kamya panjabi twitter: ‘ડિવોર્સ થઇ જાય તો મહિલાએ મરી જવું જોઇએ?’ બીજા લગ્ન પર ટિપ્પણીથી ભડકી કામ્યા પંજાબી – tv actress kamya panjabi angry reaction on comment of user

0


હાઈલાઈટ્સ:

  • કામ્યા પંજાબીના પહેલા લગ્ન બંટી નેગી સાથે થયા હતા
  • લગ્નના 10 વર્ષ પછી કામ્યા અને બંટી નેગી અલગ થયા હતા
  • કામ્યા પંજાબીએ ગત વર્ષે 2020માં શુલભ ડાંગ સાથે લગ્ન કર્યા છે

મુંબઇઃ ટેલિવિઝન જગતની લોકપ્રિય અભિનેત્રી કામ્યા પંજાબી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાના અંગત જીવનની જાણકારી શેર કરીને ફેન્સને અપડેટ કરતી રહે છે. હાલમાં જ એક સોશિયલ મીડિયા યૂઝરે કામ્યા પંજાબીને પહેલા લગ્ન અને છૂટાછેડાને લઇને ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો જેની સામે અભિનેત્રીએ આકરી પ્રતિક્રિયા આપી છે. કામ્યા પંજાબીએ એવો જવાબ આપ્યો કે યૂઝરની બોલતી જ બંધ થઇ ગઇ હતી. કામ્યા પંજાબીએ યૂઝરને આપેલા જવાબનો સ્ક્રીનશોટ પણ ટ્વિટર શેર કર્યો છે.
કામ્યા પંજાબીએ બુધવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મહિલા સશક્તિકરણ પર એક વીડિયો શેર કર્યો હતો. અભિનેત્રીની આ પોસ્ટ પક એકયૂઝરે કોમેન્ટ કરી હતી,’ પોતાના પહેલા લગ્ન બચાવી નથી શકી છૂટાછેડા થઇ ગયા. બીજા લગ્ન કર્યા, હદ થઇ ગઇ.’

યૂઝરની આ કોમેન્ટ પર કામ્યા પંજાબીએ આકરી પ્રતિક્રિયા આપતાં જ જવાબ લખ્યો હતો, ‘ તો મારે ખુશ રહેવા કે જીવવાનો કોઇ હક નથી? ડિવોર્સ થઇ ગયા તો મરી જવું જોઇએ? ડિવોર્સ પછી સ્ત્રીનું જીવન ખતમ થઇ જાય છે? તમારા જેવા વિચાર ધરાવતાં લોકો વિરુદ્ધ આજે દરેક યુવતીએ અવાજ ઉઠાવવો પડશે અને ઉઠાવી પણ રહી છે. મને નબળી ના સમજશો, સ્ત્રી છું અને લડી શકું છું.

નોંધનીય છે કે, કામ્યા પહેલાના પહેલા લગ્ન બંટી નેગી સાથે થયા હતા. લગભગ 10 વર્ષ પછી 2013માં બંને અલગ થઇ ગયા હતા. આ લગ્નથી કામ્યા અને બંટી નેગીને એક બાળકી છે. બંટી નેગીથી અલગ થયા પછી કામ્યા પંજાબીએ ગત વર્ષે 2020માં શુલભ ડાંગ સાથે લગ્ન કર્યા છે.



Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here