Anupamaa: ખતરનાક માર્ગ અકસ્માતનો શિકાર બન્યો અનુજ કપાડિયા, અનુપમા કરશે સેવા – anupamaa anuj kapadia to met with road accident anupama will take care of him

0


હાઈલાઈટ્સ:

  • અનુપમા સીરિયલમાં અત્યારે ચાલી રહ્યો છે છૂટાછેડાનો ટ્રેક.
  • અનુપમાને નવા પ્રોજેક્ટની સાઈટ પર લઈ જવા આવશે અનુજ.
  • ખતરનાક માર્ગ અકસ્માતનો શિકાર બનશે અનુત કપાડિયા.

લોકપ્રિય ટીવી સીરિયલની વાત કરવામાં આવે તો અત્યારે આ લિસ્ટમાં અનુપમાનું નામ પહેલા લેવામાં આવશે. મોટી સંખ્યામાં લોકો આ સીરિયલને પસંદ કરતા હોય છે. અત્યારે આ સીરિયલમાં છૂટાછેડાનો ટ્રેક ચાલી રહ્યો છે. વનરાજે પરિવારની હાજરીમાં કહ્યું કે તે કાવ્યાને છૂટાછેડા આપવા માંગે છે, પરંતુ કાવ્યા દસ્તાવેજ પર સહી કરવા તૈયાર નથી. અનુપમા અને પરિવારના લોકો વનરાજને પોતાના નિર્ણય પર વિચાર કરવાની સલાહ આપે છે. પરંતુ વનરાજ કોઈ પણ હિસાબે હવે કાવ્યા સાથે રહેવા નથી માંગતો.

અનુપમા વનરાજને ખૂબ સમજાવે છે, પરંતુ કાવ્યા વસ્તુઓ ફેંકે છે અને જેમતેમ બોલવાનું ચાલુ રાખે છે, જેના કારણે વનરાજ પોતાના નિર્ણય પર વધારે દ્રઢ બની જાય છે. કાવ્યાને રડતી જોઈને અનુપમાને પોતાના ભૂતકાળની યાદ આવે છે. કાવ્યાની સ્થિતિ જોઈને અનુપમા જોઈને અનુપમાને પોતાના છૂટાછેડાનો સમય યાદ આવે છે. તે ઉદાસ થઈ જાય છે, પરંતુ હિંમત રાખીને કાવ્યાને સંભાળે છે.

પોતાના આ ત્રણ હિટ સોન્ગ પર વિકી કૌશલ સાથે ડાન્સ કરશે કેટરિના, જબરદસ્ત છે તૈયારી

વનરાજ કોઈ પણ ભોગે કાવ્યાને માફ કરવા તૈયાર નથી. કાવ્યા દીવાલ સાથે માથું પછાડીને ઈજાગ્રસ્ત થઈ જાય છે અને વનરાજ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ દાખલ કરવાની ધમકી આપે છે. વનરાજ જેલના સળિયા પાછળ જીવન પસાર કરવા તૈયાર છે પરંતુ કાવ્યા સાથે રહેવા નથી માંગતો. અનુપમા બન્નેને ખૂબ સમજાવે છે, પોતાના બાળકો ખાતર લડાઈ પૂરી કરવાની સલાહ આપે છે, પરંતુ અનુપમાની વાતો બેઅસર સાબિત થાય છે.

કરીના કપૂરે શેર કરી ફેમિલી ગેટ-ટુગેધરની તસવીર, પતિ સૈફ તરફથી મળેલી ગિફ્ટે ખેંચ્યું ધ્યાન
આગામી એપિસોડમાં જોવા મળશે કે અનુજ અનુપમાને અમદાવાદની બહાર કોઈ બિઝનસ મીટિંગમાં જવાની સૂચના આપે છે. અનુજ અનુપમાને કહે છે કે આપણે નવા પ્રોજેક્ટ માટે અમદાવાદની બહાર જવાનું છે, તો હું તને લેવા માટે આવીશ. અનુપમા તૈયાર થઈને અનુજની રાહ જુએ છે. પરંતુ અનુજની કારનો ખતરનાક અકસ્માત થાય છે અને તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ જાય છે. હવે અનુજને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવશે જ્યાં તે જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાશે.

અનુજને હોસ્પિટલમાં આ સ્થિતિમાં જોઈને અનુપમા ભાંગી પડશે. હવે અનુપમા અનુજનું ધ્યાન રાખશે. તે આખી રાત જાગીને અનુજની સેવા કરશે. તે અનુજ ભાનમાં આવી જાય તે માટે પ્રાર્થના કરશે. શું અનુજનો ટ્રેક અહીંયા સમાપ્ત થશે? શું અનુજ દુર્ઘટનામાં બચી શકશે? હવો આ શૉની સ્ટોરીમાં શું વળાંક આવશે તે જોવાની વાત છે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here