અમદાવાદીઓ! તમારી થાળીમાં શાકભાજીની સાથે પીરસાઈ રહી છે ઝેરી ધાતુ – heavy amount of metal found in vegetables grown near ahmedabad

0


હાઈલાઈટ્સ:

  • સાબરમતી નદીમાં છોડવામાં આવે છે ઉદ્યોગોનું પ્રદુષિત પાણી.
  • સંશોધનમાં શાકભાજીઓમાંથી મોટા પ્રમાણમાં ધાતુ મળી આવી.
  • ધાતુને માનવ શરીર પચાવી નથી શકતું, અનેક રોગોને આપે છે આમંત્રણ.

અમદાવાદ- સાબરમતી નદીને ઝેરી રસાયણોથી પ્રદુષિત કરવા બદલ ગુજરાત હાઈકોર્ટે ઉદ્યોગોને ટકોર કરી છે. પરંતુ જો તમે વિચારતા હોવ કે આ તંત્ર અને ઉદ્યોગો વચ્ચેની સમસ્યા છે, આપણે તેની સાથે કોઈ લેવા દેવા નથી તો તમે ખોટા છે. આ રસાયણો તમારી થાળી સુધી પણ પહોંચી રહ્યા છે. નાસ્તામાં, બપોરે અથવા રાત્રે આપણે જે આહાર આરોગીએ છીએ તેની સાથે સાથે આ રસાયણો પણ આપણા પેટમાં જઈ રહ્યા છે.

આપણે સ્વસ્થ રહેવા માટે સેલડ અને શાકભાજી ખાતા હોઈએ છે, પરંતુ તેમાંથી મોટા ભાગના શાક અમદાવાદની આસપાસ 60 કિલોમીટરના વિસ્તારમાં આવેલા 43 ગામોમાં ઉગતા હોય છે. અને આ ગામડાઓમાં સિંચાઈ માટે સાબરમતીના પાણીનો ઉપયોગ થતો હોય છે. સાબરમતી નદીના પાણીમાં ઉદ્યોગોનું પ્રદુષિત પાણી ભળતું હોવાને કારણે શાકભાજીઓમાં મેટલનું પ્રમાણ મળી આવ્યું છે. આ પ્રમાણ ભારત જ નહીં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના માન્ય ધોરણ કરતા 3થી 28 ગણું વધારે હોય છે.

ગુજરાતના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત, 31 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે

તિરુવંતપુરમમાં સ્થિત નેશનલ સેન્ટર ફોર અર્થ સાયન્સ સ્ટડીઝ અને ગાંધીનગરના પીડીપીયુના સંશોધકો દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં આ ખુલાસો થયો હતો. આ અભ્યાસમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અને સાલ ઈન્સ્ટિટ્યુ ઓફ ટેક્નોલોજીએ પણ યોગદાન આપ્યુ હતું. જાન્યુઆરી 2021માં પ્રકાશિત આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, શાકભાજીમાં મોટા પ્રમાણમાં કોબાલ્ટ, ક્રોમિયમ, કોપર, નિકલ, ઝિંક અને લીડના તત્વો મળી આવ્યા છે. નોંધનીય છે કે પાણીથી ધોવાથી અથવા ઓવનમાં સુકવવાથી પણ આ તત્વો દૂર નથી કરી શકાતા.

ઉલ્લેખનીય છે કે દરરોજ અમદાવાદના જથ્થાબંધ બજારોમાં પુષ્કળ પ્રમાણમાં આ શાકભાજી આવતા હોય છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતના ફૂડ સેફ્ટી ધોરણોની સરખામણીમાં લીડનું પ્રમાણ 12 ગણું વધારે છે, મેંગેનીઝનું પ્રમાણ 13 ગણું વધારે છે, ક્રોમિયમનું પ્રમાણ ત્રણ ગણું વધારે છે, ઝિંકનું અઢી ગણું જ્યારે કોપરનું બમણું છે. નિકલની વાત કરીએ તો ભારતીય ધોરણોમાં તેના માટે કોઈ અંક નક્કી કરવામાં નથી આવ્યો પરંતુ યૂરોપિયન ધોરણો સાથે સરખામણી કરીએ તો, આ શાકભાજીમાં નિકલનું પ્રમાણ છ ગણું વધારે હતું.

