‘કુમકુમ ભાગ્ય’ ફેમ રુચિ સવર્ણએ દીકરાને જન્મ આપ્યો, પતિ અંકિતે જણાવી ખુશખબરી – kumkum bhagya fame actress ruchi savarn and actor ankit mohan blessed with baby boy

0


હાઈલાઈટ્સ:

  • કુમકુમ ભાગ્ય ફેમ અભિનેત્રી રુચિ સવર્ણએ આપ્યો દીકરાને જન્મ.
  • પતિ અંકિત મોહને સોશિયલ મીડિયા પર સંભળાવી ખુશખબરી.
  • અંકિત મોહને આશિર્વાદ બદલ ફેન્સનો આભાર વ્યક્ત કર્યો.

એકતા કપૂરની સીરિયલ કુમકુમ ભાગ્યની દિશા એટલે કે રુચિ સવર્ણએ એક દીકરાને જન્મ આપ્યો છે. આ ખુશખબર તેના પતિ અને એક્ટર અંકિત મોહને પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આપી છે. અંકિત મોહનને તમે સ્ટાર પ્લાસના પોપ્યુલર માયથોલોજીકલ શૉ મહાભારતમાં અશ્વથામાના રોલમાં જોયો હશે. ત્યારપછી કે સબ ટીવીના શૉ કાંતીલાલ એન્ડ સન્સમાં જોવા મળ્યો હતો. અંકિતે ફેન્સ સાથે પોતાની ખુશી શેર કરી છે.

ruchi sc

ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેણે લખ્યું છે કે, વેલકમ હોમ….બોય. બીજી પોસ્ટમાં તેણે લખ્યું છે કે, જે લોકોએ અમારા પર અઢળક પ્રેમ વરસાવ્યો અને આશિર્વાદ આપ્યા તે તમામ લોકોનો આભાર. તમારા પ્રેમ અને આશિર્વાદને કારણે અમારા પરિવારને વધુ એક સભ્ય મળી રહ્યો છે. ખૂબ પ્રેમ. ઉલ્લેખનીય છે કે રુચિ અને અંકિતે દીકરાના જન્મ પહેલા તેમના મેટરનિટી ફોટોશૂટની ઘણી તસવીરો શેર કરી હતી.

અમારા સહયોગી ઈટાઈમ્સ સાથેની વાતચીતમાં અંકિતે જણાવ્યું કે, અમે ઘણાં ખુશ છીએ. ડોક્ટરોએ નોર્મલ ડિલિવરી કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમણે સીઝેરિયન ડિલિવરી કરવી પડી. મેં તેમને વિનંતી કરી હતી કે મને ઓપરેશન થિએટરમાં હાજર રહેવા દે, પરંતુ તેમણે મને વોર્નિંગ આપી હતી કે હું કદાચ બેભાન થઈ જઈશ. પરંતુ હું મારી પત્ની સાથે ત્યાં હાજર રહેવા માંગતો હતો અને મારા બાળકને સૌથી પહેલા હાથમાં લેવા માંગતો હતો. હું ખુશ છું કે આમ કરી શક્યો.

પૌત્ર અને દોહિત્રી સાથે શર્મિલા ટાગોરે પટૌડી પેલેસમાં ઉજવ્યો 77મો બર્થ ડે, સામે આવી તસવીરો
ઉલ્લેખનીય છે કે રુચી અને અંકિત મોહનની લવ સ્ટોરીની શરુઆત સીરિયલ ઘર આજા પરદેસીથી થઈ હતી. ત્યારપછી અંકિત મોહન અને રુચિ સવર્ણએ 2 ડિસેમ્બર, 2015ના રોજ નાગપુરમાં લગ્ન કર્યા હતા. તેમણે ખૂબ ધૂમધામથી લગ્ન કર્યા હતા. ત્યારપછી મુંબઈમાં મિત્રો માટે ગ્રાન્ડ રિસેપ્શન પણ રાખ્યુ હતું. અંકિત મોહન નાગિન-3, રોડીઝ, નમક હરામ, શોભા સોમનાથ કી, બસેરા જેવી ટીવી સીરિયલમાં કામ કરી ચૂક્યો છે.

જામનગરમાં પૌત્રનો પહેલો બર્થ ડે ઉજવશે મુકેશ અંબાણી, 100 બ્રાહ્મણ આપશે આશીર્વાદ
રુચી સવર્ણના વર્ક ફ્રંટની વાત કરીએ તો તેણે રામ ગોપાલ વર્માની ફિલ્મ રક્ત ચરિત્રમાં કામ કર્યું છે. આ સિવાય તે ટીવી શૉ સખી, તેરે લિયે, પ્યાર કા બંધનમાં કામ કરી ચૂકી છે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here