BB 15: રાકેશને ‘ભાડાનો પતિ’ કહેતા ભડકી રાખી, અભિજીત બિચુકલેના ખેંચ્યા વાળ – bigg boss 15 rakhi sawant attacks abhijit bichukale for calling ritesh hired husband

0


હાઈલાઈટ્સ:

  • રિતેશને ભાડાનો પતિ કહેતા ગુસ્સે થઈ ગઈ રાખી સાવંત.
  • અભિજીત બિચુકલેનો સામાન ફેંક્યો, ખુરશી પણ પછાડી.
  • રાખીએ પલંગ પર ચઢીને અભિજીતના વાળ ખેંચી કાઢ્યા.

બિગ બોસની અત્યારે 15મી સીઝન ચાલી રહી છે. થોડા સમય પહેલા જ મેકર્સે શોને રસપ્રદ બનાવવા માટે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરાવી છે. સીઝનની વચ્ચે દેવોલીના ભટ્ટાચાર્જી, રશ્મિ દેસાઈ અને રાખી સાવંતને મોકલવામાં આવ્યા છે. આટલું જ નહીં, રાખી સાવંતના પતિ રાકેશની પણ એન્ટ્રી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાખી સાવંતના પતિ રાકેશને આ પહેલા કોઈએ જોયો નહોતો, રાખીએ તેની ઓળખ છુપાવી રાખી હતી. રાખી સાવંત અને તેના પતિની એન્ટ્રી પછી ગેમ ઘણી બદલાઈ છે. મેકર્સે એક પ્રોમો શેર કર્યો છે, જમાં જોઈ શકાય છે કે રાખી સાવંત અને અભિજીત બિચુકલે વચ્ચે મોટી લડાઈ થાય છે, લડાઈ એટલી વધી જાય છે કે રાખી અભિજીતના વાળ ખેંચી કાઢે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે અભિજીત રાખીને કહે છે કે, આ પતિ હાયર કરીને લાવી છે કે શું? આ વાત સાંભળીને રાખીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે. તે ચીસો પાડીને કહે છે કે, તું કહે છે હું મારો પતિ ભાડેથી લાવી છુ? તુ ભાડાનો ટટ્ટુ છે. અભિજીત રાખીને કહે છે કે બિનજરુરી વાતને મુદ્દો ના બનાવ. પરંતુ રાખી ગુસ્સામાં ભાન ભુલી જાય છે.


વીડિયોમાં જોઈ શકાય છે કે રાખી કપડા મુકવાની ટ્રોલી બેગ ઉઠાવીને ફેંકે છે. ડાઈનિંગ એરિયામાં જઈને ખુરશી પણ પછાડે છે. આ સ્થિતિમાં રિતેશ પણ વચ્ચે બોલે છે. તે બિચુકલને કહે છે કે, રાખીના અને મારા સંબંધો પર પ્રશ્ન ના કરો. રાખી અભિજીતને કહે છે કે, તારા દિમાગમાં કેવી રીતે આવ્યું કે મારો પતિ ભાડાનો છે. અમે સાત ફેરા લીધા છે. મારો પતિ ભાડાનો નથી. રિતેશ પણ અભિજીતને કહે છે કે, મોઢા પર આવી વાતો ત્યારે જ આવે છે જ્યારે દિમાગમાં હોય છે. અભિજીત દલીલ કરે છે કે સલમાન ખાને પણ આ મજાક કરી હતી. તો રાખી તેની વાત કાપી કાઢે છે અને કહે છે કે, સલમાન ખાને ભાડાનો પતિ છે તેમ નહોતુ કહ્યું, તારી પત્ની ભાડાની હશે. આટલું કહીને તે અભિજીતના વાળ બન્ને હાથથી પકડીને ખેંચે છે.

વિકી-કેટરિનાના સંગીતમાં વાગ્યા પંજાબી ગીતો, રંગબેરંગી લાઈટોથી ઝગમગી ઉઠ્યો કિલ્લો

ઉલ્લેખનીય છે કે શરુઆતમાં રિતેશ, રાખી, અભિજીત, દેવોલીના અને રશ્મિની એક ટીમ હતી. તેઓ સાથે ઘરમાં આવ્યા હતા, પરંતુ સમય પસાર થયો તેમ તેમની વચ્ચે મતભેદો ઉભા થવા લાગ્યા અને તેઓ અલગ થઈ ગયા.





Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here