Gandhinagar session court: દારુ પીવાના ગુનામાં 6 મહિનાની સજા તો બહુ આકરી કહેવાયઃ કોર્ટ – six month jail is too much for drinking alcohol said gandhinagar session court

0


| I am Gujarat | Updated: Dec 7, 2021, 11:32 AM

દારુ પીવો એટલો પણ ગંભીર ગુનો નથી કે તેના માટે 6 મહિનાની જેલ કરવામાં આવે તેમ જણાવીને ગાંધીનગર સેશન કોર્ટે આરોપીની 6 મહિનાની જેલની સજા ઘટાડીને 25 દિવસની કરી નાખી.

 

હાઈલાઈટ્સ:

  • કોર્ટે ટ્રાયલ કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો પણ ગુનેગારની સજા ઘટાડી નાખતા કહ્યું કે તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી.
  • કોર્ટે ચુકાદામાં કહ્યું કે આવા સમાન્ય ગુનામાં આરોપીને એટલી લાંબી જેલ ન થવી જોઈએ કે તે ગુનેગારો સાથે વધુ સંપર્કમાં રહે.
  • કોર્ટે ચિંતા દર્શાવતા કહ્યું કે વધુ સમય જેલમાં અન્ય ગુનેગારોના સંપર્કમાં ઘણીવાર વ્યક્તિ વધુ મોટા ગુના માટે આકર્ષાઈ શકે છે.

અમદાવાદઃગાંધીનગર સેશન કોર્ટ દ્વારા દારુ પીવાના ગુનામાં બેવાર પકડાયેલા એક વ્યક્તિની 6 મહિનાની જેલની સજાને ઓછી કરીને પહેલીવારના ગુના માટે 10 દિવસ અને બીજીવારના ગુના માટે 15 દિવસ કરી દીધી છે. ગાંધીનગર સેશન કોર્ટ સામે આ આવેલા આ કેસની વિગત મુજબ ગાંધીનગર જિલ્લાના માણસા ગામનો વતની અમિત મહેતા(49) વિરુદ્ધ માર્ચ 2015માં દારુ પીને જાહેરમાં ધમાલ મચાવવા માટે ગુજરાત પ્રોહિબિશન એક્ટના સેક્શન 66(1)(બી) અને 85(1)(3) અને ગુજરાત પોલીસ એક્ટની જોગવાઈ હેઠળ ગુનો નોંધ્યો હતો. ત્રણ મહિના પછી 12 જૂનના રોજ ફરી માણસા પોલીસે ફરી તેના ઘરે રેડ પાડી હતી અને દારુ પીધેલી હાલતમાં પકડી પાડ્યો હતો જે બાદ ફરી તેની સામે કાયદાની તે જ કલમો હેઠળ બીજો ગુનો નોંધવામાં આવ્યો હતો.
મહેમાને જમવાનું જલ્દી આપ નહીંતર તને ખાઈ જઈશ કહીને પરિણીતાને બાથ ભીડી
જે બાદ 7 એપ્રિલ 2018ના રોજ માણસામાં મેજિસ્ટેરિયલ કોર્ટમાં તેનો કેસ ચાલ્યો હતો અને કોર્ટે આરોપી અમિત મહેતાને દારુ પીવાના આરોપમાં સેક્શન 66(1)(બી) હેઠળ બંને ફરિયાદમાં ગુનેગાર માન્યો હતો. જ્યારે તેની સામે લગાવવામાં આવેલા અન્ય આરોપોમાં નિર્દોષ જાહેર કર્યો હતો. જોકે જે બે ગુનામાં ગુનેગાર માનવામાં આવ્યો તેમાં ટ્રાયલ કોર્ટ તેને 6 મહિનાની જેલ અને રુ. 1000નો દંડ કર્યો હતો. કાયદા મુજબ જ્યારે કોઈ વ્યક્તિ પહેલીવાર દારુ પીતા પકડાય છે તો તેને રુ. 1000નો દંડ અને વધુમાં વધુ 6 મહિનાની જેલની સજાની જોગવાઈ છે. તેમજ જો તે વ્યક્તિ ત્યારબાદ ફરી બીજીવાર આ જ ગુનામાં પકડાય છે તો તેને બે વર્ષ સુધીની જેલ અને રુ. 2000 સુધીનો દંડ થઈ શકે છે.
19 વર્ષની બહેને પ્રેમ લગ્ન કર્યા તો 17 વર્ષના ભાઈએ ધડથી માથુ અલગ કર્યું
જોકે મહેતાએ તેમને ફટકારવામાં આવેલી સજાને સેશન કોર્ટમાં પડકારી હતી અને પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું. જોકે સુનાવણી દરમિયા સેશન કોર્ટે ટ્રાયલ કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો હતો. જોકે આ સાથે મહેતાને કરવામાં આવેલી સજા અંગે સેશન કોર્ટનો મત અલગ હતો. કોર્ટે કહ્યું કે દારુ પીવાના ગુનામાં 6 મહિનાની સજા ખૂબ જ આકરી કહેવાય. આવા ગુનામાં આરોપીને એટલો સમય જ જેલની સજા કરવી જોઈએ જેનાથી તેને પોતાના ગુનાનું ભાન થઈ જાય.
દુલ્હન મંડપમાં રાહ જોતી રહી ગઈ અને પ્રેમિકા વરરાજાને લગ્ન સ્થળેથી ભગાડી ગઈ
કોર્ટે પોતાનું અવલોકન આપ્યા બાદ ચુકાદો આપતા કહ્યું કે મહેતાએ ગુનો જરુર કર્યો છે પરંતુ તેના નામે કોઈ ગુનાહિત ઇતિહાસ નથી તેમજ આ ગુનો પણ એટલો મોટો નથી કે વ્યક્તિને આટલા લાંબા સમય માટે જેલમાં રહેવું પડે. આ સાથે કોર્ટે મહેતાની જેલની સજાને ઓછી કરીને પહેલા ગુના માટે 10 દિવસ અને પછી બીજા ગુના માટે 15 દિવસ કરી નાખી હતી. કોર્ટે સજા ઓછી કરતા કહ્યું કે દારુ પીવા જેવા કિસ્સામાં જરુર કરતા વધુ આકરી સજા કરવી જોઈએ નહીં કે જેથી જેલમાં તે ગુનાહિત પ્રકૃતિના લોકોને મળે અને ગુનાની દુનિયા તરફ આકર્ષાય.

આસપાસના શહેરોના સમાચાર

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ

Web Title : six month jail is too much for drinking alcohol said gandhinagar session court
Gujarati News from I Am Gujarat, TIL NetworkSource link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here