Nagaland Firing: નાગાલેન્ડ ફાયરિંગ: બે માસની પુત્રીએ પિતા ગુમાવ્યા, નવોઢાએ પતિ, ક્રિસમસ પહેલા ઓટીંગમાં માતમ – nagaland firing families decided to observe seven days mourning and demands to repeal afspa

0


હાઈલાઈટ્સ:

  • ફાયરિંગમાં મૃત્યુ પામનારા લોકોની ઉંમર 25થી 37 વર્ષની વચ્ચે હતી.
  • મૃતકોમાં કેટલાય એવા હતા જે પરિવારનું ગુજરાન ચલાવનાર એકમાત્ર વ્યક્તિ હતા.
  • નોર્થ-ઈસ્ટમાંથી આર્મ્ડ ફોર્સિસ (સ્પેશિયલ પાવર) એક્ટને નાબૂદ કરવાની માગ.

શનિવારે નાગાલેન્ડના મોન જિલ્લામાં આવેલા ઓટીંગમાં સુરક્ષાદળોના ફાયરિંગ અને ત્યારબાદ થયેલી હિંસામાં 13થી વધુ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. આવનારા કેટલાય વર્ષો સુધી આ આંકડો લાગણીઓના પ્રવાહ નીચે દબાયેલો રહેશે. બે મહિનાની બાળકીના પિતા એ દિવસે ફાયરિંગમાં મૃત્યુ પામ્યા હતા અને તે મોટી થશે ને આ વાત જાણશે ત્યારે આ વાત તેને યાદ રહેશે. મૃતકોમાં એક યુવક તો એવો હતો જેના લગ્ન 9 દિવસ પહેલા જ થયા હતા. તેની પત્નીના માનસપટ પર આ ઘટના હંમેશા માટે અકબંધ રહેશે.

ખેડૂત અને પાર્ટ-ટાઈમ કોલસાની ખાણમાં મજૂરી કરતાં 36 વર્ષીય લાંગતુન કોણ્યક ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં Ngamlem નામના મહિલા સાથે લગ્ન કર્યા હતા. બે મહિના પહેલા જ દંપતીના ત્યાં દીકરીનો જન્મ થયો હતો. મૃતકના પિતાએ વિડીયો કૉલ પર વાત કરતાં કહ્યું, “તે ખૂબ સારો છોકરો હતો અને અમારા પરિવારમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ હતો.” તેઓ ફક્ત આટલું જ તેમના પુત્રવધૂ Ngamlemને જણાવી શક્યા. જે એક ખુરશીમાં બેસીને બે મહિનાની દીકરીને પંપાળતા શૂન્યમાં તાકી રહી હતી.

રાજ્ય સરકારની પોલ ખુલી! 10 હજારના સત્તાવાર કોરોના મૃત્યુઆંક સામે વળતર મેળવવા 12 હજાર અરજી

મોન જિલ્લામાં કોણ્યક આદિવાસીઓની વસ્તી છે. અહીં 25થી 37 વર્ષની વયના નિર્દોષ નાગરિકોની હત્યાથી ગામવાસીઓ સ્તબ્ધ થઈ ગયા છે. ઓટીંગથી 15 કિલોમીટરના અંતરે આવેલા તિરુના નીચેના ભાગમાં આવેલી કોલસાની ખાણમાં તનતોડ મહેનત કરીને આવેલા આ યુવાનોને મોત મળ્યું હતું. આ ખાણ ઓટીંગના તિઝિત ઝોન અને નગિનીમોરા સર્કલમાં તિરુની વચ્ચે આવેલી છે. રવિવારે પ્રદર્શનકારીઓને ભગાડવા માટે સુરક્ષાદળોએ ફાયરિંગ કર્યું હતું તેમાં પણ એક નાગરિકનું મોત થતાં કુલ મૃત્યુઆંક 14 પર પહોંચ્યો હતો. સોમવારે મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જેમાં નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયો રિયોએ હાજરી આપી હતી.

વરસાદ પછી ઓક્ટોબર મહિનામાં માઈનિંગ શરૂ થાય છે અને એપ્રિલ મહિના સુધી ચાલુ રહે છે. આ વિસ્તારમાં રહેતા ગ્રામવાસીઓ થોડી વધુ આવક મેળવવા માટે ખાણમાં પાર્ટ-ટાઈમ મજૂરી કરે છે. “ક્રિસમસ નજીક છે ત્યારે હાથમાં રૂપિયા હોવા જરૂરી છે. આ ગોઝારી ઘટના ક્રિસમસના થોડા દિવસ પહેલા જ બની છે”, તેમ હોસિયા (Hosea) કોણ્યકે જણાવ્યું. તેઓ કોણ્યક જાતિની સર્વોચ્ચ સંસ્થા કોણ્યક યુનિયનના સલાહકાર છે. આ ગામમાં 190 ઘર છે અને મોટાભાગના લોકો આ સીઝન દરમિયાન ઓટીંગમાં પાર્ટ-ટાઈમ ખાણમાં કામ કરે છે, તેમ તેમણે ઉમેર્યું. જણાવી દઈએ કે, નાગાલેન્ડમાં ખ્રિસ્તીઓની વસ્તી વધારે છે.

