Shraddha Arya: લગ્ન બાદ શ્રદ્ધા આર્યાએ માતાના મંદિરમાં ટેકવ્યું માથું, પતિના સારા સ્વાસ્થ્યની કરી કામના – shraddha arya took blessings of goddess sharda post wedding with rahul nagal

0


હાઈલાઈટ્સ:

  • લાલ શાદી, કપાળમાં સિંદૂર અને હાથમાં લાલ ચૂડો પહેરી માતાના મંદિરે પહોંચી શ્રદ્ધા આર્યા
  • લગ્ન બાદ શ્રદ્ધા આર્યાએ આશીર્વાદ લેવા માટે મા શારદાના મંદિરની મુલાકાત લીધી
  • 16મી નવેમ્બરે નેવી ઓફિસ રાહુલ નાગલ સાથે લગ્નના બંધનમાં બંધાઈ હતી શ્રદ્ધા આર્યા

‘કુંડલી ભાગ્ય’ની એક્ટ્રેસ અને ન્યૂ બ્રાઈડ શ્રદ્ધા આર્યા મા શારદાની મોટી ભક્ત છે. તે હંમેશા ખૂબ જ ઉત્સાહ સાથે નવરાત્રિના તહેવારની ઉજવણી કરતી જોવા મળે છે અને ઘણી વખત તે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ‘મા’ શારદા પ્રત્યે તેને કેટલી આસ્થા છે તેની વાત કરતી હોય છે.

નેવી ઓફિસર રાહુલ નાગલ સાથે લગ્ન કર્યા બાદ, શ્રદ્ધા આર્યાએ આશીર્વાદ લેવા માટે મા શારદાના મંદિરની મુલાકાત લીધી હતી. એક્ટ્રેસ આ દરમિયાન લાલ કલરની સાડી પહેરી હતી. નવી દુલ્હન જેવો શ્રૃંગાર તેણે કર્યો હતો. એક્ટ્રેસના હાથમાં લાલ ચૂડો, ગળામાં મંગળસૂત્ર અને કપાળમાં સિંદૂર પણ જોવા મળ્યું.

Bigg Boss 15: રાખી સાવંતના પતિ રિતેશ પર પૂર્વ પત્નીએ લગાવ્યા ગંભીર આરોપ


શ્રદ્ધા આર્યાએ માતાના ચરણોમાં માથું ટેકાવ્યા બાદની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તેણે પતિ તેમના તેમના પરિવારના સારા સ્વાસ્થ્યની કામના કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેણે લખ્યું છે ‘રહે સલામત મેરા સજના ઓર સજના કા આંગન. મને તમારી બાજુમાં બેસીને જોવાની તક આપવા બદલ મા/દેવી શારદાનો આભાર. જ્યાં સુધી મારું હૃદય સંતુષ્ટ ન થાય ત્યાં સુધી તમને પ્રાર્થના કરું છું. અનુભવ ખરેખર જાદુઈ હતો, એવી જ રીતે જેમ તમે બનાવો છો અને અમને બધાને ખુશ રાખો છો. #JaiMaaSharda #TheKindGoddess માય લવ @palki_msh અને બર્થ ડે બોય વગર આ શક્ય નહોતું’.


BB 15: કન્ટેસ્ટન્ટ્સને સુધારવા રાખી સાવંતે લીધો સાવરણો, સવાર-સવારમાં કરી આવી હાલત
ઉલ્લેખનીય છે કે, 16મી નવેમ્બરે શ્રદ્ધા આર્યા અને રાહુલ નાગલ દિલ્હીમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. રાહુલ સાથે પહેલી મુલાકાત કેવી રીતે થઈ હતી તે અંગે અમારા સહયોગી બોમ્બે ટાઈમ્સ સાથે વાતચીત કરતાં એક્ટ્રેસે જણાવ્યું હતું કે, ‘અમારી મુલાકાત એક વર્ષ પહેલા કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી અને તરત એકબીજાને ગમી ગયા હતા. તે સમયે, તે મુંબઈમાં હતો અને અમે ઘણીવાર મળતા રહેતા. પરંતુ આ મિત્રતા કરતાં વધારે કંઈ હોવાનું સમજીએ તે પહેલા જ અન્ય શહેરનું તેનું પોસ્ટિંગ થઈ ગયું હતું. લોન્ગ ડિસ્ટન્સથી અમને સમજાયું હતું કે, એકબીજાને પસંદ કરીએ છીએ. ત્યારે જ અમે સંબંધોને એક ડગલું આગળ વધારવાનું નક્કી કર્યું હતું.’

આ સિવાય પતિની ખૂબી વિશે જણાવતાં શ્રદ્ધા આર્યાએ કહ્યું હતું કે ‘મારો પતિ મહિલાઓને વધારે માન આપે છે. સૌથી વધારે કોઈ વાત પસંદ હોય તો તે છે તેની સાદગી. હું તેના શબ્દો અને હાવભાવથી સ્પષ્ટપણે કહી શકતી હતી કે, તેને જીવનસાથી જોઈએ છીએ, જે માત્ર તેના ઘરની સંભાળ રાખે પરંતુ જીવનના દરેક ડગલે તેની સાથે રહે.’ વર્ક ફ્રંટની વાત કરીએ તો, શ્રદ્ધા આર્યા હાલ ‘કુંડલી ભાગ્ય’માં ‘પ્રીતા’નું પાત્ર ભજવી રહી છે.

Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here