ડેલ્ટા કે પછી ઓમિક્રોન? ભાવનગરના દર્દીઓમાં કોરોનાનો કયો વેરિયન્ટ છે તેની તપાસ થશે – samples of 13 bhavnagar covid patients sent for genome sequencing

0


હાઈલાઈટ્સ:

  • ગુજરાત સહિત દેશભરમાં ઓમિક્રોનના 21થી વધારે કેસ સામે આવ્યા.
  • અમદાવાદ લગ્ન પ્રસંગમાં આવેલા ભાવનગરના 13 લોકો કોરોના સંક્રમિત.
  • 13 દર્દીઓના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે ગાંધીનગર મોકલાયા.

ગાંધીનગર- દુનિયાભરમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને કારણે હાહાકાર મચી ગયો છે. આ વેરિયન્ટનું સંક્રમણ વધે નહીં તે માટે તમામ સરકારો પ્રયત્ન કરી રહી છે. ભારત દેશની વાત કરીએ તો ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં અત્યાર સુધી ઓમિક્રોનના 21થી વધારે કેસ સામે આવ્યા છે. આ કેસ વધે નહીં અને કોરોના સંક્રમિત લોકો નિયમોનું પાલન કરે તે સુનિશ્ચિત કરવા માટે એરપોર્ટ, બંદરો અને રેલવે સ્ટેશનો પર હવે ટેસ્ટિંગ શરુ કરી દેવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં વધુ બે કેસ, દેશમાં ઓમિક્રોનથી સંક્રમિતોની સંખ્યા 23એ પહોંચી

ઉલ્લેખનીય છે કે નવેમ્બર મહિનાના અંતમાં અમદાવાદના સિંધુભવન રોડ સ્થિત એક હોટલમાં લગ્ન સમારોહમાં ભાવનગરથી 20 લોકો હાજરી આપવા આવ્યા હતા. આ 20 લોકો અલગ અલગ પરિવારના હતા અને તેમાંથી 13 લોકોનો કોરોનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 13 દર્દીઓમાંથી 3ને ઓક્સિજન સપોર્ટની પણ જરુર પડી છે. હવે ભાવનગર પાલિકા તપાસ કરવા માંગે છે કે આ 13 લોકોમાં કોરોના વાયરસનો કયો વેરિયન્ટ છે. દર્દીઓમાં વુહાન, ડેલ્ટા કે ઓમિક્રોન વેરિયન્ટ છે તે તપાસવા માટે દર્દીઓના સેમ્પલ ગાંધીનગર સ્થિત બાયોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટને મોકલવામાં આવે છે, જ્યાં જિનોમ સિક્વન્સિંગ કરવામાં આવશે.રાજ્યના પ્રથમ ઓમિક્રોન સંક્રમિત દર્દીની વાત કરીએ તો તેમના પત્ની અને સાળાનો કોરોનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

જામનગરઃ ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત વૃદ્ધના પત્ની અને સાળાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ
તેમના સંપર્કમાં આવનારા તમામ લોકોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. અહીં ચિંતાજનક બાબત એ છે કે સંક્રમિત થયેલા મહિલા ઘરે સાત બાળકોને ટ્યુશન આપતા હતા. અત્યારે આ તમામ બાળકોને શોધીને આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો છે અને તેમને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
ગાંધીનગર સ્થિત બાયોલોજિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટમાં અત્યારે પંદરથી વધારે નમૂના જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. આ નમૂના રાજકોટ, જામનગર, નવસારી, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ભાવનગરથી મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, વિદેશથી અને ખાસકરીને હાઈરિસ્ક દેશોમાંથી મુંબઈ અને દિલ્હી આવીને પછી રોડ માર્ગે ગુજરાતમાં પ્રવેશનારા મુસાફરોને ટ્રેસ કરવાની અત્યારે કોઈ વ્યવસ્થા નથી. અમુક મહાનગરો દ્વારા એરપોર્ટ્સ પાસેથી વિગતો મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

ભાવનગરના પરિવારે છપાવી અનોખી કંકોત્રી, જેમાંથી પક્ષીઓ માટે બનાવી શકાશે ઘર
નોંધનીય છે કે આરોગ્ય તંત્ર દ્વારા રોડ માર્ગે ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોના ટેસ્ટિંગની કોઈ નક્કર વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે તેની જરુર જણાઈ રહી છે. વલસાડ-વાપીથી આવતા મુસાફરો માટે આરોગ્ય વિભાગની ટીમ સવારથી હાઈવે પર ગોઠવવામાં આવે છે, પરંતુ તેમની પાસે વાહન રોકીને ટેસ્ટ કરવાની સત્તા નથી.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here