કોરોના: ગુજરાતમાં નવા 63 કેસ, 24 કલાકમાં 3 દર્દીના મોત
ઉલ્લેખનીય છે કે સંશોધકો વર્ષ 2015થી ગ્યાસપુર, વિશાલપુર, સરોદા, ચાંદીસર, કલોલી, અસમાલી અને ખાડા ગામથી શાકભાજીના નમૂના એકત્રિત કરી રહ્યા હતા. આ તમામ ગામડાઓ વાસણા-નારોલ સીવેજ ટ્રીટમેન્ટ નજીક આવેલા છે, જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પુષ્કળ પ્રમાણમાં ઝેરી કચરો ઢાલવવામાં આવે છે. ત્યારપછી આ પાણીનો ઉપયોગ ખેડૂતો દ્વારા કરવામાં આવે છે.

અમદાવાદ શહેરના એક ટોક્સિકોલોજીસ્ટ ડોક્ટર તેજસ પ્રજાપતિ જણાવે છે કે, લીડ, કોપર, મેંગેનીઝ વગેરે જેવી ધાતુઓનું મોલીક્યુલર વજન ઘણું વધારે હોય છે જેના કારણે તે માનવશરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે. અન્ય પરમાણુઓની જેમ શરીર આ તત્વોનું પાચન નથી કરી શકતું. સામાન્ય સંજોગોમાં કોઈ પણ તત્વનું(મોલીક્યુલ) લિવરમાં ચયાપચય થાય છે અને પછી તે મળ-વિસર્જન માટે કિડનીમાં જાય છે. પરંતુ કિડનીના કોષો ભારે ધાતુઓનો નિકાલ નથી કરી શકતા, માટે તે શરીરમાં જ રહી જાય છે. થોડા સમય પછી તે શરીરના વિવિધ ભાગો જેમ કે લિવર, હાડકા અને મગજ સુધી પહોંચી જાય છે અને શરીરના આંતરિક સિસ્ટમને પ્રભાવિત કરે છે.

મહારાષ્ટ્રમાં સાડા ત્રણ વર્ષનો બાળક ઓમિક્રોનથી સંક્રમિત, સરકારે માસ્કને લઈ આપી ચેતવણી
બીજે મેડિકલ કોલેજના ફોરેન્સિક મેડિસિન વિભાગના અસોસિએટ પ્રોફેસર ડોક્ટર દિપક વોરા જણાવે છે કે, ધાતુના કારણે માથામાં દુખાવો, જોવામાં તકલીફ પડવી, વંધ્યત્વ વગેરે જેવી સમસ્યાઓ ઉભી થઈ શકે છે. શરીરમાં કોપરનું પ્રમાણ વધી જાય તો સ્નાયુઓને લગતી બીમારીઓ થઈ શકે છે તેમજ નર્વસ સિસ્ટમ પણ પ્રભાવિત થાય છે. કોબાલ્ટને કારણે થાયરોઈડ ફંક્શન પ્રભાવિત થઈ શકે છે જ્યારે મેંગેનિઝને કારણે અરુચિ, થાક જેવી સમસ્યાઓ ઉભી થઈ શકે છે. ટુંકમાં, શરીરમાં કોઈ પણ પ્રકારની ભારે ધાતુ રહી જાય તો શરીરને નુકસાન પહોંચાડે છે.

ગ્યાસપુરની વાત કરીએ તો, અહીંના ખેતરમાંથી લેવામાં આવેલા પાલકના નમૂનામાંથી 11.3 માઈક્રોગ્રામ/ગ્રામ કોબાલ્ટ મળી આવ્યુ હતું જ્યારે વાસ્તવમાં તે માત્ર 0.27 હોવું જોઈએ. આ સિવાય ટમેટા, રિંગણ, કોબીમાં પણ 4.4 માઈક્રોગ્રામ/ગ્રામ કોબાલ્ટ મળી આવ્યુ હતું. સંશોધકોનું કહેવું છે કે, ઉદ્યોગો દ્વારા નીકાળવામાં આવતા પ્રદુષિત પાણીને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સાબરમતીમાં ઠાલવવામાં આવે છે. રાજ્ય સરકારની પોલ્યુશન કંટ્રોલ ઓથોરિટી એટલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરફથી આ સમસ્યાના નિરાકરણ માટે નક્કર પગલા લેવા જોઈએ. ઉલ્લેખનીય છે કે સંશોધનની આ ટીમમાં સાલ ઈન્સ્ટિટ્યુ ઓફ ટેક્નોલોજી અને પીડીઈયુ તરફથી બિભાબાસુ મોહાન્ટી, અનિર્બન દાસ, રીમા માંડલ અને સુકાના આચાર્ય જોડાયેલા હતા,Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here