હોસિયા હોકૂપ કોણ્યક (Hokup)ના પાડોશી છે અને તેમને બાળપણથી ઓળખે છે. તેમણે કહ્યું, “તેઓ 10મા ધોરણથી વધુ ભણી ના શક્યા પરંતુ ખૂબ સારા વ્યક્તિ હતા. છેલ્લા 10 વર્ષથી ચર્ચ અસોસિએશનના પ્રમુખ હતા.” 37 વર્ષીય હોકૂપના લગ્ન 25 નવેમ્બરે થયા હતા.

HOKUP MOM

હોકૂપના મમ્મી.

હોકૂપ પોતાના ઘરમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ હતો. તેના માતા નેન્ગમ (Neingam)એ જણાવ્યું કે, હોકૂપના પિતાનું નિધન 2004માં થયું હતું ત્યારે તેની ઉંમર માત્ર 20 વર્ષ હતી. પિતાના નિધન બાદથી હોકૂપ પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. છેલ્લી ત્રણ સીઝનથી હોકૂપ ખાણમાં મજૂરી કરતો હતો.

મૃતકોના પરિવારના દુઃખમાં ભાગીદાર થવા અને તેમની સાથે છે તે દર્શાવવા માટે મંગળવારે ગામમાં મીટિંગ યોજાઈ હતી. ફાયરિંગ દરમિયાન ઘાયલ થયેલા ડઝનથી વધુ લોકો માટે ગ્રામવાસીઓ ચિંતિંત છે. ઘાયલોને ડિબ્રુગઢ, દીમાપુર અને મોનની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક લોકોને તો ગંભીર ઈજા થઈ હોવાની જાણકારી મળી છે. હોસિયાએ કહ્યું, “કોણ્યક અને નાગાલેન્ડની ધરતી પરથી કઠોર આર્મ્ડ ફોર્સિસ (સ્પેશિયલ પાવર) એક્ટ (AFSPA) નાબૂદ થાય તેવું અમે ઈચ્છીએ છીએ. કેંદ્ર સરકારે સ્થાનિકો અને સુમદાયની માફી માગવી જોઈએ અને જેના આદેશ હેઠળ સામૂહિક હત્યા જેવો ઘાટ ઘડાયો તે ઓફિસરની ધરપકડ કરવી જોઈએ. અમારે ન્યાય જોઈએ છીએ, માત્ર સરકારે સહાય રૂપે આપેલા રૂપિયા નહીં.”

અમેરિકાના કોલંબસમાં મૂળ નડિયાદના યુવકની ગોળી મારીને હત્યા કરાઈ

AFSPAને નાબૂદ કરવાની માગ હવે વધુ મજબૂત થઈ છે. નાગાલેન્ડના મુખ્યમંત્રી રિયો અને મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ પણ આ મુદ્દે ભાર મૂક્યો હતો. આ કાયદા પ્રમાણે, સુરક્ષાદળો કોઈપણ વોરન્ટ વિના ધરપકડ કરી શકે છે અને સામેની વ્યક્તિને સાંભળ્યા વિના જ તેની હત્યા કરવાની સત્તા ધરાવે છે.

કોણ્યક યુનિયનની સલાહકારી સમિતિના સભ્ય અને પૂર્વ એસડીએમ શિંગવાંગ કોણ્યકે જણાવ્યું કે, ‘મંગળવારે યોજાયેલી મીટિંગમાં સૌએ નક્કી કર્યું છે કે, મોન જિલ્લામાં સાત દિવસનો શોક પાળવામાં આવશે. આજે મોનમાં સંપૂર્ણ બંધ પાળવામાં આવ્યું. દરેક સંસ્થા, ઓફિસો, દુકાનો પર કાળા રંગના ઝંડા ફરકાવાશે અને સ્થાનિક લોકો કાળી પટ્ટી અને રિબિન બાંધીને વિરોધ દર્શાવશે અને શોક પ્રગટ કરશે. 13 ડિસેમ્બરે અમે મીણબત્તી પેટાવવાનો કાર્યક્રમ આયોજિત કર્યો છે.’

દેશના રાષ્ટ્રપતિ સમક્ષ મૂકવા માટે આ સંસ્થાએ પાંચ મુદ્દાનું અધિકાર પત્ર તૈયાર કર્યું છે. જે મુજબ ‘હત્યાને ઓળખની ભૂલમાં ખપાવી ના શકાય’. આ ઘટનાની સ્વતંત્ર તપાસ કરવાની માગ કરાઈ છે, સાથે જ ગોળીબારીમાં જે સૈનિકો સંકળાયેલા હતા તેમની સામે સિવિલ કોર્ટમાં ટ્રાયલ ચલાવાની માગ કરાઈ છે. મોન જિલ્લામાંથી 37 અસમ રાઈફલને તાત્કાલિક હટાવાની અને સમગ્ર નોર્થ-ઈસ્ટમાંથી AFSPAને દૂર કરવાની માગ કરાઈ છે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here