ના કોઈ ફોન, ના કોઈ સંદેશ! તરછોડીને દુબઈ જતા રહેલા પતિ વિરુદ્ધ પત્નીએ નોંધાવી ફરિયાદ – husband abandoned wife and settled in dubai complaint filed against him

0


હાઈલાઈટ્સ:

  • જમાલપુર વિસ્તારના એક મહિલાએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.
  • 2014માં દુબઈ ગયો હતો પતિ, એક પણ વાર પત્નીનો સંપર્ક નથી કર્યો.
  • વડીલો અને સમાજના આગેવાનોની સલાહથી પોલીસની મદદ લીધી.

અમદાવાદ- શહેરના જમાલપુર વિસ્તારમાં રહેતા એક 43 વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે તેમના પતિ તેમને મૂકીને દુબઈ જતા રહ્યા છે. મહિલાના આરોપ અનુસાર, તેમના પતિ વર્ષ 2014માં દુબઈ ગયા હતા અને પછી ક્યારેય પાછા નથી ફર્યા. મહિલાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી છે.

પોતાની ફરિયાદમાં મહિલાએ કહ્યું કે, વર્ષ 2004માં પરિવારની મરજી અનુસાર તેમણે કારંજના એક યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા જ સમય પછી તેમના પતિએ તેમના પર નિયંત્રણો મૂકવાની શરુઆત કરી દીધી હતી. તે પાડોશીઓ સાથે વાત પણ નહોતા કરવા દેતા. તેઓ મહિલાને ઘરમાં કેદ રાખતા હતા અને માતા-પિતાને મળવા પણ નહોતા જવા દેતા.

ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહ્યા છે કોરોનાના કેસ, આજે નવા 67 દર્દી નોંધાયા

આટલું જ નહીં, મહિલાએ પોતાના પતિ પર મારપીટનો પણ આરોપ મૂક્યો છે. તેઓ પોતાની પત્ની પાસેથી દહેજની માંગણી પણ કરતા હતા. મહિલા જણાવે છે કે, તેમણે એકવાર મારા માતા-પિતા પાસેથી દોઢ લાખ રુપિયા લીધા હતા, ત્યારપછી ઘર રિપેર કરવા અને કાર ખરીદવા માટે પાંચ લાખ રુપિયાની માંગણી કરી હતી. વર્ષ 2014માં તેમણે કામ માટે દુબઈ જવાની યોજના બનાવી હતી. જ્યારે મેં તેમને કહ્યું કે મને પણ સાથે લઈ જાઓ તો તેમણે મારી સાથે મારપીટ કરી અને મને તરછોડી દીધી. ત્યારપછી તેમણે મારી સાથે એકપણ વાર વાત નથી કરી અને ભારત પાછા પણ નથી આવ્યા.

Insta પર નર્સની ફેક ID બનાવી બિભત્સ મેસેજ કરનાર છોકરાને જેલની હવા ખાવી પડી
લાંબો સમય સુધી રાહ જોયા પછી મહિલાએ પરિવારના સભ્યો અને સમાજના આગેવાનોની સલાહ લીધી અને પોલીસ પાસેથી મદદ લેવાનો નિર્ણય લીધો. મહિલાએ ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસા અને નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાવીને કેસ દાખલ કર્યો છે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here