KBC 13ના સેટ પર પહોંચી TMKOCની ટીમ, બાપુજીએ બિગ બીને જણાવ્યો ‘બબુચક’નો અર્થ – team of taarak mehta ka ooltah chashma to become special guest for kbc 13

0


હાઈલાઈટ્સ:

  • કૌન બનેગા કરોડપતિની અત્યારે 13મી સીઝન ચાલી રહી છે.
  • શાનદાર શુક્રવાર એપિસોડમાં મહેમાન બનશે TMKOCની ટીમ.
  • તારક મહેકા કા ઉલટા ચશ્માની ટીમ સેટ પર ખૂબ મજા કરશે.

ક્વિઝ રિયાલિટી શૉ કૌન બનેગા કરોડપતિ 13ના મંચ પર લોકપ્રિય સીરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્માની આખી ટીમ મહેમાન કરીકે આવવાની છે. મેકર્સે આ એપિસોડના પ્રોમો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ફેન્સ આ એપિસોડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ એપિસોડ ખુબ મજાનો હશે, કારણકે તારક મહેતાની ટીમ આવશે એટલે ચોક્કસપણે મસ્તી તો થશે જ. આટલું જ નહીં, આટલા બધા લોકો એક સાથે સેટ પર આવવાને કારણે સેટ પર પણ કોલાહલ મચી જાય છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર કરનારા દિલીપ જોશી અમિતાભ બચ્ચન માટે ટિફિન પણ લઈને આવે છે. ટપ્પુ સેના એવી રીતે તૈયારી કરે છે જાણે તેમની પરીક્ષા થવાની હોય. પ્રોમોમાં જોઈ શકાય છે કે જ્યારે બબિતાજી જેઠાલાલને ટિફિન વિષે પૂછે છે તો તે જણાવે છે કે તેઓ અમિતાભ બચ્ચન માટે જલેબી ફાફડા લઈને આવ્યા છે. સેટ પર શૉના પ્રોડ્યુસર અસિત મોદી પણ હાજર રહેશે.


અહીં પ્રશ્ન એ ઉભો થશે કે હોટ સીટ બે જ છે અને તારક મહેતાની ટીમ આખી રમવા માટે આવી છે, તો આખરે હોટ સીટ પર કોને બેસાડવા? જો કે અમિતાભ બચ્ચન ચિઠ્ઠી ઉપાડે છે અને નક્કી કરે છે કે હોટ સીટ પર બેસવાની તક કોને મળવી જોઈએ. સૌપ્રથમ વારો પોપટલાલ અને અસિત મોદીનો આવે છે. પોપટલાલ અમિતાભ બચ્ચન આગળ પણ પોતાના લગ્નની વાત શરુ કરી દેશે. તે અમિતાભ બચ્ચન પાસે દેશના લોકોને અપીલ કરાવશે કે તેમના લગ્ન માટે કન્યા શોધવામાં મદદ કરે.


પ્રોમો પરથી જાણવા મળ્યું છે કે હોટ સીટ પર જેઠાલાલ અને બાપુજીની જોડી સાથે આવશે. બાપુજી અને જેઠાલાલ વચ્ચેની તકરાર શૉમાં પણ જોવા મળતી હોય છે. અમિતાભ બચ્ચન બાપુજીને પૂછે છે કે બબુચક અને ગધેડોનો અર્થ શું છે. ત્યારપછી જેઠાલાલ વાત વાળવાનો પ્રયત્ન કરે છે પણ બાપુજી બિગ બીને બન્ને શબ્દોના અર્થ જણાવે છે.





Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here