Aishwarya sharma: રિસેપ્શનમાં રેખાને બોલાવીને નીલ ભટ્ટે પત્ની ઐશ્વર્યાને આપી સરપ્રાઈઝ, એક્ટ્રેસે કહ્યું- ‘આજીવન વાગોળીશ’ – pakhi aka aishwarya sharma was surprised when she saw rekha at her wedding reception

0


હાઈલાઈટ્સ:

  • રિસેપ્શન પૂરું થયાના બીજા જ દિવસે નીલ અને ઐશ્વર્યા શૂટિંગમાં જોડાયા હતા.
  • નીલ સાથે લગ્ન કર્યા પછી જીવનમાં શું બદલાયું તે ઐશ્વર્યાએ જણાવ્યું છે.
  • હાલ હનીમૂન માટે નથી જવાના નીલ અને ઐશ્વર્યા.

‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ના કલાકારો નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માએ 30 નવેમ્બરે ઉજ્જૈનમાં લગ્ન કર્યા હતા. ત્યારબાદ મુંબઈમાં કપલે ઈન્ડસ્ટ્રીના મિત્રો અને પરિવારજનો માટે રિસેપ્શનનું આયોજન કર્યું હતું. 2 ડિસેમ્બરે રિસેપ્શન રાખ્યું હતું અને તેના બીજા જ દિવસથી કપલે સીરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’નું શૂટિંગ શરૂ કર્યું હતું. પૂર્વ પ્રેમીઓને ભૂમિકામાં જોવા મળેલા આ બંને એક્ટર્સ હવે રિયલ લાઈફમાં પતિ-પત્ની બની ગયા છે. મિસિસ ભટ્ટ બન્યા પછી ઐશ્વર્યાએ અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીને એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂ આપ્યો હતો.

‘વિરાટ’ અને ‘પાખી’એ પરિવારની હાજરીમાં ધામધૂમથી કર્યા લગ્ન, ‘સઈ’એ પાઠવ્યા અભિનંદન

ઐશ્વર્યા શર્માએ કહ્યું, “હું હજી પણ ખૂબ થાકેલી છું અને મારા ચહેરા પર આ દેખાય છે. બધા જ પ્રસંગો ખૂબ ફટાફટ પૂરા કરવામાં આવ્યા હતા. એટલે અમને ભાગ્યે જ કંઈ ખાસ કરવાનો સમય મળ્યો છે.” લગ્ન પછી શું બદલાયું છે તેવું પૂછવામાં આવતાં ઐશ્વર્યાએ કહ્યું, “હવે મારું નામ ઐશ્વર્યા શર્મા ભટ્ટ થઈ ગયું છે પરંતુ અમારી વચ્ચે કંઈ બદલાયું નથી. અમે એ જ નીલ અને ઐશ્વર્યા છીએ જે ખૂબ સારા મિત્રો હતા. અમે લગ્ન પહેલાથી ખૂબ સારા મિત્રો હતા અને આજે પણ એ જ છીએ. પહેલા અમે અલગ રહેતા હતા અને હવે સાથે રહીએ છીએ. અમે પરણી ગયા છીએ એ લાગણીને પચાવી શકીએ તે પહેલા જ અમે ફરી શૂટિંગ શરૂ કરી દીધું હતું.”

“એક વસ્તુ ચોક્કસ બદલાઈ છે કે, હવે તહેવારો ઉજવવાનું મારું સ્થળ મારું હોમટાઉન નહીં રહે. આ જ વિચારીને હું વિદાય વખતે ખૂબ ઈમોશનલ થઈ હતી. આ સિવાય હું મુંબઈમાં ખાસ્સા સમયથી એકલી રહેતી હતી એટલે મારા પરિવારથી દૂર રહેવા ટેવાયેલી છું”, તેમ ઐશ્વર્યાએ ઉમેર્યું.

નીલ અને ઐશ્વર્યાના રિસેપ્શનની હાઈલાઈટ હતી પીઢ અભિનેત્રી રેખાનું આવવું. નીલ અને તેના પરિવારે મળીને ઐશ્વર્યાને આ સરપ્રાઈઝ આપી હતી. આ વિશે ઐશ્વર્યાએ કહ્યું, “મને સહેજ પણ આઈડિયા નહોતો કે નીલ અને તેના પરિવારે રેખાજીને રિસેપ્શનમાં આમંત્રણ આપ્યું છે. તેમણે આવવા માટે હા પાડી હતી એ પણ નહોતી ખબર. જ્યારે અમને મળવા માટે તેમને સ્ટેજ પર આવતાં જોયા ત્યારે હું પથ્થર બની ગઈ હતી. તેમની સાથેની મુલાકાત હું આજીવન યાદ રાખીશ અને વાગોળીશ.” રેખાએ બેવાર ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’નું પ્રમોશન કર્યું હતું અને આ રીતે તેઓ ઐશ્વર્યા સાથે જોડાયા હતા.

પોતાનો હનીમૂન પ્લાન જણાવતાં ઐશ્વર્યાએ કહ્યું, “અમારું હનીમૂન બે કારણોસર મુલતવી રાખવામાં આવ્યું છે. એક અમે શૂટિંગ કરી રહ્યા છીએ અને બીજું કોરોનાનો નવો વેરિયંટ. અમે પાછળથી હનીમૂન માટે જઈશું પણ ક્યાં એ સિક્રેટ છે.”

રિયા કપૂરે કરીના સહિતની ‘વીરે’ માટે રાખી ક્રિસમસ પાર્ટી, કરિશ્મા-મલાઈકાએ કરી ખૂબ મસ્તી

સોશિયલ મીડિયા પર ઘણાં એવા લોકો છે જેમને નીલ અને ઐશ્વર્યાની રિયલ લાઈફ જોડી પસંદ નથી. લગ્નના થોડા દિવસ પહેલા જ ઐશ્વર્યાએ આવા લોકોને ઠપકો આપ્યો હતો. આ વિશે તેણે વાત કરતાં કહ્યું હતું, “મને લોકો તરફથી ખૂબ ખરાબ મેસેજ આવતા હતા. તેઓ કહેતા હતા કે ટૂંક સમયમાં જ હું અને નીલ ડિવોર્સ લઈ લઈશું. હું આવા મેસેજો પર ખાસ ધ્યાન નથી આપતી તેમ છતાં હું છેલ્લીવાર તેમને જવાબ આપવા માગતી હતી. મારા, અમારા અને કો-એક્ટર આયાશા સિંહના ફેન્સ અંદરોઅંદર ઝઘડ્યા કરે છે અને મેં તેમને આવું ના કરવાની વિનંતી કરી હતી. રિયલ લાઈફમાં હું અને આયશા ખૂબ સારા મિત્રો છીએ એટલે જ હું ઈચ્છું છું કે ઓનલાઈન ચાલતાં આ ઝઘડા બંધ થાય.”

જણાવી દઈએ કે, નીલ અને ઐશ્વર્યાની મુલાકાત ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ના સેટ પર જ થઈ હતી. બંને વચ્ચે પ્રેમ અહીં જ પાંગર્યો હતો.

Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here