dilip joshi: દીકરીની સંગીત સેરેમનીમાં ઢોલના તાલે ગરબે ઘુમ્યા ‘જેઠાલાલ’, મહેમાન સાથે મળીને ગીત ગાયું – jethalal aka actor dilip joshi dances his heart out at daughter niyati’s sangeet ceremony

0


હાઈલાઈટ્સ:

  • દિલીપ જોષીની દીકરી નિયતિના લગ્ન યશોવર્ધન સાથે થયા છે.
  • 11 ડિસેમ્બરે નિયતિ અને યશોવર્ધનનું રિસેપ્શન મુંબઈમાં યોજાશે.
  • દીકરીના રિસેપ્શનમાં દિલીપ જોષીએ TMKOCની આખી ટીમને બોલાવી છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના એક્ટર દિલીપ જોષીની દીકરી નિયતિના લગ્ન હાલમાં જ યોજાયા હતા. 11 ડિસેમ્બરે મુંબઈમાં રિસેપ્શન યોજાવાનું છે. નાસિકની હોટેલમાં નિયતિના લગ્ન લેવાયા હતા અને પ્રી-વેડિંગ ફંક્શન પણ અહીં જ થયા હતા. સોશિયલ મીડિયા પર દિલીપ જોષીની દીકરીના પ્રી-વેડિંગ ફંક્શનના કેટલાક વિડીયો અને તસવીરો વાયરલ થયા છે.

સનીએ ‘પરજાઈ’ કેટરિનાનું કૌશલ પરિવારમાં કર્યું સ્વાગત, વિકી પરણી જતાં અનુષ્કા શર્માને કેમ થઈ શાંતિ?

એક ફેન ક્લબ દ્વારા સંગીત સેરેમનીનો વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં જેઠાલાલનો રોલ કરતાં એક્ટર દિલીપ જોષી ઢોલના તાલે મન મૂકીને નાચતાં જોવા મળી રહ્યા છે. દિલીપ જોષીએ ઢોલના તાલે નાચવા ઉપરાંત ગરબા કર્યા હતા અને ગીત પણ ગાયું હતું. બોટલ ગ્રીન રંગના કુર્તામાં દિલીપ જોષી જોવા મળ્યા હતા અને તેમના ચહેરા પર દીકરીને પરણાવાનો હરખ દેખાઈ રહ્યો હતો. સંગીતમાં મહેમાનો પણ ગરબાના તાલે ઝૂમતા જોવા મળી રહ્યા છે.

આ ઉપરાંત ફેન પેજ પર બીજો એક વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં ગ્રહશાંતિની પૂજા ચાલી રહી છે. દિલીપ જોષી તેમનાં પત્ની અને દીકરી નિયતિ પૂજામાં બેઠેલા જોવા મળે છે. હોટેલમાં જ પ્રસંગો રાખવામાં આવ્યા હતા ત્યારે ગ્રહશાંતિ પણ ત્યાં જ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, નિયતિ અને યશોવર્ધનના લવ મેરેજ છે. તેઓ બંને સાથે અભ્યાસ કરતાં હતા અને ખાસ્સા વર્ષથી રિલેશનશીપમાં હતા. દિલીપ જોષીએ દીકરીના લગ્નમાં માત્ર નજીકના સંબંધીઓને જ આમંત્રણ આપ્યું હતું.

મીડિયા રિપોર્ટનું માનીએ તો, 11 ડિસેમ્બરે મુંબઈની તાજ હોટેલમાં નિયતિ અને યશોવર્ધનનું રિસેપ્શન રાખવામાં આવ્યું છે. જેમાં દિલીપ જોષીએ દિશા વાકાણી સહિત ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની આખી ટીમને આમંત્રણ આપ્યું છે.

સંગીત સેરેમનીમાં ‘ચિકની ચમેલી’ ગીત પર કેટરિનાએ પરિવારને નચાવ્યો, વિકીએ ગાયું ‘તેરી ઓર’

દિલીપ જોષી છેલ્લા 13 વર્ષથી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલનું પાત્ર ભજવે છે. તેમના પાત્રને દર્શકોનો અપાર પ્રેમ મળ્યો છે. હાલમાં જ સીરિયલની આખી ટીમે ‘કૌન બનેગા કરોડપતિ 13’ માટે શૂટિંગ કર્યું હતું. શાનદાર શુક્રવાર (10 ડિસેમ્બર)ના એપિસોડમાં સીરિયલની આખી ટીમ કેબીસીના મંચ પર જોવા મળશે. જેમાં જેઠાલાલ બાપુજી એટલે કે એક્ટર અમિત ભટ્ટ સાથે હોટસીટ પર બેઠેલા જોવા મળશે.





Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here