ankita lokhande: લગ્નના થોડા દિવસ પહેલા અંકિતા લોખંડે હોસ્પિટલમાં દાખલ, આરામ કરવાની અપાઈ સલાહ – ankita lokhande sprained her leg and was rushed to the hospital

0


હાઈલાઈટ્સ:

  • આ મહિને બોયફ્રેન્ડ સાથે મુંબઈમાં લગ્ન કરવા જઈ રહી છે અંકિતા લોખંડે
  • અંકિતા લોખંડેને લેગ સ્પ્રેન થતાં પૂરતો આરામ કરવાની ડોક્ટરોએ આપી સલાહ
  • ગયા મહિને ઈન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્સ સાથે અંકિતા લોખંડેએ કરી હતી બેચલરેટ પાર્ટી

‘પવિત્ર રિશ્તા’ ફેમ અંકિતા લોખંડે આ મહિને બોયફ્રેન્ડ વિકી જૈન સાથે સાત ફેરા ફરવાની છે. અંકિતા અને વિકીના લગ્નને આડે ગણતરીના દિવસો બાકી છે અને આ પહેલા એક્ટ્રેસની તબિયત ખરાબ થઈ છે. જેના કારણે તેને ગઈ રાતે (7 ડિસેમ્બર) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

અંકિતા લોખંડેને લેપ સ્પ્રેન થયો હતો અને તેના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. તેને ડિસ્ચાર્જ કરી દેવામાં આવી છે, જો કે ડોક્ટરે પૂરતો આરામ કરવાની સલાહ આપી છે. અંકિતા લોખંડેના એક મિત્રએ અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવી સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ‘તેને ફ્રેક્ચર નથી થયું તે સૌથી સારી વાત છે’.

ડ્રેસ સરખો કરી રહી હતી વાણી કપૂર, ટેરેંસ લૂઈસે વીડિયો ઉતારતાં ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ
અંકિતા લોખંડે અને વિકી જૈનના પરિવારમાં લગ્નની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બંનેના લગ્ન મુંબઈની ગ્રાન્ડ હયાતમાં થવાના છે. થોડા દિવસ પહેલા કપલની ખાસ ફ્રેન્ડ શ્રદ્ધા આર્યાએ પણ તેમનું વેડિંગ કાર્ડ ફેન્સને દેખાડ્યું હતુ.


પ્રી-વેડિંગ ફંક્શનની વાત કરીએ તો, અંકિતા લોખંડેએ ગયા મહિને બેચલરેટ પાર્ટી યોજાઈ હતી. પાર્ટીમાં ઈન્ડસ્ટ્રીમાંથી તેની ખાસ બહેનપણીઓને આમંત્રણ અપાયું હતું. જેમાં માહી વિજ, રશ્મિ દેસાઈ, મૃણાલ ઠાકોર, સૃષ્ટિ રોડે, અમૃતા ખાનવિલકર તેમજ શ્રદ્ધા આર્યા સહિતની ફ્રેન્ડ્સ હતા. એક્ટ્રેસે બર્ગન્ડી કલરનો ડ્રેસ પહેર્યો હતો. પાર્ટીમાં તેણે ફ્રેન્ડ્સ સાથે ડાન્સ પણ કર્યો હતો.

Bigg Boss 15: શોમાં ફરીથી થશે વિશાલ કોટિયનની એન્ટ્રી? એક્ટરે શું કહ્યું?
હાલમાં થોડા દિવસ પહેલા એક ફંક્શન યોજાયું હતું. જેમાં કેટરીના કૈફ અને વિકી જૈન ટ્રેડિશનલ મહારાષ્ટ્રિન લૂકમાં જોવા મળ્યા હતા.

અંકિતા લોખંડે અને વિકી જૈન ત્રણ વર્ષથી રિલેશનશિપમાં છે. તેના માટેની અપ્રિશિએશન પોસ્ટમાં અંકિતા લોખંડેએ લખ્યું હતું કે ‘પ્રિય વિકી, જ્યારે સમય ખરાબ હતો ત્યારે તું મારી સાથે હતો. તું હંમેશા મને તે પૂછનારો પ્રથમ વ્યક્તિ હતો કે, હું ઠીક છું? શું મને કોઈ બાબતમાં મદદની જરૂર છે અથવા હું ક્યાંય દૂર જવા માગુ છું કે જેથી મૂડ ઠીક થઈ શકે. તે હંમેશાથી મારી ચિંતા કરી છે અને હું હંમેશા તને કહેતી હતી કે, હું ઠીક છું કારણ કે હું જાણતી હતી કે તું મારી સાથે છે. દુનિયાના સૌથી શ્રેષ્ઠ બોયફ્રેન્ડ બનવા બદલ હું તારો આભાર માનવા માગુ છું’.

Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here