વાપી વિસ્તાર માં ઘણા સમયથી મોબાઈલ સ્નેચિંગ કરતા સ્નેચર ગેંગ ના આરોપી પકડાયા.

0

વલસાડ જિલ્લા પોલીસ અધ્યક્ષ શ્રી ડો. રાજદીપસિહ ઝાલાની સુચના અને એલ.સી.બી. વલસાડ ના પી.આઇ શ્રી જે.એન.ગોસ્વામીના મર્ગદર્શન મુજબ એલ.સી.બી સ્ટાફ ના માણસો વાપી વિસ્તાર માં મિલકત  સંબંધી ગુન્હા અટકાવવા અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન એ.એસ.આઈ અલ્લારખું અમીરભાઈ વાની ને  મળેલ બાતમીના આધારે વાપી જી.આઈ.ડી.સી જે ટાઇપ સરવૈયા કેમિકલ સામે રોડ ઉપર થી આરોપી 1 વિશાલ જીપુ ગંજુ ઉ .વ ૨૦ રહે વાપી કોળીવાડ મોહન ફળિયું તથા મૂળ રહે દહાણું જી.પાલઘર (મહરાષ્ટ્ર ) (2)સંકેત સંતોષ  સહાની ઉ.વ ૨૨ રહે વાપી કોળીવાડ મોહન્ફલીયું કાલિદાસ પટેલ ની ચગળ માં ,રૂમ ન ૧૪ મૂળ રહે ગોરેગાઉ સાવંતવાડી, મુંબઈ મહારાષ્ટ્ર (3) અરુણ ઉર્ફે વરુણ સ/ઓ  રોશન આઉજી (નેપાળી ) ઉ.વ ૧૮ રહે વાપી બલીઠા નુતન નગર આયુષ હોસ્પિટલ ની ગલી માં, રોશની એપર્મેનટ, રૂમ ન ૨૦૩ મૂળ રહે ગામ ધનઘડી ,જી કૈલાલી , નેપાળ ને પકડી પાડ્યા હતા.

તેઓના કબજા માંથી બે હીરો હોન્ડા મો.સ.ન.(1)જી.જે-૧૬-સીએમ-૦૭૭૫ કિ, રૂ.૨,૫૦૦૦ તથા મો.સ.ન (2) જીજે-15-ડીજી-૦૩૦૭ કિ, રૂ. ૨૫,૦૦૦ તથા અંગઝડતી માંથી મળેલ મોબાઈલ ફોન -૧૦ કિ.રૂ.૫૫,૦૦૦ મળી કુલે કિ.રૂ.1,૦૫,૦૦૦ નો મુદામાલ ત્રનેય ઇસમો કયાંક થી ચોરી અથવા છળકપટ થી મેળવેલા નું જણાતા સી.આર.પી.સી. કલમ -૧૦૨ મુજબ મુદામાલ તપાસ અર્થે કબજે કરી ત્રણેય ઇસમો ને સી.આર.પી સી.કલમ -૪૧(1)ડી મુજબ તાબામાં લઇ વધુ તપાસ અર્થે આરોપી ,મુદામાલ નો કબજો વાપી જી.આઈ.ડી.સી પો.સ્ટે. માં સુપ્રત કરેલ

કબજે કરેલ ફોન ત્રણેય આરોપી ઓં આજથી બે મહિના દરમિયાન અંધારું થાય પછી જી.આઈ.ડી.સી થર્ડફેસ વિસ્તાર માં રસ્તે જતા રાહદારીઓ ના મોબાઈલ ફોન કબજે કરેલ બંને મો.સ.ઉપર બેસી આવી અલગ અલગ દિવસો એ મોબાઈલ ફોન ખેંચી  સસ્તા ભાવે વેચાણમાં આપી દીધેલા ની કબુલાત આપેલ હતી .

આમ, વાપી વિસ્તાર માં ઘણા સમયથી મોબાઈલ સ્નેચિંગ કરતા સ્નેચર ગેંગ ના આરોપી ને પકડી મોબાઈલ ચોરી નો ગુન્હો શોધી કાઢવામાં એલ.સી.બી. વલસાડ ની ટીમને મહત્વની સફળતા મળેલ છે.  

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
1
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here