pawandeep rajan: નવા સોન્ગમાં અરુણિતાને કરાઈ રિપ્લેસ, સાઉથ એક્ટ્રેસ સાથે રોમાન્સ કરશે પવનદીપ – south actress chitra shukla will romance with pawandeep rajan in music video

0


હાઈલાઈટ્સ:

  • અપકમિંગ મ્યૂઝિક વીડિયોમાં પવનદીપ સાથે ચિત્રા શુક્લા કરશે રોમાન્સ
  • ઈન્ડિયન આઈડલ 12થી છવાઈ હતી પવનદીપ અને અરુણિતાની જોડી
  • ચિત્રા શુક્લા સાથેની જોડી લોકોને ગમશે કે નહીં તેની રાહ જોઈ રહ્યો છેઃ પવનદીપ

પહેલા સોન્ગ ‘મંજૂર દિલ’માં કેમેસ્ટ્રીથી જ દર્શકોને મનોરંજન પૂરું પાડ્યા બાદ પવનદીપ રાજન અને અરુણિતા કાંજીલાલ વધુ એક ચાર્ટબસ્ટર સાથે ફેન્સને મંત્રમુગ્ધ કરવાના હતા. જો કે, અરુણિતા કાંજીલાલે પાછી પાછી કરી લેતા સાઉથ એક્ટ્રેસ ચિત્રા શુક્લાએ તેને રિપ્લેસ કરી છે. ચિત્રા શુક્લા પવનદીપ રાજન સાથે રોમાન્સ કરતી જોવા મળશે. માતા-પિતાના દબાણ અને દખલગીરી બાદ, અરુણિતાએ કેમેરાનો સામનો કરવાથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું.


BB 15: અભિજીતે રશ્મિ દેસાઈ માટે એવો શબ્દ વાપર્યો કે સાંભળીને ગુસ્સે થઈ શમિતા શેટ્ટી
નવા રોમેન્ચિક સોન્ગમાં પવનદીપ રાજન અને અરુણિતા કાંજીલાલ હતા, જેમણે મ્યૂઝિક રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ 12થી દરેકના દિલમાં જગ્યા બનાવી હતી. તેમના ફેન ફોલોઅર્સમાં જબરદસ્ત વધારો થયો અને તેના કારણે બંનેને સફળતા અને નામના પણ મળી. ચિત્રા શુક્લા વિશે વાત કરીએ તો, તે ભૂતકાળમાં તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. અપકમિંગ સોન્ગ એક હૃદયસ્પર્શી ટ્રેક છે, જે સિંગિંગ દ્વારા પ્રેમને વ્યસ્ત કરવાની કહાણી પર આધારિત છે. આ સોન્ગનું કમ્પોઝિશન કાશિ કશ્યપે કર્યું છે જ્યારે લિરિક્સ અરફાત મહેબૂબ અને મુકેશ મિશ્રાએ લખ્યા છે.


BB 15: ભૂતકાળને યાદ કરી ચોધાર આંસુએ રડી દેવોલીના, અધૂરા રહેલા સપના વિશે કરી વાત
સોન્ગ વિશે પૂછવામાં આવતા પવનદીપ રાજને કહ્યું હતું કે ‘કોન્ટ્રાક્ટમાંથી રાજ સુરાણી સાથેનું મારું આ બીજું સોન્ગ છે અને હું તેની રાહ જોઈ શકતો નથી. આ વધું એક રોમેન્ટિક સોન્ગ છે જે દર્શકોના દિલને સ્પર્શી જશે. ચિત્રા સાથેની અમારી નવી જોડીને દર્શકો તરફથી કેટલો પ્રેમ મળશે તેની રાહ જોઈ રહ્યો છે. તેની સાથે કામ કરવાનો અનુભવ અદ્દભુત રહ્યો અને સુંદર વીડિયોને ન્યાય આપ્યો હોવાની મને આશા છે’.

સોન્ગમાં નવી જોડી વિશે વાત કરતાં, મ્યૂઝિક ડિરેક્ટર રાજ સુરાણીએ કહ્યું હતું કે ‘પવનદીપ અને અરુણિતાનો અવાજ અજોડ છે, જેમાં શંકાને સ્થાન નથી. જ્યારે તેઓ સાથે હોય છે ત્યારે જાદુ ક્રિએટ કરે છે. પરંતુ ‘ફુરસત’માં દર્શકોને નવી જોડી અને ચિત્રા સાથે એકદમ નવી કેમેસ્ટ્રી જોવા મળશે. તે એકદમ ફિટ થઈ ગઈ છે વીડિયોમાં. આ સોન્ગ રોમેન્ટિક નંબર છે, જે કાનને સાંભળવું અને આંખને જોવું ગમશે. દર્શકોને સોન્ગ ગમશે કે કેમ તે જોવાનું રહેશે’. સોન્ગ ખૂબ જલ્દી રિલીઝ થવાનું છે.

Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here