mount abu: માઉન્ટ આબુમાં કડકડતી ઠંડી, 5 ડિગ્રીએ પહોંચ્યો તાપમાનનો પારો, ઠુંઠવાયા પ્રવાસીઓ – cold wave in rajasthan’s mount abu as temprature drops at 5 degree

0


હાઈલાઈટ્સ:

  • વાદળછાયા વાતાવરણ બાદ માઉન્ટ આબુમાં પડી રહી છે કડકડતી ઠંડી
  • માઉન્ટ આબુમાં હાડ થીડવતી ઠંડીની વચ્ચે પ્રવાસીઓનો ધસારો પણ વધ્યો
  • ગુજરાતમાં પણ આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાની આગાહી

અમીરગઢઃ ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. આ વચ્ચે રાજસ્થાનના હિલ સ્ટેશન અને ગુજરાતીઓના ફેવરિટ તેવા માઉન્ટ આબુમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે. શિયાળાની શરૂઆત સાથે જ માઉન્ટ આબુના તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણના કારણે ઠંડીનું જોર વધ્યું હતું અને એક દિવસ પહેલા તાપમાનનો પારો ગગડીને પાંચ ડિગ્રીએ પહોંચી ગયો હતો.

મહારાષ્ટ્રમાં વધુ બે કેસ, દેશમાં ઓમિક્રોનથી સંક્રમિતોની સંખ્યા 23એ પહોંચી
શિયાળામાં પણ માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ઠંડીમાં અહીં ફરવા આવેલા લોકો પણ ઠુંઠવાયા હતા. જો કે, તેમણે આવી કાતિલ ઠંડી વચ્ચે નકી લેકમાં બોટિંગ કરવા સહિતની મજા પણ માણી હતી.

બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા માઉન્ટ આબુમાં પર્યટકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ગત શનિવાર-રવિવારના દિવસે તો માત્ર નકી લેક જ નહીં પરંતુ ગુરુશિખર, દેલવાડા સહિતની જગ્યાઓ પર પણ એટલી ભીડ હતી. પર્યટકોએ ઠંડીની વચ્ચે વહેલી સવારે અને મોડી રાતે તાપણું કરતાં જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, માઉન્ટ આબુ એ ગુજરાતીનું પ્રિય સ્થળ છે. મોટાભાગના ગુજરાતીઓ કોઈ તહેવારની રજા પર અથવા વીકએન્ડ પર પરિવાર સાથે અહીંયા પહોંચી જતા હોય છે.

અમદાવાદ સિવિલમાં ઓમિક્રોન વોર્ડ ઉભો કરાયો, બેડ પર વેન્ટિલેટર સહિતની સુવિધા
ગુજરાતની વાત કરીએ તો, હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાનો છે. ઉત્તરપૂર્વીય દિશામાંથી આવતા ઠંડા પવનના કારણે ઠંડી વધશે. સમગ્ર રાજ્યમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રી જેટલો ઘટાડો થશે. અત્યારે નલિયામાં સૌથી વધારે ઠંડી પડી રહી છે, જો કે અમદાવાદમાં પણ ઠંડી વધવાની છે. ત્રણ દિવસ સુધી ઠંડીનો ચમકારો વર્તાશે.

ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જે બાદ જબરદસ્ત ઠંડી પડી હતી. 10 ડિસેમ્બર બાદ ફરી આવી જ ઠંડી પડશે તેવી હવામાન વિભાગની આગાહી છે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here