bipin rawat last rites: બિપિન રાવતને 17 તોપોની સલામી સાથે અંતિમ વિદાય, દીકરીઓએ આપી મુખાગ્નિ – daughters performed last rites of general bipin rawat with full military honor

0


નવી દિલ્હી: 08 ડિસેમ્બરના રોજ તમિલનાડુમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં પત્ની સાથે મોતને ભેટેલા દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના દિલ્હીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. સંપૂર્ણ લશ્કરી સમ્માન સાથે સ્વ. રાવતને 17 તોપોની સલામી સાથે અંતિમ વિદાય આપી હતી. રાવત તેમજ તેમના પત્નીને તેમની બે દીકરીઓ કૃતિકા અને તારિણીએ મુખાગ્નિ અર્પણ કર્યો હતો. સ્વર્ગસ્થની આજે દિલ્હીના માર્ગો પર અંતિમ યાત્રા નીકળી તે વખતે પણ મોટી સંખ્યામાં લોકોએ હાજર રહીને તેમને સલામી આપી હતી.

રાવત અને તેમના પત્ની સાથે અન્ય 12 અધિકારીઓ અને કર્મચારીઓ પણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયા હતા. તમામ મૃતકોના પાર્થિવ દેહને ગઈકાલે દિલ્હી લાવવામાં આવ્યા હતા. પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આજે અંતિમ સંસ્કારમાં પણ અનેક નેતાઓ, મંત્રીઓ અને ટોચના લશ્કરી અધિકારીઓ હાજર રહ્યા હતા. દિલ્હી કેન્ટોન્મેન્ટમાં આવેલા બ્રાર સ્કવેર સ્મશાનગૃહમાં રાવત અને તેમના પત્નીના અંતિમ સંસ્કાર કરાયા હતા.

સેનાની ત્રણેય પાંખના વડાએ પણ સ્મશાન ગૃહમાં હાજર રહીને સ્વ. રાવતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈત પણ રાવતને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ, યુપીના સીએમ આદિત્યનાથ, વિદેશ મંત્રી એસ. જયશંકર, નાણાંમંત્રી નિર્મલા સિતારમણ, સ્મૃતિ ઈરાની, મનસુખ માંડવિયાએ પણ રાવતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.



Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here