિવર્તનો આવ્યા છે. અનેક પ્રકારના જીઓ- પોલિટિકલ સમીકરણ ઉભરી આવ્યા છે, પરંતુ આ તમામ પરિવર્તનોની વચ્ચે ભારત અને રશિયા વચ્ચેની મિત્રતા સતત ચાલુ રહી છે. બંને દેશોએ નિઃસંકોચ એક બીજાને સહયોગ તો આપ્યો જ છે, પરંતુ સાથે સાથે એક બીજાની સંવેદનશીલતાનો પણ વિશેષ ખ્યાલ રાખ્યો છે. સાચા અર્થમાં આ એકથી બીજા દેશ સાથેની મૈત્રીનું એક અજોડ અને વિશ્વાસપાત્ર મોડલ છે.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, 2021ની આપણી વ્યૂહાત્મક ભાગીદારી પણ એક વિશેષ બાબત છે. આજે આપણાં વિદેશ અને સંરક્ષણ પ્રધાનો વચ્ચે 2+2 સંવાદની પ્રથમ બેઠક થઈ છે. તેનાથી આપણાં વ્યવહારિક સહયોગને આગળ ધપાવવાની એક નવી વ્યવસ્થા શરૂ થઈ છે. અફઘાનિસ્તાન અને અન્ય પ્રાદેશિક વિષયો અંગે પણ આપણે સતત એક બીજાના સંપર્કમાં રહ્યા છીએ. ઈસ્ટર્ન ઈકોનોમીક ફોરમ અને વ્લાદીવોસ્ટોક શિખર પરિષદથી શરૂ થયેલી પ્રાદેશિક ભાગીદારી આજે રશિયન ફારઈસ્ટ અને ભારતના રાજ્યો વચ્ચે વાસ્તવિક સહયોગમાં રૂપાંતર પામી રહી છે.

આર્થિક ક્ષેત્રોમાં પણ આપણાં સંબંધોને વધુ ઘનિષ્ટ બનાવવા માટે આપણે એક લાંબા ગાળાનું વિઝન અપનાવ્યુ છે. આપણે 2025 સુધી 30 અબજ ડોલરનો વેપાર અને 50 અબજ ડોલરનું મૂડી રોકાણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ લક્ષ્યો સુધી પહોંચવા માટે આપણે આપણાં વ્યાપારી સમુદાયોને માર્ગદર્શન આપવું જોઈએ. અલગ અલગ સેક્ટરોમાં આજે થયેલી સમજૂતિઓથી આ પ્રક્રિયાને મદદ મળશે. મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ કો-ડેવલપમેન્ટ અને કો-પ્રોડક્શનથી આપણો સંરક્ષણ સહયોગ વધુ મજબૂત થઈ રહ્યો છે. અવકાશ અને સિવિલ ન્યૂક્લિયર ક્ષેત્રોમાં પણ આપણો સહયોગ આગળ ધપી રહ્યો છે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here