જનરલ રાવતના પિતાએ કઈ રીતે મૂક્યો હતો લગ્નનો પ્રસ્તાવ? મધુલિકાના ભાઈએ વાગોળી યાદો – late madhulika rawat’s brother recalls memory of her sister’s marriage with general bipin rawat

0


હાઈલાઈટ્સ:

  • પંચતત્વમાં વિલીન થયા જનરલ બિપિન રાવત અને તેમની પત્ની.
  • મધુલિકા રાવતના ભાઈએ ભાવુક થઈને જૂની વાતોને યાદ કરી.
  • 35 વર્ષ પહેલા લગ્નના બંધનમાં બંધાયા હતા જનરલ રાવત અને મધુલિકા.

નવી દિલ્હી- સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત 10મી ડિસેમ્બરના રોજ પંચતત્વમાં વિલીન થયા. શુક્રવારના રોજ મધુલિકા રાવતના ભાઈએ 35 વર્ષ પહેલાની પોતાની બહેનના જીવનને લગતી વાતોને વાગોળી. તેમણે જણાવ્યું કે, કઈ રીતે જનરલ રાવતના પિતાએ પોતાના દીકરા માટે મધુલિકા રાવત સાથે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. મધુલિકા રાવતના ભાઈ યશવર્ધન સિંહે જણાવ્યું કે, નસીબે તેમને એક કર્યા હતા, અને નસીબ એકસાથે તેમને લઈ પણ ગયું.

યશવર્ધન સિંહે આગળ જણાવ્યું કે, જનરલ રાવતના પિતા લક્ષ્મણ સિંહ રાવતે મારી બહેનનો હાથ પોતાના દીકરા માટે માંગ્યો હતો. જનરલ રાવતના પિતા પણ સેનાના એક અધિકારી હતા. તેમણે મારા પિતા દિવંગત મૃગેન્દ્ર સિંહને પત્ર લખ્યો હતો અને આ પ્રકારે લગ્નની વાતચીત શરુ થઈ હતી. ઉલ્લેખનીય છે કે યશવર્ધન સિંહનો પરિવાર મધ્યપ્રદેશમાં શહડોલ જિલ્લાના સુહાગપુરમાં રહે છે. તેમણે કહ્યું કે, અમારા નાનાજી લખનઉમાં રહેતા હતા માટે મારી બહેનનો જન્મ ત્યાં થયો હતો. તેમનો જન્મ જ્યાં થયો તે સરનામું 25, અશોક માર્ગ હતું અને તેમના લગ્ન પણ 25, અશોક માર્ગ દિલ્હીમાં થયા હતા.

તમિલનાડુ હેલિકોપ્ટર ક્રેશનો વિડીયો ઉતારનાર ફોટોગ્રાફરે જણાવ્યો આંખે દેખ્યો અહેવાલ

ઉલ્લેખનીય છે કે જનરલ રાવત અને મધુલિકા રાવતના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે દિલ્હીમાં જ્યાં રાખવામાં આવ્યા હતા, ત્યાં મધુલિકા રાવતના ભાઈ અને તેમના દીકરી પણ હાજર રહ્યા હતા. જનરલ રાવત અને તેમના પત્નીના અંતિમ સંસ્કાર દિલ્હીમાં બરાર સ્ક્વેર સ્મશાન ઘાટમાં કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં જનરલ રાવત, તેમના પત્ની મધુલિકા રાવત અને 11 અન્ય લોકોએ જીવ ગુમાવ્યા હતા.

બિપિન રાવત બાદ આગામી CDS કેવી રીતે નક્કી કરાશે? કોણ-કોણ રેસમાં સામેલ?
મધુલિકા રાવતના નાના ભાઈએ જણાવ્યું કે, તમના લગ્ન 35 વર્ષ પહેલા થયા હતા. 1986માં તેઓ લગ્નના બંધનમાં બંધાયા હતા. તે સમયે જનરલ રાવત કેપ્ટનના પદ પર હતા અને તેઓ દેહરાદૂનમાં તૈનાત હતા. તેમની ઘણી સારી યાદો છે, પરંતુ ક્રૂર નસીબે મારી બહેન અને બનેવીને અમારાથી દૂર કરી દીધા.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here