rakhi sawant: Bigg Boss 15: રાખી સાવંતના પતિ રિતેશ પર પૂર્વ પત્નીએ લગાવ્યા ગંભીર આરોપ – rakhi sawant husband ritesh’s ex wife makes shocking allegations against him

0


હાઈલાઈટ્સ:

  • બિગ બોસ 15ના ઘરમાં રાખી સાવંત સાથે થઈ છે પતિ રિતેશની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી
  • પહેલી પત્ની સ્નિગ્ધાએ રિતેશ પર મારઝૂડ અને દહેજ લેવાનો આરોપ લગાવ્યો
  • 2014માં રિતેશ અને સ્નિગ્ધાના લગ્ન થયા હતા અને 2017માં અલગ થયા હતા

રાખી સાવંત છેલ્લા ઘણા વર્ષથી તેના લગ્ન થઈ ગયા હોવાનું અને પતિનું નામ રિતેશ હોવાનું દાવો કરતી હતી. તેણે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ લગ્નની તસવીરો શેર કરી હતી પરંતુ ચહેરો દેખાડ્યો નહોતો. રાખી સાવંત માત્ર પબ્લિસિટી માટે આ બધું કરી રહી હોવાનું કેટલાક લોકોએ કહ્યું હતું. જો કે, આખરે આટલા સમય સુધી ગાયબ રહ્યા બાદ રિતેશનો ચહેરો ત્યારે સામે જ્યારે તે બિગ બોસ 15ના ઘરમાં વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ બનીને પહોંચ્યો. થોડા અઠવાડિયા પહેલા જ રાખી સાવંત સાથે બિગ બોસના ઘરમાં રિતેશની એન્ટ્રી થઈ હતી.

BB 15: કન્ટેસ્ટન્ટ્સને સુધારવા રાખી સાવંતે લીધો સાવરણો, સવાર-સવારમાં કરી આવી હાલત
રાખી સાવંતે રિતેશ પહેલાથી જ પરિણીત હોવાનું અને તેને એક બાળક પણ હોવાનું સ્વીકાર્યું હતું. હવે, રિતેશની પહેલી પત્ની સ્નિગ્ધા પ્રિયા સામે આવી છે અને તેના પર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા છે. એન્ટરટેન્મેન્ટ વેબપોર્ટલ બોલિવુડ લાઈફના રિપોર્ટ પ્રમાણે, રિતેશ અને સ્નિગ્ધાના લગ્ન 2014માં થયા હતા. તેણે ખુલાસો કર્યો હતો કે, લગ્નના એક વર્ષ તેના ઘરે દીકરાનો જન્મ પણ થયો હતો. સ્નિગ્ધાએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે તેઓ ચેન્નાઈમાં હતા ત્યારે રિતેશે તેના પર ઘરેલુ હિંસા આચરી હતી. જેના કારણે તે 2017માં રિતેશથી અલગ થઈ ગઈ હતી. આ સિવાય સ્નિગ્ધાએ તેના પરિવારે રિતેશને 25 લાખ રૂપિયા દહેજમાં આપ્યા હોવાનું પણ કહ્યું હતું.

ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના ઘરે આવવાનું છે નાનું મહેમાન, પ્રેગ્નેન્ટ છે કોમેડિયન?
રાખી સાવંત અને રિતેશની વાત કરીએ તો, બંને હાલ બિગ બોસ 15ના ઘરમાં બંધ છે. ઘરમાં તેમના ઝઘડાની શરૂઆત થઈ ચૂકી છે. સૌથી પહેલા દેવોલીના જ્યારે રિતેશને તેના ભૂતકાળ વિશે વાત કરતાં રડી પડી હતી ત્યારે રાખી સાવંત પતિથી નારાજ થઈ હતી અને બધા તેને ટાર્ગેટ બનાવશે તેમ કહ્યું હતું. રિતેશે ત્યારે રાખી સાવંતને તેની સાથે કન્ટેસ્ટન્ટની જેમ વર્તન કરવા માટે કહ્યું હતું.

બંને હાલમાં ટિકિટ ટુ ફિનાલે ટાસ્ક દરમિયાન ઝઘડી પડ્યા હતા. રિતેશે રાખીને તેને ગેમ ન શીખવવા માટે કહ્યું હતું. બાદમાં રાખીએ રિતેશ તેને પૂરતું માન ન આપી રહ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. રિતેશથી કંટાળેલી રાખીએ બિગ બોસને તેને શોમાંથી બહાર કાઢવા માટે કહ્યું હતું.



Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here