BB 15: કરણ કુન્દ્રા સાથેની જોડીને પસંદ કરે છે તેજસ્વીનો પરિવાર? ભાઈ પ્રતિકે જણાવ્યું – bigg boss 15 tejaswi paraksh’s brother shares what her family thinks about karan kundrra

0


બિગ બોસ 15ના ઘરમાં તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાના રિલેશન મિત્રતાથી આગળ વધી ગયા છે. દર્શકો આ જોડીને ખૂબ પસંદ કરી રહ્યા છે. તાજેતરમા જ કરણ કુન્દ્રાએ તેજસ્વીને પૂછ્યુ હતું કે શું તે કરણને પસંદ કરે છે કે નહીં અને તેજસ્વીએ હકારાત્મક જવાબ આપ્યો હતો. સોશિયલ મીડિયા પર પણ TejRan હેશટેગ ટ્રેન્ડ કરતો હોય છે. ઘણાં લોકોને આ જોડી ફેક લાગે છે અને બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા પછી તેઓ અલગ થઈ જશે તેવી ચર્ચાઓ પણ થતી હોય છે. કરણ અને તેજસ્વીએ હંમેશાથી કહ્યું છે કે તેઓ માત્ર એકબીજાને પસંદ કરે છે. પરંતુ હવે તેજસ્વીનો પરિવાર આ જોડી વિષે શું વિચારે છે તે સામે આવ્યું છે.

સાસુ શર્મિલા ટાગોરના બર્થ ડે પર કરીનાએ કર્યા વખાણ, સારાએ વિશ કરતાં દાદીને આપ્યું વચન

તેજસ્વીના ભાઈ પ્રતિકે એક ન્યુઝ પોર્ટલને જણાવ્યું કે, શૉમાં જતા પહેલા મેં તેજસ્વીને પૂછ્યુ હતું કે શું તે એક સારો છોકરો શોધવાની યોજના બનાવી રહી છે, જેમ કે જો તેને કોઈ મળી જાય તો શું તે તેને વધારે સારી રીતે ઓળખવા માટે શોનો ઉપયોગ કરશે? આના જવાબમાં તેજસ્વીએ કહ્યુ હતું કે, હું આમ કરીશ કે નહીં તે કહી ના શકાય.પ્રતિકનું માનવું છે કે કરણ એક સારો વ્યક્તિ છે અને ઘરમાં પણ તે હંમેશા તેજસ્વી માટે ઉભો રહ્યો છે. તે બન્નેને સાથે જોઈને અને તેમનું બોન્ડિંગ જોઈને ખુશ છે. પ્રતીકે આ દરમિયાન પરિવારની પ્રતિક્રિયા પણ શેર કરી. પ્રતિકે કહ્યું કે, હું શિકાગોમાં રહુ છું અને પરિવાર ભારતમાં રહે છે. મારી મોમ સાથે જે પણ વાત થઈ તેમાં તો તેમણે કરણના વખાણ જ કર્યા છે. અત્યાર સુધી તો તેમને કરણથી કોઈ ફરિયાદ નથી. હવે કરણ અને તેજા પર નિર્ભર કરે છે. બાકી પરિવાર તરફથી તો કોઈ સમસ્યા નહીં થાય.

કેટરિના કૈફ અને વિકીના લગ્નથી ખુશ છે કંગના રનૌત, ઉંમરના તફાવત પર કરી કમેન્ટ
ઉલ્લેખનીય છે કે એક એપિસોડમાં કરણે કહ્યુ હતું કે, જ્યોતિષની ભવિષ્યવાણી અનુસાર મારા લગ્ન માર્ચમાં થશે અને તે પણ મારા કરતા નવ વર્ષ નાની યુવતી સાથે. તો રશ્મિ દેસાઈ હસીને કહે છે કે, આ તો સાચી વાત સાબિત થઈ. પ્રતિક કહે છે કે, માર્ચ તો હમણાં આવી જશે, જો આ બન્ને નક્કી કરી લીધું હોય કે એકબીજા સાથે ખુશ છે, ટ્રસ્ટ કરે છે અને એકબીજાને બેટર હાફ તરીકે જોઈ શકે છે તો તેમણે લગ્ન કરી લેવા જોઈએ.



Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here