BB 15: ‘તુ મને પસંદ તો કરે છે ને?’, કરણ કુન્દ્રાએ કર્યો પ્રેમનો એકરાર, મળ્યો આ જવાબ – bigg boss 15 karan kundra proposes tejaswi prakash

0


હાઈલાઈટ્સ:

  • બિગ બોસના ઘરમાં શરુ થઈ કરણ-તેજસ્વીની લવ સ્ટોરી.
  • કરણ કુન્દ્રાએ તેજસ્વી પ્રકાશ આગળ પ્રેમનો એકરાર કર્યો.
  • કરણની વાત સાંભળીને શરમાઈને તેજસ્વીએ આપ્યો જવાબ.

બિગ બોસના ઘરમાં એક તરફ કન્ટેસ્ટન્ટ્સ વચ્ચે બોલાચાલી અને લડાઈઓ જોવા મળી રહી છે, ત્યારે એક લવ સ્ટોરીનો ટ્રેક પણ ચાલી રહી છે. તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાની મિત્રતા વધી રહી છે અને તેમના સંબંધો ગાઢ થઈ રહ્યા છે. ઘરના સભ્યો અને બિગ બોસના દર્શકો જાણે છે કે કરણ અને તેજસ્વી એકબીજાને ખૂબ પસંદ કરે છે, અને આ જોડીની ચર્ચા બહાર પણ થઈ રહી છે. તેજસ્વી અને કરણ બિગ બોસના ઘરમાં ઘણો સમય સાથે પસાર કરે છે.

માલદીવ્સમાં ગર્લફ્રેન્ડ મલાઈકાને રોમેન્ટિક ડિનર પર લઈ ગયો અર્જુન, આપી સુંદર સરપ્રાઈઝ

મેકર્સે બિગ બોસ 15ના અપકમિંગ એપિસોડનો એક પ્રોમો રીલિઝ કર્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ એકબીજા પ્રત્યેના પ્રેમનો એકરાર કરશે. પ્રોમોમાં જોઈ શકાય છે કે તેજસ્વી અને કરણ ઘરના એક ખૂણામાં બેસીને વાત કરી રહ્યા છે. વાતચીત દરમિયાન કરણ તેજસ્વીને પૂછે છે કે, તુ મને પસંદ તો કરે છે ને? એવું તો નહીં થાય ને કે બિગ બોસના ઘરની બહાર જઈને….આના જવાબમાં તેજસ્વી બ્લશ કરે છે અને હા કહે છે.


કરણ અને તેજસ્વી વચ્ચેના આ બોન્ડને ફેન્સ ખૂબ પસંદ કરે છે અને આ વીડિયો પર પ્રેમ વરસાવી રહ્યા છે. એક તરફ આ લવ સ્ટોરી જોવા મળશે ત્યારે ઘરમાં લડાઈઓ અને શોકિંગ નોમિનેશન પણ જોવા મળશે. બિગ બોસ એક નોન-વીઆઈપીને બચાવવાનો નિર્ણય વીઆઈપી મેમ્બર્સને સોંપશે. દેવોલીના, રશ્મિ અને રાખીને સંચાલક બનાવવામાં આવશે. પ્રતીક, કરણ, નિશાંત, શમિતા અને બાકી તમામ નોન-વીઆઈપી સભ્યો પોતાને બચાવવા માટે એક બીજાને નોમિનેટ કરશે. આ દરમિયાન શમિતા અને પ્રતિકની લડાઈ થશે.

લગ્ન પહેલા જ મુશ્કેલીમાં ફસાયા કેટરીના કૈફ અને વિકી કૌશલ, બંને સામે નોંધાઈ ફરિયાદ
શમિતા આરોપ મૂકે છે કે પ્રતિક હંમેશા ફેર નથી હોતો જ્યારે પ્રતિક આરોપ મૂકે છે કે શમિતા મિત્રોને બચાવવાના ચક્કરમા ભેદભાવ કરે છે. શમિતા જ્યારે ખોટી હોય છે ત્યારે પણ આશા રાખે છે કે તેના મિત્રો તેને સપોર્ટ કરે. આ સાંભલીને શમિતા ગુસ્સે થઈ જાય છે, પરંતુ દેવોલીના પણ પ્રતિકને સપોર્ટ કરે છે. શમિતા પણ દેવોલીના પર ભડકી જાય છે.





Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here